Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BCAની ચૂંટણીમાં વચગાળાની વ્યવસ્થા યથાવત:બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટમાં 14 એપ્રિલ વધુ સુનાવણી

    14 hours ago

    બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે થયેલી અરજી ઉપર હાઇકોર્ટના સિંગલ જજે આપેલા ચુકાદા સામે ડબલ જજની બેંચ સમક્ષ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા અપીલ દાખલ કરવામાં આવી છે. આજે પક્ષકારોને સાંભળીને વધુ સુનાવણી 14 એપ્રિલે રાખવામાં આવી છે. ત્યાં સુધી સિંગલ જજે કરેલ વચગાળાની વ્યવસ્થા યથાવત રહેશે. રિટર્નિંગ ઓફિસરના નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટમાં લંબાણપૂર્વ સુનાવણી બાદ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા BCAની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા. આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતો. BCAની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડેના કાર્ય કરશે જો કે સિંગલ જજ દ્વારા રિસ્પોન્ડન્ટની વિનંતી ઉપર વચગાળાની વ્યવસ્થા વધારવામાં આવી હતી. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડે ના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકશે નહીં. બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી મૂળ આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં વડોદરાથી અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં BCCI, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી. જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022ના ચુકાદા મુજબ 9 વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી 3 વર્ષનો કુલિંગ પિરિયડ જરૂરી છે. વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહીં જેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં બરોડા ક્રિકેટ એસોસિયેશન વતી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને સુધારવામાં આવ્યું છે. ફરિયાદો માટે ઓમ્બ્યુસમેન્ટની રચના છે. જેના ચેરમેન તરીકે કેરાલા હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ એ.જે.દેસાઈ કાર્યરત છે. જ્યારે અરજદારો પાસે બીજી કાનૂની પ્રક્રિયા ઉપલબ્ધ છે, ત્યારે હાઇકોર્ટમાં સીધી અરજી ટકવા પાત્ર નથી. સામે પક્ષે અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે BCCI અને BCA સંપૂર્ણપણે ખાનગી વ્યક્તિઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ ક્રિકેટ ઉપર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો સંપૂર્ણ કાબુ છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ક્રિકેટ બોડી ભંગ કરી શકે નહીં. અરજદારોના વાંધા ઉપર નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરવી તે લોકશાહીના સિદ્ધાંતોનો ભંગ છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે ગુજરાત હાઇકોર્ટે બંને પક્ષકારોને સાંભળીને પ્રાથમિક દ્રષ્ટિએ નોંધ્યું હતું કે BCCI અને BCA સંપૂર્ણ પ્રાઇવેટ વ્યક્તિ નથી. બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રતિનિધિ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડમાં પણ હોય છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ભારતમાં ઓર્ગેનાઈઝ ક્રિકેટ ઉપર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવે છે. ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની એ ફક્ત એક મિકેનિકલ પ્રક્રિયા નથી. અયોગ્ય પ્રક્રિયાઓ સામે આવેલી અરજી ઉપર કોર્ટ મૂક પ્રેક્ષક બની શકે નહીં. સુપ્રીમ કોર્ટના નિર્દેશો ચૂંટણી અધિકારીએ અવગણ્યા છે. આ કેસને મેરીટ ઉપર નક્કી કરવો જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ઉમેદવારી પ્રક્રિયાનો પ્રારંભ:6થી 11 એપ્રિલ સુધી ફોર્મ ભરાશે, સ્થળોની યાદી જાહેર
    Next Article
    'ગુજરાત વિરોધી માનસિકતા નહીં ચાલે, માફી માંગે કોંગ્રેસ':ખડગેના નિવેદન મુદ્દે અડાજણમાં ભાજપનું મોઢે કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment