Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં કોંગ્રેસે પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપતાં વિરોધ:મેવાણીનો એક ઉમેદવાર માટે ઘરે-ઘરે પ્રચાર, ત્રણ જોડાયા પણ નહીં; BJPના ઉમેદવાર પર મહિલા વિફરી

    5 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે કડીમાં પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નીતિન પટેલ પર નિશાન સાધ્યું છે. નંદાસણમાં ભાજપના જ હોદ્દેદારો ગાયોને કતલખાને મોકલતા હોવાનો આરોપ લગાવ્યો છે. બળદેવજી ઠાકોરે કહ્યું કે, ભાજપના શાસનમાં યુવાનોને દારૂના રવાડે ચઢાવવાનું કામ થઈ રહ્યું છે, ભાજપે રાજકરણને વેપારમાં બદલી નાખ્યું છે. ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા છે. પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપતાં ચાંદખેડામાં વિરોધ અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં વિરોધના કારણે સ્ટાર પ્રચારકે મિટિંગ સ્થળ બદલવું પડ્યું. જીગ્નેશ મેવાણી વોર્ડના હોદ્દેદારોની મિટિંગ યોજવાના હતા, પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી હોવાથી વિરોધ થતા મેવાણીએ એક ઉમેદવાર માટે ઘરે ઘરે જઈ પ્રચાર કરવો પડ્યો. ત્રણ ઉમેદવાર તો પ્રચારમાં પણ ના જોડાયા. અમદાવાદમાં ભાજપના ઉમેદવારનો વિરોધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ઉમેદવારો હવે દોડતું ડોર પ્રચારમાં નીકળી રહ્યા છે ત્યારે પ્રજા પોતાનો રોષ તેમની સામે ઠાલવી રહી છે. અમદાવાદમાં એક બાદ એક ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રામોલ- હાથીજણ વોર્ડમાં મત માંગવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવાર એવા મૌલિક પટેલ અને કાર્યકર્તાઓનો મહિલાએ વિરોધ કર્યો હતો. ‘જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ’ મહિલાએ 'રોડ પર પડેલા ખાડા અને અન્ય સમસ્યાઓને લઈને જ્યારે 10 વખત રજૂઆત કરી ત્યારે જોવા આવ્યો નહીં અને હવે મત માંગવા માટે આવ્યા છો એટલે જેવા આવ્યા છો એવા અહીંયાથી નીકળી જાઓ' એમ કહી વાત કરી હતી. મહિલા ઉગ્ર વિરોધ કરી રહી હતી ત્યારે કાર્યકર્તા વચ્ચે બોલતા દારૂડિયાઓને લઈને આવો છો એવું પણ બોલી હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
    Click here to Read More
    Previous Article
    દીપિકા-રણવીરના ઘરે ફરી ગુંજશે કિલકારી:40ની ઉંમરે એક્ટ્રેસ બીજી વખત માતા બનશે, પ્રેગ્નન્સી કિટ સાથે દુઆની ક્યૂટ તસવીરે લોકોના દિલ જીત્યા
    Next Article
    ખેતરમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો:કુડાસણમાં 12 જુગારી ઝડપાયા, 58 હજારનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment