Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત અડાજણ BAPS મંદિરમાં ભવ્ય અન્નકૂટોત્સવ:ઠાકોરજી સમક્ષ 1300થી વધુ વાનગીઓનો થાળ ધરાવાયો, નૂતન વર્ષે 46 હજારથી વધુ હરિભક્તો ઉમટ્યા

    9 hours ago

    કારતક સુદ પડવો એટલે કે બેસતા વર્ષના પવિત્ર અવસરે સુરતના અડાજણ સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય અન્નકૂટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી યોજાયેલા આ ઉત્સવમાં ભગવાન સમક્ષ 1300થી પણ વધુ વિવિધ વાનગીઓનો અન્નકૂટ ધરાવાયો હતો. નૂતન વર્ષના પ્રથમ દિવસે ઠાકોરજીના અલૌકિક દર્શન અને અન્નકૂટનો લાભ લેવા માટે સુરત શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી 46 હજારથી વધુ ભક્તોનું મહેરામણ મંદિર પરિસરમાં ઊમટી પડ્યું હતું. વહેલી સવારે વૈદિક મહાપૂજા અને સ્નેહમિલન સાથે નવા વર્ષનો પ્રારંભ નૂતન વર્ષના મંગલ પ્રારંભે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ સર્જાયો હતો. દિવસની શરૂઆતમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર વૈદિક મહાપૂજા યોજાઈ હતી અને ત્યારબાદ હરિભક્તો વચ્ચે નૂતન વર્ષ સ્નેહમિલનનો કાર્યક્રમ ઉત્સાહભેર સંપન્ન થયો હતો. ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવો માત્ર આનંદનો અવસર નથી, પરંતુ ધર્મપરંપરાના જતન, ભક્તિભાવના પોષણ અને સમાજને એકસૂત્રે બાંધવાનું માધ્યમ છે, જેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું. મીઠાઈ, ફરસાણ અને ફળોથી અન્નકૂટની મનોહર કલાત્મક ગોઠવણી મંદિરમાં બિરાજમાન ઠાકોરજી સમક્ષ સંતો અને સ્વયંસેવકો દ્વારા વિવિધ વાનગીઓની આકર્ષક તેમજ નયનરમ્ય ગોઠવણી કરવામાં આવી હતી. આ કલાત્મક અન્નકૂટમાં પરંપરાગત તથા આધુનિક વિવિધ પ્રકારની મીઠાઈઓ, સ્વાદિષ્ટ ફરસાણ, અવનવા શાકભાજી, તાજાં ફળો અને અન્ય વાનગીઓનો અદભુત સમન્વય રચાયો હતો. ઇષ્ટદેવ પ્રત્યે ભક્તિ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા ભક્તો દ્વારા તૈયાર કરાયેલી આ સામગ્રી સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. સવારે 10 વાગ્યે મહાઆરતી, દિવસભર શિસ્તબદ્ધ દર્શન વ્યવસ્થા મુનિવંદન સ્વામીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સવારે 10 વાગ્યે સંતો તેમજ શહેરના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં અન્નકૂટોત્સવની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. મંદિર પ્રશાસન દ્વારા ગોઠવાયેલી સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ દર્શન વ્યવસ્થાને કારણે સમગ્ર દિવસ દરમિયાન 46000થી વધુ ભાવિકોએ સરળતાથી દર્શનનો લાભ લીધો હતો. ઠાકોરજીના કલાત્મક શણગાર અને અન્નકૂટના દિવ્ય દર્શન કરીને ભાવિક ભક્તો ધન્યતાની લાગણી સાથે અભિભૂત થયા હતા.
    Click here to Read More
    Previous Article
    Jensen Huang Net Worth: इश्‍क महंगा पड़ा, जेनसेन हुआंग टॉप-10 अरबपतियों की लिस्‍ट से बाहर, 6 बिलियन डॉलर साफ, अब इतनी रह गई संपत्ति
    Next Article
    દિવાળી બાદ સોના-ચાંદીના ભાવ વધ્યા:સોનું ₹968 વધીને ₹1.42 લાખ પર પહોંચ્યું; ચાંદી ₹3132 મોંઘી, ₹1.86 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment