Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BJPએ રાહુલની 2018ની કૈલાશ યાત્રા પર સવાલો ઉઠાવ્યા:નિશિકાંતે કહ્યું- રાહુલ જણાવે, કયા બે ચીની મંત્રીઓને મળ્યા, 200 લોકોને શા માટે મોકલ્યા

    8 hours ago

    BJP સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધીની 2018ની કૈલાસ માનસરોવર યાત્રા અંગે સવાલો ઉઠાવ્યા છે. દુબેએ પૂછ્યું કે જ્યારે કોઈ ભારતીય સાંસદને કૈલાસ માનસરોવર જવાની મંજૂરી મળતી નથી, ત્યારે કોંગ્રેસ નેતાને આ મંજૂરી કેવી રીતે મળી. દુબેએ રાહુલની બે ચીની મંત્રીઓ સાથેની મુલાકાતની વિગતો માંગી છે. સાથે જ 2008માં કોંગ્રેસ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી વચ્ચે થયેલા કરાર હેઠળ ચીન મોકલાયેલા 200 લોકોની માહિતી પણ માંગી છે. પહેલા જુઓ 2018માં રાહુલની કૈલાસ યાત્રાની તસવીરો… BJP સાંસદના 5 સવાલો દુબેએ 2019ની બેઠકનો ઉલ્લેખ કર્યો ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ 2019માં ભુવનેશ્વરમાં યોજાયેલી ટાઉનહોલ બેઠકમાં રાહુલ ગાંધીના નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો. રાહુલે બે ચીની મંત્રીઓ સાથે ‘રોજગાર પેદા કરવા’ અંગે મુલાકાત કરી હોવાની વાત કહી હતી. દુબેએ કહ્યું કે રાહુલ ગાંધીનું આ નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે, કારણ કે વિદેશ મંત્રાલયે જૂન 2018માં કહ્યું હતું કે તિબેટીયન સ્વાયત્ત ક્ષેત્રની યાત્રા માટે રાહુલ ગાંધી તરફથી તેને કોઈ ઔપચારિક વિનંતી મળી નહોતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ વિનંતી ન તો સરકાર દ્વારા આયોજિત યાત્રાના માધ્યમથી આવી હતી અને ન તો ખાનગી યાત્રાના માધ્યમથી. 2008નો કરાર શું છે 7 ઑગસ્ટ 2008ના રોજ કોંગ્રેસ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (CPC) વચ્ચે પાર્ટી-ટુ-પાર્ટી આદાનપ્રદાન માટે એક MoU થયો હતો. તે સમયે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી અને ચીન તરફથી વાંગ જિયારુઈએ તેના પર હસ્તાક્ષર કર્યા હતા. BJPનો આરોપ છે કે આ કરાર હેઠળ કોંગ્રેસના લોકોને ચીન મોકલવામાં આવ્યા હતા. કોંગ્રેસ કહેતી રહી છે કે આ સામાન્ય પાર્ટી આદાનપ્રદાન હતું અને તેમાં કોઈ ગુપ્ત બાબત નથી. દુબેએ પારદર્શિતા જાળવવાની માંગ કરી દુબેએ કહ્યું કે ભારત અને ચીનના સંબંધોમાં વ્યૂહાત્મક, રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા સંવેદનશીલ પાસાઓ સામેલ છે. તેમણે કહ્યું કે મુખ્ય ભારતીય રાજકીય નેતાઓ અને ચીની સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની કોઈપણ વાતચીતની જાહેર તપાસ જરૂરી છે. BJP સાંસદે કહ્યું કે દેશને આ પ્રશ્નોના સ્પષ્ટ જવાબો મળવા જોઈએ. તેમણે કહ્યું, “વિદેશી સરકારો સાથેની વાતચીતમાં પારદર્શિતા કોઈ રાજકીય મુદ્દો નથી. આ જવાબદારી અને રાષ્ટ્રીય હિતનો મામલો છે.”
    Click here to Read More
    Previous Article
    India A vs New Zealand A, 3rd Unofficial Test Day 3 Highlights
    Next Article
    Anthropic Launches New Models Ahead Of IPO: Claude Fable 5.2, Mythos 5.2

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment