Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCCI હવે IPLના ફોર્મ પર વર્લ્ડ કપની ટીમ સિલેક્ટ કરશે!:2027ના ODI ટુર્નામેન્ટ માટે 20 ભારતીય ખેલાડીઓ શોર્ટલિસ્ટ, સિલેક્ટર્સ તેમના પરફોર્મન્સ અને ફિટનેસ પર નજર રાખશે

    1 week ago

    28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL ભારતીય ખેલાડીઓ માટે ખાસ રહેવાની છે. T20 ફોર્મેટમાં રમાનારી આ લીગથી ટીમ ઇન્ડિયાની વન-ડે વર્લ્ડ કપ 2027ની ટીમ નક્કી થશે. ન્યૂઝ એજન્સી PTIએ BCCI સૂત્રના હવાલેથી આ માહિતી આપી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની સિલેક્શન કમિટીએ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમના પ્રદર્શન પર આ IPL દરમિયાન ખાસ નજર રાખવામાં આવશે. અજીત અગરકરની આગેવાની હેઠળની સમિતિનું ફોકસ આ ખેલાડીઓની ફોર્મ અને ફિટનેસ પર રહેશે. એટલું જ નહીં, પંજાબના મુલ્લાનપુરમાં 6 થી 10 જૂન સુધી અફઘાનિસ્તાન સામે રમાનારી ટેસ્ટ મેચમાં પણ ટીમ ઈન્ડિયા પોતાની ફુલ-સ્ટ્રેન્થ સાથે ઉતરશે. તમામ સિનિયર ખેલાડીઓ તેમાં રમશે. સ્ટેડિયમ જઈને મેચ જોશે સિલેક્ટર્સ સિલેક્ટર્સના ઝોન વહેંચાયા, અગરકર મુંબઈમાં રહેશે પસંદગીકારોની જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકર મુંબઈમાં રહેશે, જ્યારે એસ.એસ. દાસ કોલકાતાથી મેચ જોશે. જ્યારે આર.પી. સિંહ અને અજય રાત્રા NCR ક્ષેત્રમાં હાજર રહેશે, જ્યારે પ્રજ્ઞાન ઓઝા બેંગલુરુ અને હૈદરાબાદમાં મેચ પર નજર રાખશે. અફઘાન ટીમ સામેની ટેસ્ટમાં ભારત સિનિયર ટીમ ઉતારશે અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં ભારત પોતાની ફુલ-સ્ટ્રેન્થ ટીમ ઉતારશે. જોકે, આ મેચમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ નહીં મળે, તેમ છતાં ટીમ મેનેજમેન્ટ તેને હળવાશથી લઈ રહ્યું નથી. ઑગસ્ટથી માર્ચ વચ્ચે ભારતને 9 ટેસ્ટ રમવાની છે, તેથી તમામ રેડ-બોલ ખેલાડીઓ આ મુકાબલામાં ઉપલબ્ધ રહેશે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે બુમરાહ અને સિરાજ, જો IPL દરમિયાન ફિટ રહે છે, તો અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ સ્ક્વોડનો ભાગ હશે.
    Click here to Read More
    Previous Article
    Iran Israel US War Update LIVE : F35 जेट ईरान के सामने कैसे हुआ फेल?| Iran Attack US F35 Fighter Jet
    Next Article
    સેન્સેક્સ 326 પોઈન્ટ વધીને 74,533 પર બંધ:નિફ્ટીમાં પણ 112 પોઈન્ટની તેજી, ક્રૂડ ઓઇલ ઘટીને $107 થયું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment