Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપામાં BJP, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે કાંટાની ટક્કર:120 બેઠકો માટે 483 ઉમેદવારો મેદાનમાં, આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સ્પષ્ટ

    1 week ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે 16 ઉમેદવારોએ પોતાના નામાંકન પાછા ખેંચતા હવે સુરતના 30 વોર્ડની 120 બેઠકો માટે કુલ 483 ઉમેદવારો qવચ્ચે રાજકીય સંગ્રામ ખેલાશે. ખાસ કરીને આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, જેના કારણે સુરતનું રાજકારણ ગરમાયું છે. 1059 ફોર્મમાંથી 561 રદ થતા સમીકરણો બદલાયા સુરત મનપાની ચૂંટણી પ્રક્રિયામાં શરૂઆતમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં કુલ 1059 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જોકે, ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી ચકાસણી દરમિયાન ટેકનિકલ કારણોસર 561 ફોર્મ રદ કરવામાં આવ્યા હતા. આજે નામ પરત ખેંચવાની અંતિમ મુદત પૂર્ણ થતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. હવે આગામી 26મી એપ્રિલના રોજ મતદાન યોજાશે, જેમાં શહેરના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નગરસેવકોની પસંદગી કરશે. ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા, 135 અપક્ષો પણ મેદાનમાં રાજકીય પક્ષોના ગણિત પર નજર કરીએ તો, સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ (BJP) તમામ 120 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે 117 અને આમ આદમી પાર્ટીએ 111 ઉમેદવારોને ટિકિટ આપી છે. આ ઉપરાંત 135 જેટલા અપક્ષ અને અન્ય નાના પક્ષોના ઉમેદવારો પણ મુખ્ય પક્ષોના સમીકરણો બગાડવા માટે તૈયાર છે.ઉમેદવારીપત્રોની આખરી યાદી પ્રસિદ્ધ થતાની સાથે જ હવે શહેરના તમામ વોર્ડમાં ડોર-ટુ-ડોર પ્રચાર અને સોશિયલ મીડિયા વોર વેગવાન બનશે. શાંતિપૂર્ણ મતદાન માટે ચૂંટણી પંચની આખરી તૈયારીઓ ચૂંટણી પંચ અને વહીવટીતંત્ર દ્વારા સુરત મહાનગરપાલિકાની આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આદર્શ આચારસંહિતાના કડક પાલન સાથે પોલીસ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સંવેદનશીલ બૂથો પર ખાસ વોચ રાખવા અને મતદારોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ સ્તરે સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: યુદ્ધમાં સૌથી મોટી ઊથલપાથલ:હવે યૂરોપ હોર્મુઝમાં ઘેરો નાખશે, પોતાનું નવું નાટો બનાવશે, અમેરિકાથી અલગ સિક્રેટ પ્લાન-B તૈયાર
    Next Article
    AMTS બસ ધક્કા ગાડી બની:લાલ દરવાજા વિક્ટોરિયા ગાર્ડન પાસે બસ બંધ પડી જતા ટ્રાફિક જવાનો અને લોકોએ ધક્કો મારી સાઈડમાં કરવી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment