Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCG ચૂંટણીને લઈને હાઇકોર્ટમાં અરજી:પક્ષકારોને નોટિસ પાઠવી, મહિલા અનામતને લઈને સુપ્રીમકોર્ટના નિર્દેશોનો BCG પરિણામમાં ભંગ થયો હોવાની રજૂઆત

    7 hours ago

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી 6 માર્ચે યોજાઈ હતી. જેનું પરિણામ પણ જાહેર થઈ ચૂક્યું છે. પરંતુ 2 મહિલા ઉમેદવારના કો ઓપ્શનને લઈને કોકડું ગૂંચવાયું છે. આ ચૂંટણીમાં 99 એડવોકેટ ઉમેદવાર તરીકે ઊભા હતા. જ્યારે રાજ્યમાંથી 76 હજારથી વધુ અને અમદાવાદમાંથી 18 હજારથી વધુ વકીલો મતદાતા હતા. રાજ્યના 150 સેન્ટર ઉપર મતદાન યોજાયું હતું. BCG ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય ઠર્યા હતા. કુલ 23 ઉમેદવારો BCGના સભ્યો નક્કી થવાના હતા. જેઓ પોતાના ચેરમેન અને કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરવાના છે. માત્ર 3 મહિલા ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં મહિલા ઉમેદવાર મનીષા પરીખ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે BCG ચૂંટણી પરિણામોમાં 5 મહિલા ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા નથી. મહિલા કેટેગરીમાં માત્ર 3 મહિલા ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જે સમાન પ્રતિનિધિત્વના અધિકારના ખ્યાલની વિરુદ્ધ, અન્યાયી અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું ખોટું અર્થઘટન કરનાર છે. 30 ટકા મહિલા સભ્યોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવે અરજદારે અરજીમાં જણાવ્યું હતું કે, ભારતની વિવિધ બાર કાઉન્સિલમાં સમાન તક મળે તે હેતુથી સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્દેશ અપાયો હતો કે રાજ્ય બાર કાઉન્સિલના બંધારણમાં 30 ટકા મહિલા સભ્યોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવામાં આવે. એવો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે કે જો ચૂંટણી દ્વારા 30 ટકા પ્રતિનિધિત્વ સુરક્ષિત ન થાય, તો 10 ટકા સભ્યોની પસંદગી કો-ઓપ્શન દ્વારા કરવામાં આવે. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશનું બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા યોગ્ય અર્થઘટન કરવામાં આવ્યું નથી અને 30 ટકા મહિલા અનામત તેમજ તેની ગણતરીની રીત ખોટી રીતે દર્શાવવામાં આવી છે, જેનાથી 30 ટકાની ગણતરીમાં ઘટાડો થાય છે, જે સુપ્રીમ કોર્ટના આશયથી વિપરીત છે. તમામ ઉમેદવારોને સામાન્ય ઉમેદવારો તરીકે ગણવાના હોય છે BCG ચૂંટણીના પરિણામોમાં મહિલા કેટેગરી સિવાયની કેટેગરીમાં 18 ઉમેદવારો સુધી વિજેતા જાહેર કરવાને બદલે માત્ર 3 મહિલા ઉમેદવારોને વિજેતા જાહેર કર્યા હતા. પરિણામની આ જાહેરાત સુપ્રીમ કોર્ટના નિર્ણય અને અનામતના મૂળભૂત ખ્યાલની વિરુદ્ધ છે. જેમાં તમામ ઉમેદવારોને સામાન્ય ઉમેદવારો તરીકે ગણવાના હોય છે અને સામાન્ય બેઠકો ભરાઈ ગયા પછી, અનામત ક્વોટા મુજબ પરિણામ જાહેર કરવાનું હોય છે. તેથી 18 ઉમેદવારોના પરિણામ જાહેર થયા પછી, ઇલેક્શન કમિશનરે 5 મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવું જોઈતું હતું. જેઓ સામાન્ય ઉમેદવારોની યાદીમાં સ્થાન મેળવી શક્યા ન હતા. ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી અરજદાર મહિલા કેટેગરીમાં 6માં ક્રમે હતા.મહિલા ઉમેદવારોએ પહેલેથી જ ક્રમ 10, 14 અને 18 બેઠકોની મર્યાદામાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. આવી સ્થિતિમાં, જો મહિલા પ્રતિનિધિત્વ માટે 5 બેઠકો ચાલુ રાખવામાં આવી હોત, તો અરજદારને મહિલા કેટેગરીમાં ક્રમ 4 પર વિજેતા જાહેર કરવામાં આવ્યા હોત. જો કે અનામતના કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્ણયના ખોટા અમલીકરણને કારણે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, તેથી હાઈકોર્ટ દ્વારા તેને રદબાતલ કરવું આવશ્યક છે અને અરજદાર તથા અન્ય એક ભૂમિકાબેન પટેલને મહિલા કેટેગરીમાં વિજેતા જાહેર કરવા જોઈએ. આ અરજી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 30 જૂનના રોજ રાખી છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે કચ્છમાં કમોસમી વરસાદ:40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, આજે 5 શહેરોમાં 40 ડિગ્રી કરતા વધુ ગરમી
    Next Article
    Top Court Rejects Plea For Central Forces In Bengal, Cites Executive's Role

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment