Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપે નીતિનકાકાને ખૂણામાં મૂકી દીધા-કડીમાં બળદેવજી ઠાકોર:'BJPએ રાજકરણને વેપારમાં બદલી નાખ્યું', રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર બાખડ્યા, સુરતમાં અલ્પેશ કથીરિયા સામે જનતાનો રોષ

    6 days ago

    ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે 18 એપ્રિલના રોજ રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો હતો. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો આક્ષેપ કરનાર રખિયાલ-સરસપુર વોર્ડના મહિલા પ્રમુખ ભાવનાબેન ગુપ્તાએ વાળ ખેંચી લાફો ઝીંકયો હોવાનો દાવો કર્યો હતો. જ્યારે રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર વશરામ સાગઠીયા અને ભાજપના ઉમેદવાર વચ્ચે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં બંને પક્ષના નેતા પહેલા તો એકબીજાને ગળે મળ્યા હતા. બાદમાં મામલો બિચક્યો હતો અને બંને ઉમેદવારોએ એકબીજા પ્રત્યે તોછડી ભાષાનો પ્રયોગ કર્યો અને બંનેએ એકબીજાને "થાય તે કરી લેજે" તેવી ખુલ્લી ચીમકીઓ પણ આપી હતી. આભા દેસાઈએ રાજીનામા મુદ્દે સ્પષ્ટતા કરી આ ઉપરાંત રાજકોટ વોર્ડ 10ના કોંગ્રેસ ઉમેદવાર આભા દેસાઈએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાના સમાચાર વાયુ વેગે સોશિયલ મીડિયામાં ફેલાયા હતા, ત્યારે આ બાબતે સ્પષ્ટતા કરતા ખુદ આભા દેસાઈએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ પક્ષ સાથે જ છું અને હાલ માર વિસ્તારમાં પ્રચાર કરી રહી છું. મેં રાજીનામું આપ્યું આ માત્ર અફવા છે. ‘અમે પાટીદારોએ દંડા ખાધા, ભાગો છો કેમ?’ સુરતમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ કથીરિયા જ્યારે પોતાની ટીમ સાથે સોસાયટીમાં પ્રચાર અર્થે પહોંચ્યા ત્યારે તેમને જનતાના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પાટીદાર મતદારોએ નેતાઓને રોકડું પરખાવતા કહ્યું હતું કે, અમે આંદોલન વખતે પાટીદારોએ દંડા ખાધા છે, તો અત્યારે સવાલ પૂછીએ છીએ તો તમે ભાગી કેમ જાઓ છો? સુરતમાં હવે AI વોટ અપાવશે હવે AI વોટ અપાવશે. કઈ જ્ઞાતિને કયો મેસેજ જોઈએ તે નક્કી કરશે. આજના ટેકનોલોજીના યુગમાં ચૂંટણી પ્રચાર હવે માત્ર સભાઓ અને પત્રિકાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી ત્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પ્રચારમાં આધુનિક ટેકનોલોજીનો મજબૂત ઉપયોગ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- અમેરિકા પર ભરોસો નથી, હાલત વધુ વણસી શકે:હોર્મુઝમાંથી અમારા જહાજો નહીં નીકળે તો કોઈના પણ નહીં નીકળવા દઈએ
    Next Article
    વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં ડોક્ટરને કડવો અનુભવ:અનલિમિટેડ માર્ગેરીટા પિત્ઝામાંથી નીકળ્યો વાળ; યોગ્ય જવાબ ન મળતા AMCમાં કરી ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment