Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર BAPSના 50થી વધુ બાળકોએ સંસ્કૃત શ્લોક કંઠસ્થ કર્યા:ગુરુહરિ મહંત સ્વામીએ સત્સંગ દીક્ષા વિશારદ અધ્યયનનો પ્રારંભ કરાવ્યો

    12 hours ago

    સુરેન્દ્રનગરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 'સત્સંગ દીક્ષા વિશારદ અધ્યયન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ અધ્યયનનો શુભારંભ કરાવ્યો હતો. આ અધ્યયનમાં 50થી વધુ બાળ વિદ્વાન અને વિદુષીઓ જોડાયા છે, જેમણે 'સત્સંગદીક્ષા' ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકો મુખપાઠ કર્યા છે. 'સત્સંગદીક્ષા' ગ્રંથ મહંત સ્વામી મહારાજે સનાતન શાસ્ત્રોના સારરૂપે 315 સંસ્કૃત શ્લોકોમાં રજૂ કર્યો છે. આ ગ્રંથ સદાચાર, વ્યસનમુક્તિ, પ્રામાણિકતા, ચારિત્ર્ય જેવા નૈતિક મૂલ્યો તેમજ ભક્તિ, સત્સંગ અને સદ્ભાવ જેવા આધ્યાત્મિક મૂલ્યો શીખવે છે. તે ભેદભાવ વિના સર્વજન સમ-આદર, સર્વધર્મ સમ-આદર અને રાષ્ટ્રીય ભાવનાની પ્રેરણા આપે છે. લાખો લોકો દરરોજ આ ગ્રંથનો પાઠ કરે છે, અને મહંત સ્વામી મહારાજના સંકલ્પથી 15000થી વધુ બાળકોએ તેનો સંસ્કૃતમાં મુખપાઠ પૂર્ણ કર્યો છે. આ અધ્યયનનો મુખ્ય હેતુ બાળકોમાં અક્ષર પુરુષોત્તમ દર્શનના સિદ્ધાંતો, દૈનિક આધ્યાત્મિક પ્રથાઓ અને સત્સંગની સમજને મજબૂત કરવાનો છે. તે નિયમ-ધર્મ પ્રત્યે પ્રતિબદ્ધતા વધારશે, વ્યવહાર અને પરંપરાઓ સંબંધિત પ્રશ્નોમાં સ્પષ્ટતા લાવશે, અને સિદ્ધાંતોને અસરકારક રીતે સમજાવવાની ક્ષમતા વિકસાવશે. આ ઉપરાંત, બાળકોને સંસ્કૃત ભાષા શીખવાની અને તેમાં નિપુણતા પ્રાપ્ત કરવાની તક મળશે. આ અધ્યયનમાં વિદ્વાન સંતો અને અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન મળશે. આ સમગ્ર આયોજનમાં બી.એ.પી.એસ. સંસ્થાના બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના સંતો, સુરેન્દ્રનગરના કોઠારી સ્વામી ધર્મચિંતન સ્વામી, સ્થાનિક બાળ પ્રવૃત્તિ સંભાળતા સંતો અને બાળ કાર્યકરોની ટીમે સક્રિય યોગદાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, બી.એ.પી.એસ. દ્વારા દર અઠવાડિયે વિવિધ કેન્દ્રોમાં બાળ-બાલિકા સભાઓ યોજાય છે. આ સભાઓ દ્વારા બાળકો ભારતીય સંસ્કૃતિના જીવનમૂલ્યો જેવા કે સહનશીલતા, નિષ્ઠા, કરુણા, ક્ષમા અને આત્મવિશ્વાસ શીખે છે. આ પ્રવૃત્તિઓ તેમને સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા આપે છે. બી.એ.પી.એસ.ના બાળકો માત્ર પાઠ્યપુસ્તકના જ્ઞાન પૂરતા મર્યાદિત નથી, પરંતુ આત્માનુશાસન અને આધ્યાત્મિક અધ્યયન દ્વારા તેઓ સર્વાંગી વિકાસ સાધી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:'લિટલ ગ્લવ્ઝ' તરીકે જાણીતી કન્ટેન્ટ ક્રિએટરના ઘરમાં પાવર બેંકમાં બ્લાસ્ટ થતા આગ, EV કાર BRTS રૂટમાં ઘૂસી ગઈ
    Next Article
    Akshay Kumar’s Rustom derailed Soni Razdan’s Nanawati directorial: ‘Still want to make it’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment