Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં BJPનો વોટ શેર 10% વધ્યો:કોંગ્રેસનો પણ 9% વધ્યો; AAPને 17.39 ટકા વોટનું નુકસાન, 2021માં 21.77% વોટ મેળવનારી AAP આ વખતે 4.38% પર

    2 days ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે BJPનો વોટ શેર વધ્યો છે, જ્યારે AAPના વોટ શેરમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2021 અને 2026ની ચૂંટણીના આંકડાની સરખામણી કરતાં BJPનો વોટ શેર 46.49%થી વધીને 56.65% થયો છે. કોંગ્રેસનો વોટ શેર પણ 28.02%થી વધીને 37.05% થયો છે. બીજી તરફ, 2021માં 21.77% મત મેળવનારી આમ આદમી પાર્ટીનો વોટ શેર ઘટીને 4.38% રહ્યો છે. આ ગણતરી 2026ના 11 વોર્ડના ઉપલબ્ધ આંકડા અને 2021ના જાહેર થયેલા વોટ શેરના આધારે કરવામાં આવી છે. BJPનો વોટ શેર 10.16 ટકા વધ્યો 2021ની ચૂંટણીમાં BJPને 46.49% મત મળ્યા હતા. આ વખતે 11 વોર્ડના ઉપલબ્ધ આંકડા મુજબ BJPના ઉમેદવારોને કુલ 3,08,672 મત મળ્યા છે અને તેનો વોટ શેર 56.65% રહ્યો છે. આમ, પાંચ વર્ષમાં BJPના વોટ શેરમાં 10.16 ટકાનો વધારો થયો છે. કોંગ્રેસનો વોટ શેર પણ 9.03 ટકા વધ્યો કોંગ્રેસ માટે પણ વોટ શેરના આંકડા વધારો દર્શાવે છે. 2021માં કોંગ્રેસને 28.02% મત મળ્યા હતા, જ્યારે આ વખતે તેને કુલ 2,01,908 મત મળ્યા છે અને વોટ શેર 37.05% રહ્યો છે. એટલે કોંગ્રેસના વોટ શેરમાં 9.03 ટકાનો વધારો થયો છે. જોકે, વોટ શેરમાં વધારો થવા છતાં પક્ષને માત્ર 5 બેઠકો મળી છે તે અલગ બાબત છે. AAPનો વોટ શેર 21.77%થી ઘટીને 4.38% થયો આ ચૂંટણીમાં સૌથી મોટો ફેરફાર AAPના વોટ શેરમાં જોવા મળે છે. 2021માં AAPને 21.77% મત મળ્યા હતા, જ્યારે આ વખતે 23,894 મત સાથે તેનો વોટ શેર 4.38% રહ્યો છે. આમ, AAPના વોટ શેરમાં 17.39 ટકાનો ઘટાડો થયો છે. 2021માં AAPએ એક બેઠક જીતી હતી, જ્યારે 2026ના જાહેર થયેલા પરિણામમાં પક્ષને એક પણ બેઠક મળી નથી. BJP અને કોંગ્રેસ વચ્ચે 19.60 ટકાનો તફાવત 2026ના ઉપલબ્ધ આંકડા મુજબ BJPનો વોટ શેર 56.65% અને કોંગ્રેસનો 37.05% છે. બંને પક્ષ વચ્ચે 19.60 ટકાનો તફાવત છે. અપક્ષ ઉમેદવારોને કુલ 9,573 મત મળ્યા છે, જેનો વોટ શેર 1.76% થાય છે. બહુજન સમાજ પાર્ટીને 875 મત મળ્યા છે અને તેનો વોટ શેર 0.16% રહ્યો છે. બેઠકોના પરિણામમાં પણ ફેરફાર 2021ની ચૂંટણીમાં BJPએ 44માંથી 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને AAPને 1 બેઠક મળી હતી. 2026ના જાહેર થયેલા પરિણામ મુજબ BJPને 38, કોંગ્રેસને 5 અને અપક્ષને 1 બેઠક મળી છે. એટલે BJPની બેઠકોમાં 3નો ઘટાડો થયો છે, જ્યારે કોંગ્રેસની બેઠકો 2થી વધીને 5 થઈ છે. અપક્ષે એક બેઠક જીતી છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ક્યાંક જેન-જીનો વિજય તો ક્યાંક હાર ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ક્યાંક જેન-જી ઉમેદવારોએ જીત મેળવી છે, તો ક્યાંક તેમને હારનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 4માં ભાજપના રૂપવતસિંહ ઠાકોર વિજેતા બન્યા છે. વોર્ડ નંબર 6માં કોંગ્રેસનાં મેઘનાબેન રબારી અને કર્મજીતસિંહ વાઘેલાએ જીત મેળવી છે. વોર્ડ નંબર 9માં ભાજપનાં વૈદેહિ રાવલ અને વોર્ડ નંબર 10માં ભાજપનાં તન્વી પટેલ વિજેતા બન્યાં છે. બીજી તરફ, વોર્ડ નંબર 6માં ભાજપના ઉમેદવાર રાજદીપસિંહ ગોલ અને રીંકુબા ડોડીયાને હારનો સામનો કરવો પડ્યો છે. વોર્ડ નંબર 7માં ભાજપના ભાવિક સુતરિયા હાર્યા છે, જ્યારે કોંગ્રેસના ફેનીલ પટેલને પણ હાર મળી છે. વોર્ડ નંબર 3માં કોંગ્રેસનાં શિવાની શાહ અને હેતલ રાઠોડ ચૂંટણી હાર્યાં છે. આ ઉપરાંત વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ફેવિન પટેલ અને વોર્ડ નંબર 9માં કોંગ્રેસના ધ્રુવ પટેલને પણ હારનો સામનો કરવો પડ્યો છે. આમ, ગાંધીનગર મનપાની ચૂંટણીમાં યુવા ઉમેદવારોમાં કેટલાકે જીત મેળવી પોતાની રાજકીય સફરની શરૂઆત કરી છે, જ્યારે કેટલાક ઉમેદવારોને જનતાએ નકારી કાઢ્યા છે.
    Click here to Read More
    Previous Article
    લક્ષ્મી સ્કાય સિટીમાં બીજા નોરતે ગરબાની રમઝટ:નારોડામાં સોસાયટીના ખેલૈયાઓએ જમાવી ધૂમ, 2026ની નવરાત્રીનો ઉત્સાહ
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સ્ટેન્ઝા એપાર્ટમેન્ટમાં નવરાત્રીનો પ્રારંભ, VIP રોડ શેલા ખાતે માતાજીના ઘટ સ્થાપન સાથે પ્રથમ દિવસની ઉજવણી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment