Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BFI મહાસચિવ પ્રમોદ કુમાર સસ્પેન્ડ:નાણાકીય ગેરરીતિ અને અધિકારોના દુરુપયોગના આરોપો, PM મોદીને પત્ર લખ્યાના એક દિવસ બાદ કાર્યવાહી

    23 hours ago

    બોક્સિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (BFI)ના પ્રમુખ અજય સિંહે મહાસચિવ પ્રમોદ કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. પ્રમોદ કુમાર પર કથિત નાણાકીય ગેરરીતિ, તપાસમાં સહયોગ ન કરવો અને સત્તાના દુરુપયોગના આરોપો છે. તેમની સામેની તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સસ્પેન્શન ચાલુ રહેશે. મંગળવારે જારી કરાયેલા આદેશમાં અજય સિંહે જણાવ્યું હતું કે પ્રમોદ કુમારે જરૂરી મંજૂરી વિના પ્રસારણ વ્યવસ્થા માટે વર્ક ઓર્ડર જારી કર્યો હતો. તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ પ્રમોદ કુમાર પર નેશનલ ચેમ્પિયનશિપ રદ થવાની તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ છે. આ ઉપરાંત, તેમણે BFI પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે અનધિકૃત બેઠક બોલાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તપાસ પૂરી થાય ત્યાં સુધી સસ્પેન્શન આદેશ અનુસાર, પ્રમોદ કુમારને મહાસચિવ પદેથી તાત્કાલિક અસરથી વચગાળાના ધોરણે સસ્પેન્ડ કર્યા છે. આ કાર્યવાહી તપાસ પૂરી થાય અથવા સક્ષમ સત્તાધિકારીના આદેશમાં ફેરફાર કરવામાં આવે અથવા તેને રદ કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સસ્પેન્શન વચગાળાનું પગલું છે અને તેને આરોપો અંગેનો અંતિમ નિર્ણય માનવામાં આવશે નહીં. મોદીને પત્ર લખ્યાના એક દિવસ બાદ કાર્યવાહી પ્રમોદ કુમારે 13 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને BFIના અધ્યક્ષ અજય સિંહ અને કાર્યકારી નિયામક કર્નલ અરુણ મલિક પર આરોપો લગાવ્યા હતા. કુમારે દાવો કર્યો હતો કે બંનેએ અજય સિંહ વિરુદ્ધ પ્રસ્તાવિત અવિશ્વાસ પ્રસ્તાવને રોકવા માટે તેમને ‘ફોજદારી ધમકી’ આપી હતી. જોકે, કર્નલ અરુણ મલિકે આ આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    बच्चों को मूंगफली खिलाने से क्या होगा?
    Next Article
    અય્યર T20 બેટર્સની રેન્કિંગમાં ચોથા નંબર પર પહોંચ્યો:સદી ફટકારવાનો ફાયદો મળ્યો, હવે ટૉપ-4માં 3 ભારતીય; પાકિસ્તાની કેપ્ટન નંબર-3 પર છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment