Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સહકારી સંસ્થામાં દબદબો જમાવવા જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટના જૂથ આમને-સામને:રાજકોટ લોધીકા સંઘમાં BJP vs BJP, 5 બેઠકો માટે આવતીકાલે ચૂંટણી, વિજય સખિયાએ પોલીસ પ્રોટેક્શન માગ્યું

    9 hours ago

    એશિયાના સૌથી મોટા ગણાતા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આવતીકાલે 8 સપ્ટેમ્બરે યોજાવાની છે, ત્યારે સહકારી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘની ચૂંટણીમાં સામ-સામે તમામ 10 ઉમેદવારો ભાજપના જ હોવાથી પાર્ટી દ્વારા નક્કી કરાયેલ નામના ઉમેદવારો જ મત આપવા વ્હિપ આપવામાં આવ્યું છે. જયારે બાકીની 5 બેઠકો પર ડેમેજ કંટ્રોલ કરવામાં જિલ્લા ભાજપનું નેતૃત્વ નિષ્ફ્ળ સાબિત થતા ચૂંટણી થશે. નાની સહકારી સંસ્થાની સત્તા હાંસલ કરવા માટે ગાંધીનગરથી માંડીને દિલ્લી હાઈકમાન્ડ સુધી ભારે લોબિંગ કરવામાં આવ્યું તેમ છતાં બે દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ વચ્ચે ડેમેજ કંટ્રોલ કરવામાં ભાજપ સંગઠન નિષ્ફળ રહ્યું છે. આ ચૂંટણીમાં બે પૂર્વ મંત્રીઓના જૂથ આમને-સામને આવી જતાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ સુધીની વર્ચસ્વની લડાઈમાં કોણ બાજી મારશે તેના પર સૌની નજર ટકેલી છે. ઉમેદવાર વિજય સખિયાએ પોલીસ પ્રોટેક્શન માગ્યુ રાજકોટ લોધીકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ની વર્ષ 2026ની ચુટણીમાં ભાજપ નેતા વિજય સખીયાએ ઉમેદવારી નોંધાવ્યા બાદ આવતીકાલે યોજાનાર ચૂંટણી દરમિયાન ચુંટણી વિના વિઘ્ને અને પારર્દશક રીતે થાય તથા ઉમેદવાર તરીકે સુરક્ષા મળે તે માટે પોતાના સ્વ ખર્ચે પોલીસ પ્રોટેકશન આપવા પોલીસ કમિશનર સમક્ષ લેખિત માગ કરી છે. બંને પક્ષો માટે એક-એક મત નિર્ણાયક ચૂંટણી કાર્યક્રમ અનુસાર આવતીકાલે 8 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી નિર્ધારિત મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 9 સપ્ટેમ્બરના રોજ સવારે 9:00 વાગ્યાથી મતગણતરી શરૂ કરીને આખરી પરિણામ જાહેર કરવામાં આવશે. 10 બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની 5 બેઠકો પર સામસામે 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે બંને પક્ષો માટે એક-એક મત નિર્ણાયક બની ગયો છે. આ પાંચેય ઉમેદવારને મત આપવા વ્હિપ, ભાજપ સામે ભાજપની લડાઈ! રાજકોટ લોધીકા સંઘની ચૂંટણી માટે પ્રદેશના નેતાઓની મધ્યસ્થી બાદ પણ સમાધાન ન થતા ભાજપ દ્વારા કુવાડવા જુથ બેઠક પર અરવિંદ રૈયાણી, માધાપર જુથ બેઠક પર પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા, ખોખડદડ જુથ બેઠક પર બાબુ નસીત, ત્રંબા જુથ બેઠક પર નિતીન રૈયાણી અને હલેન્ડા જુથ બેઠક પર મહેશ આસોદરીયાના નામની જાહેરાત કરી વ્હિપ આપવામાં આવ્યું છે અને આ પાંચેય ઉમેદવારને મત આપવા વ્હિપ આપવામાં આવ્યું છે. જેની સામે ભાજપના જ ઉમેદવારો ચિત્તની લડતા હોવાથી નાના એવા સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની લડાઈનું ચિત્ર સામે આવ્યું છે. બંને જૂથોના સમર્થક ડિરેક્ટરોને જીતાડવા એડીચોટીનું જોર ચૂંટણીમાં 5 બેઠકો પર સામસામે ખરાખરીનો જંગ જામ્યો છે. જેમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા મેદાનમાં ઉતર્યા છે, જ્યારે વિજય સખીયા સામે પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત બાબુ નસીત સામે હરજીભાઈ પીપડીયા, અનિરુદ્ધ સિંહ જાડેજા સામે નિતીન રૈયાણી તેમજ મહેશ આસોદરીયા સામે ધીરુભાઈ રોકડ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. બંને જૂથોએ પોતાના સમર્થક ડિરેક્ટરોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    'ભૈયાને સૈયાં બનાવી લે, તેને જૌહર વિશે શું ખબર પડે?':ધીરેન્દ્ર શાસ્ત્રી સ્વરા ભાસ્કર પર ભડક્યા, કહ્યું- 'રાણી પદ્માવતીનું જૌહર કાયરતા નહીં, બહાદુરી હતી'
    Next Article
    Narmda Sardar Sarovar Dam Water Level | નર્મદા ડેમ ઓવરફ્લો થવામાં 3 મીટર બાકી | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment