Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મનપાની ચૂંટણી પૂર્વે અઢી લાખ રઘુવંશીઓ ભાજપના વિરોધમાં:રઘુવંશી યુવા શક્તિ સંઘની સભામાં ટિકિટ કાપતા BJP MLA ડૉ.શાહ હાય હાયના પ્લે કાર્ડ બતાવાયા,રઘુવંશી ઉમેદવાર ન હોય ત્યાં NOTA ને મતના શપથ લેવાયા

    9 hours ago

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આડે હવે એક અઠવાડિયું જ બાકી છે ત્યારે રઘુવંશી સમાજના અઢી લાખ લોકો ટિકિટ ફાળવણીમાં અન્યાયને લઇને ભાજપના વિરોધમાં મેદાને આવ્યા છે. આજે 18 એપ્રિલના રઘુવંશી યુવા શક્તિ સંઘના નેજા હેઠળ એક સભા યોજાઈ હતી. જેમાં વોર્ડ નંબર 1,2 અને 3 માં ભાજપના પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે રઘુવંશી સમાજની ટિકિટ કાપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ દરમિયાન ડૉ. દર્શિતાહેબ શાહ હાય હાય, જ્યાં રઘુવંશી સમાજ નથી ત્યાં અમારો વોટ NOTA ને, ટિકિટ અમારી કાપી ભૂલ તમે મોટી કરી જેવા પ્લે કાર્ડ બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જ એવા પણ પોસ્ટર દેખાયા હતા જેમાં લખ્યું હતું કે 'મોદીજી સાથે વેર નથી, અન્યાયની હવે ખેર નથી.' જો આ અન્યાય ચાલુ રહેશે તો આગામી 2027 ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના 40 લાખ રઘુવંશીઓ ભાજપ વિરુધ્ધ મતદાન કરી ગુજરાતનો ઇતિહાસ બદલાવી નાખશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. અંતમાં રઘુવંશી સમાજની શપથ પત્રિકા વાંચી લોકોએ ભાજપને મત ન આપવાના શપથ લીધા હતા. રઘુવંશી યુવા શક્તિ સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કે. ડી. રઘુવંશીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીમાં રઘુવંશી સમાજને કરવામાં આવેલો છે તેના વિરુદ્ધમાં આજે રઘુવંશી સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં સમગ્ર રઘુવંશી સમાજની તમામ સંસ્થાઓ અને તેના વડીલો ઉપસ્થિત છે. સૌ કોઈએ નિર્ણય લીધો છે કે આ વખતે અમે ભારતીય જનતા પાર્ટીને મતદાન કરવાના નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિધાનસભા 69 ના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ દ્વારા પોતાના અંગત સ્વાર્થ માટે રઘુવંશી સમાજનો ગઢ ગણાતા વોર્ડ નંબર 1,2 અને 3 માંથી રઘુવંશી સમાજ ની ટિકિટ કાપવામાં આવી છે. રાજકોટ શહેરમાં રઘુવંશી સમાજની વસ્તી અઢીથી ત્રણ લાખ જેટલી છે. અમારી માગણી હતી કે રઘુવંશી સમાજમાંથી છ વ્યક્તિઓને ટિકિટ આપવામાં આવે પરંતુ ત્રણ વ્યક્તિઓને જ ટિકિટ આપવામાં આવી છે આ રીતે રઘુવંશી સમાજની ઉપેક્ષા કરવામાં આવેલી છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે સો ટકા મતદાન કરવાના નથી. વિધાનસભાની ચૂંટણી સુધી અમારો નિર્ણય નિશ્ચિત છે. આ સભા દરમિયાન કે.ડી.રઘુવંશીએ ભાજપના વિધાનસભા 69 ના ધારાસભ્ય દર્શિતાબેન શાહ સામે રોજ પ્રગટ કરતા જણાવ્યું હતું કે, "તમારા અહંકારના કિલ્લાને ધુળમાં મેળવી દઈશું. એ ગઢ અમારો છે અમે ગમે ત્યારે જીતી લઇશું. આજે રઘુવંશી સમાજ જાગ્યો છે. પક્ષને પાછા વળવાનો સમય નહીં મળે. જ્યારે ગુજરાત પ્રભારી કુલદીપ રઘુવંશીએ જણાવ્યુ હતુ કે, ભાગવત ગીતામાં લખ્યું છે કે હક્ક તો માંગવો જ પડે. અહીં રાજકોટમાં રઘુવંશીઓની બે થી અઢી લાખની સંખ્યા હોય તો એ લોકોને પ્રતિનિધિત્વ કોણ આપશે ? માત્ર ત્રણ મહિલા ઉમેદવારો અઢી લાખની વસ્તીને પ્રતિનિધિત્વ આપી શકે ? તો સામેથી જવાબ ના માં મળ્યો હતો. જે બાદ જાગૃતિપૂર્ણ રીતે મતદાન કરી અન્યાય સામે લડત આપવાની હાંકલ કરવામાં આવી હતી. રઘુવંશી સમાજની શપથ પત્રિકા આ સભા દરમિયાન રઘુવંશી સમાજ દ્વારા શપથ લેવામાં આવ્યા હતા. જે આ મૂજબ છે. "હું રઘુકુળનો વંશજ, આજે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને સંત શિરોમણી જલારામબાપા અને વીરપુરુષ લોહરગઢના અંતિમ રઘુવંશી રાજવી વીર રાણા જશરાજજીને સાક્ષી માનીને પ્રતિજ્ઞા લઉં છું કે..." 1. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં, મારા વોર્ડમાં જે પણ પક્ષનો રઘુવંશી ઉમેદવાર હશે, મારો અમૂલ્ય મત માત્ર તેને જ મળશે. 2. જે વોર્ડમાં રઘુવંશી સમાજની અવગણના કરીને આપણા ઉમેદવારને ટિકિટ આપવામાં નથી આવી ત્યાં હું કોઈ પણ પક્ષના લોભ-લાલચમાં આવ્યા વગર 'નોટા' (NOTA) માં મતદાન કરીશ અને ભાજપની અન્યાયી નીતિનો વિરોધ કરીશ. 3. સમાજ સાથે દગો કરનારા અને અંગત સ્વાર્થ ખાતર રઘુવંશીઓની ટિકિટ કાપનારા દર્શિતાબહેન શાહ જેવા નેતાઓનું અભિમાન હું મારા મતાધિકારથી ચકનાચૂર કરીશ. 4.આ લડાઈ મારા સ્વાભિમાનની છે, મારા સમાજની છે અને હું મારા છેલ્લા શ્વાસ સુધી સમાજની એકતા સાથે ઊભો રહીશ. 5.આજે અહીં જે પણ રઘુવંશી પરિવાર કે વ્યક્તિ ઉપસ્થિત નથી, તેમને પણ હું સમાજની સાથે ઊભા રહેવા આહવાન કરું છું અને તેમને જાગૃત કરી આ લડાઈમાં જોડવાની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું.
    Click here to Read More
    Previous Article
    SRH vs CSK IPL 2026 Highlights: Sunrisers beat Chennai by 10 runs
    Next Article
    Tim David Becomes 1st Cricketer To Major Feat In IPL With 1000-Run Milestone

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment