Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના BAPS મંદિરમાં અન્નકૂટોત્સવ યોજાયો:દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા

    1 day ago

    સુરેન્દ્રનગરના ન્યૂ જંકશન સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટોત્સવ યોજાયો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. દિવાળીના તહેવાર દરમિયાન દરરોજ સવારે 7:15 વાગ્યે ઠાકોરજીનાં દર્શન અને શણગાર આરતી યોજાઈ રહી છે. હરિભક્તોએ તેમાં ભાગ લીધો. રમા એકાદશીના દિવસે વિવિધ મંડળોના હરિભક્તોએ સમૂહ પદયાત્રા કરી મંદિરે દર્શન કર્યા હતા. નૂતન વર્ષના દિવસે સવારે મંગળા આરતી, વૈદિક મહાપૂજા અને શણગાર આરતી યોજાઈ. ઠાકોરજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. થાળગાન અને અન્નકૂટ મહાઆરતીમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા. શહેર અને આસપાસના વિસ્તારોમાંથી પણ ભાવિકો અન્નકૂટનાં દર્શન કરવા આવ્યા. પૂ. કોઠારી સ્વામી, ધર્મચિંતન સ્વામી, અન્ય સંતો અને કાર્યકરોએ આયોજનમાં ભાગ લીધો.
    Click here to Read More
    Previous Article
    સમાધાન માટે આવેલા સાસરિયાઓએ પરિણીતા અને પિતાને માર માર્યો:પાટણમાં પતિ સહિત 6 સામે ગુનો; અમદાવાદ આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી
    Next Article
    વેરાવળમાં ભંગારનાં બે ગોડાઉનમાં આગ લાગી:પ્લાસ્ટિકના જથ્થાથી આગ ફેલાઈ; સાત ફાયર ફાઇટરથી આગ પર કાબૂ મેળવ્યો, કુલિંગની કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment