Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભીલડીમાં લોકાર્પણ પહેલા બનાસ ડેરીનું BBBRC સેન્ટર દીપી ઉઠ્યું:પીએમ મોદી આવતીકાલે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દેશના 9.34 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ ટ્રાન્સફર કરશે

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લાના ડીસા ભીલડી ખાતે આવતીકાલે 30 ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને 1000 કરોડથી વધુની સહાય અર્પણ કરશે અને સાથે જ બનાસ ડેરીના અત્યાધુનિક ‘ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCનું લોકાર્પણ કરશે. બનાસ ડેરીના રૂ.328.77 કરોડના બોવાઇન સેન્ટરનું લોકાર્પણ ભીલડી ખાતે આગામી 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરીના પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં ભીલડી ખાતે 127 એકર જમીનમાં ₹325 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCનું લોકાર્પણ કરવામાં આવશે. આ કેન્દ્ર દ્વારા પશુપાલન ક્ષેત્રે વૈજ્ઞાનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને ઉત્તમ નસ્લના પશુધનના સંવર્ધનને વેગ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદી દ્વારા લોકાર્પણ પહેલા ભીલડીનું આ BBBRC એન્ટર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આ ઉપરાંત બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT-ASRS પ્રકલ્પનું ઇ-લોકાર્પણ કરવામાં આવશે. થરાદ અને રાધનપુર ખાતે નવા બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે. દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કિસાન સન્માન નિધિનો 24મો હપ્તો મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો દેશભરના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે.આ અંતર્ગત દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની આર્થિક સહાય મળશે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પ્રથમથી 23મા હપ્તા સુધીમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 4.47 લાખ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં પણ અત્યાર સુધી 69.26 લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂ.24,137 કરોડથી વધુની રકમ આપવામાં આવી છે. ગુજરાતમાં 2,100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે પીએમ કિસાન ઉત્સવ દિવસ નિમિત્તે ગુજરાતમાં 34 જિલ્લા કક્ષાના અને 2,100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ તમામ સ્થળોએ ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ, કૃષિ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કૃષિ અને બાગાયત વિભાગની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલા સહાયપત્રોનું લાભાર્થી ખેડૂતોને વિતરણ કરવામાં આવશે. પીએમ મોદી 30 ઓક્ટોબરે એકતાનગરમાં ‘ભારત પર્વ’ની મુલાકાત લેશે ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન 30 ઓક્ટોબરે સાંજે વડાપ્રધાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવેલા ‘ભારત પર્વ’ પેવેલિયનની મુલાકાત લેશે. ત્યારબાદ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા રજૂ થનારા ‘આનંદમઠ’ નાટકને નિહાળશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ, શિલાન્યાસ અને ભૂમિપૂજન કરશે. વડાપ્રધાન ‘આરંભ 2026’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તાલીમાર્થી અધિકારીઓ સાથે સંવાદ કરશે. સાંજે રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય સમારોહમાં પરેડનું નિરીક્ષણ કરીને સલામી ઝીલશે.
    Click here to Read More
    Previous Article
    ગોમતીપુરના કોલ્ડર સ્ટોરેજમાં -18 ડિગ્રીમાં રખાયો 1.02 લાખ કિલો જથ્થો:દિવાળીના 15 દિવસ પહેલાંથી જ માવાનું સ્ટોરેજ, 15થી વધુ વેપારીઓનો જથ્થો; પ્રતિ કિલો ₹2 ભાડું વસૂલાય છે
    Next Article
    "This Is Not Pizza!" Italian Man's Reaction To Indian Pizza Leaves Wife Amused

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment