Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી BAPS મંદિરમાં 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે:મહંત સ્વામી મહારાજની હાજરીમાં ભવ્ય મહોત્સવ યોજાશે; સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં જોડાશે

    1 day ago

    મોરબીમાં મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં ચાર દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આજે સવારે 10:30 થી 12:30 વાગ્યા દરમિયાન મહંત સ્વામી મહારાજની પાવન હાજરીમાં ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ સહિત કુલ 17 દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઐતિહાસિક અને પવિત્ર પ્રસંગના સાક્ષી બનવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો મોરબી ખાતે ઉમટી પડશે.જ્યારે સાંજના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિવિધ મંત્રીઓ અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેશે અને મહોત્સવની શોભા વધારશે. ગર્ભગૃહમાં દેવ-દેવતાઓની સ્થાપના કરાઈ આ ભવ્ય મહોત્સવ દરમિયાન મંદિરના ગર્ભગૃહમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજ ઉપરાંત રાધા કૃષ્ણ ભગવાન, રામ પરિવાર, શિવ પરિવાર, ગુરુપરંપરા તેમજ નીલકંઠ વર્ણી મહારાજની મૂર્તિઓ પૂર્ણ વિધિવિધાન સાથે સ્થાપિત કરવામાં આવી છે. ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું મોરબી આ નવનિર્મિત મંદિરના ઉદ્ઘાટનને કારણે સ્થાનિક હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મચ્છુ કાંઠે વહેલી દિવાળી આવી હોય તેવો માહોલ સર્જાયો છે અને સમગ્ર મોરબી ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છ પિલર-લેસ વિશાળ સત્સંગ હોલ મંદિરમાં 5000 હરિભક્તો એકસાથે બેસી શકે તેવો પિલર-લેસ એટલે કે થાંભલા વગરનો વિશાળ કૂલિંગ સત્સંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આજે સવારના ધાર્મિક વિધિ-વિધાન બાદ સાંજે 4:00 વાગ્યાથી વિશાળ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં મંદિરોની સુરક્ષા પર ₹100 કરોડ ખર્ચાશે:500 મંદિરોમાં દેખરેખ વધારાશે; ઇલિનોઇસમાં મંદિર પર હુમલાના કાવતરાં બાદ નિર્ણય
    Next Article
    પરિયા શાળામાં બાળકોને પોષણક્ષમ આહારની જાણકારી આપી:નિપુણ ગુજરાત કાર્યક્રમ હેઠળ શિક્ષકોએ લાઇવ વીડિયો દ્વારા માહિતગાર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment