Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ:BCCI ₹131 કરોડ આપશે, ખેલાડીઓ, સ્ટાફ અને સિલેક્ટર્સને અભિનંદન પાઠવ્યા, ભારત ત્રીજી વખત T20 વર્લ્ડ ચેમ્પિયન

    1 day ago

    ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ T20 વર્લ્ડકપ 2026 જીતવા બદલ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. ભારતે રવિવારે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતા ન્યુઝીલેન્ડને હરાવી ટ્રોફી જીતી લીધી. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ પોતાનો ખિતાબ જાળવી રાખ્યો અને T20 વર્લ્ડકપના ઇતિહાસમાં સતત બે વાર ટ્રોફી જીતનારી પ્રથમ ટીમ બની ગઈ. BCCI એ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને સિલેક્ટર્સને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. બોર્ડે આશા વ્યક્ત કરી કે ટીમ ભવિષ્યમાં પણ આ જ રીતે શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરતી રહેશે. ભારતીય ટીમને 27.5 કરોડ પ્રાઇઝ મની મળી રિપોર્ટ અનુસાર, T20 વર્લ્ડકપ 2026 જીત્યા બાદ ભારતીય ટીમને 3 મિલિયન ડોલર (લગભગ 27.5 કરોડ રૂપિયા)ની ઇનામી રકમ મળી. જ્યારે, રનર-અપ ન્યુઝીલેન્ડને 1.6 મિલિયન ડોલર (લગભગ 14.7 કરોડ રૂપિયા) આપવામાં આવ્યા. જોકે, આ વખતે ICCએ પ્રાઇઝ મનીની સત્તાવાર જાહેરાત કરી ન હતી, જ્યારે સામાન્ય રીતે દરેક ટુર્નામેન્ટમાં તેની માહિતી અગાઉથી જ આપી દેવામાં આવે છે. ભારત 3 T20 વર્લ્ડકપ જીતનારો પ્રથમ દેશ ભારતીય ટીમ 2024 પછી 2026માં પણ ચેમ્પિયન બની અને T20 વર્લ્ડકપનો ખિતાબ ડિફેન્ડ કરનારી પ્રથમ ટીમ બની ગઈ. આ સાથે જ ભારત ત્રણ T20 વર્લ્ડકપ (2007, 2024 અને 2026) જીતનારી દુનિયાની પ્રથમ ટીમ પણ બની. અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં જીત સાથે ભારતે પ્રથમ વખત પોતાના ઘરઆંગણે T20 વર્લ્ડકપ ટ્રોફી પણ જીતી. આ પહેલા ટીમે 2007માં સાઉથ આફ્રિકા અને 2024માં વેસ્ટ ઇન્ડીઝમાં ખિતાબ જીત્યો હતો. હવે ભારતના નામે ત્રણ T20 વર્લ્ડકપ ટ્રોફી થઈ ગઈ છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને ઇંગ્લેન્ડ બે-બે વાર જ આ ખિતાબ જીતી શક્યા છે. સૂર્યાનું 500 વર્ષ જૂની અડાલજની વાવમાં ફોટોશૂટ T20 વર્લ્ડકપ જીત્યા પછી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની ઉજવણીના અલગ-અલગ અંદાજ જોવા મળ્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ગાંધીનગર સ્થિત 500 વર્ષ જૂની ઐતિહાસિક અડાલજની વાવમાં ટ્રોફી સાથે ફોટોશૂટ કરતા જોવા મળ્યા. જસપ્રીત બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ, સંજુ સેમસન પ્લેયર ઑફ ધ સિરીઝ ફાઈનલ મેચમાં 15 રન આપીને 4 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પ્લેયર ઑફ ધ મેચ રહ્યો. બીજી તરફ, 5 મેચમાં 3 ફિફ્ટીની મદદથી 321 રન બનાવનાર સંજુ સેમસનને પ્લેયર ઑફ ધ સિરીઝ પસંદ કર્યો. --------------------------------------- સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો… T20 વર્લ્ડકપ ટીમ ઓફ ધ ટુર્નામેન્ટમાં સંજુ-બુમરાહ સહિત 4 ભારતીય:સાઉથ આફ્રિકાના માર્કરમ કેપ્ટન, પાકિસ્તાનના ફરહાન અને વેસ્ટ ઈન્ડિઝના હોલ્ડર પણ સામેલ ICC એ સોમવારે T-20 વર્લ્ડ કપ 2026 ની ટીમ ઓફ ધ ટુર્નામેન્ટની જાહેરાત કરી છે. ચેમ્પિયન બનેલી ભારતીય ટીમના ચાર ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમાં સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહના નામ છે. સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    In his swan song yatra, Nitish strikes optimistic note for Bihar; deputy says he’s not going anywhere
    Next Article
    મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું- પાત્ર મતદારનું નામ કપાશે નહીં:સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ યોજવી એ આયોગની પ્રાથમિકતા છે, લોકોએ ફરી કાળા ઝંડા ફરકાવ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment