Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ યુનિવર્સિટીના BBA વિદ્યાર્થીઓને રીલ સ્પર્ધા અંગે માર્ગદર્શન:'અનંત, અનાદિ વડનગર' વિષય પર 1 થી 3 મિનિટની રીલ સબમિટ કરવાની રહેશે

    3 days ago

    ગુજરાત સરકાર દ્વારા વડનગર ખાતે આયોજિત 'શ્રાવણોત્સવ-2026 રીલ સ્પર્ધા'ના વ્યાપક પ્રચાર-પ્રસારના ભાગરૂપે, પાટણ જિલ્લા માહિતી કચેરીએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ વિભાગના વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ મુલાકાત યોજી હતી. આ મુલાકાતનો હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે, જિલ્લા માહિતી કચેરી, પાટણના માહિતી મદદનીશ શ્રી જીગ્નેશભાઈએ વિદ્યાર્થીઓને સ્પર્ધાનો હેતુ, નોંધણી પ્રક્રિયા, ભાગ લેવાની પદ્ધતિ, રીલ તૈયાર કરવા માટેની માર્ગદર્શિકા અને સ્પર્ધાના નિયમો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે 'અનંત, અનાદિ વડનગર' વિષય પર 1 થી 3 મિનિટની મૌલિક રીલ તૈયાર કરી MyGov ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન સબમિટ કરવાની પ્રક્રિયા પણ સમજાવી હતી. વિદ્યાર્થીઓને જણાવવામાં આવ્યું હતું કે સ્પર્ધાનું આયોજન 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 દરમિયાન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં એન્ટ્રી મોકલી શકાશે. રજૂ થતી રીલ સંપૂર્ણપણે સ્વયં શૂટ કરેલી અને ઓરિજિનલ હોવી જરૂરી છે. સ્ટોક ફૂટેજ, AI દ્વારા તૈયાર કરાયેલી અથવા કૉપિરાઇટ ધરાવતી સામગ્રી સ્વીકારવામાં આવશે નહીં. વધુમાં, સ્પર્ધાના આકર્ષક ઇનામોની માહિતી આપતાં જણાવાયું હતું કે પ્રથમ વિજેતાને રૂ. 31,000, દ્વિતીય વિજેતાને રૂ. 21,000 અને તૃતીય વિજેતાને રૂ. 11,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવશે. જિલ્લા માહિતી કચેરી દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને સર્જનાત્મક રીતે રજૂ કરવાની આ ઉત્તમ તકનો લાભ લઈ વધુમાં વધુ સંખ્યામાં સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક સ્પર્ધા અંગે માહિતી મેળવી અને સર્જનાત્મક રીલ તૈયાર કરીને ભાગ લેવાની તૈયારી દર્શાવી હતી.
    Click here to Read More
    Previous Article
    બોટાદ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા નિયમોનું પાલન કરવા અપાઈ સમજ
    Next Article
    રાજકોટ AIIMSમાં અદ્યતન સ્પાઇન સર્જરીનો પ્રારંભ:વયોવૃદ્ધ મહિલાની પ્રથમ જટિલ લંબર સ્પાઇન સર્જરી થઈ, ગંભીર કમરના દુખાવામાંથી રાહત મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment