Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજય દેવગનના બંગલા પર ચાલ્યું BMCનું બુલડોઝર!:જુહૂ સ્થિત બંગલામાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું, કન્સ્ટ્રક્શન રોકવાની નોટિસ મળી હતી

    14 hours ago

    મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ 'સિંઘમ' એક્ટર અજય દેવગનના જુહૂ સ્થિત બંગલામાં કથિત રીતે પરવાનગી વિના કરવામાં આવેલા બાંધકામ સામે કાર્યવાહી કરી છે. એબીપી ન્યૂઝના અહેવાલ અનુસાર મહાનગરપાલિકાએ બંગલામાં કરવામાં આવેલા કેટલાક બાંધકામને તોડી પાડ્યું છે. આરોપ છે કે, કામ રોકવાની નોટિસ જારી કરવામાં આવી હોવા છતાં બાંધકામ ચાલુ હતું. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં અજય દેવગનના પાર્ટનર અને પીઆર પરાગ દેસાઈએ આ અહેવાલોનું ખંડન કર્યું છે. દાવો- પાર્ટિશનની દીવાલો અને બારીઓમાં ફેરફાર કરવામાં આવ્યો અજય દેવગનનો મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલી કપોલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બંગલો છે. આરોપ છે કે, બંગલામાં આંતરિક ફેરફારો, પાર્ટિશનની દીવાલો, બારીઓ અને અન્ય બાંધકામના કામ જરૂરી પરવાનગી વિના કરવામાં આવી રહ્યા હતા. 10 સપ્ટેમ્બરે નોટિસ જારી કરવામાં આવી હતી અહેવાલ અનુસાર, BMCએ 10 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમની કલમ 354A હેઠળ નોટિસ જારી કરી હતી. તેમાં બાંધકામનું કામ તાત્કાલિક રોકવા અને સંબંધિત દસ્તાવેજો સાથે જરૂરી પરવાનગીઓ જમા કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. નોટિસ બાદ પણ કામ ચાલુ રહેતાં કાર્યવાહી મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ, નોટિસ જારી થયા બાદ પણ બાંધકામનું કામ અટક્યું નહોતું. ત્યારબાદ BMCએ બંગલામાં કરવામાં આવેલા કેટલાક કથિત અનધિકૃત બાંધકામને દૂર કરવાની કાર્યવાહી કરી. સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    कटड़ा-बडगाम एक्सप्रेस रोज चलेगी, श्री माता वैष्णो देवी से कश्मीर तक घूमना होगा आसान, किराया भी कम
    Next Article
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધી, આખો પરિવાર ખતમ:સવારે ઘરમાંથી 5 મૃતદેહ મળ્યા, પતિ-પત્ની, ત્રણ બાળકોનું શંકાસ્પદ મોત, મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું; ઝેરથી મોતની આશંકા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment