Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં BAOUના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રનું ખાતમુહૂર્ત:શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

    7 hours ago

    ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં ગુરુવારે પાલનપુર ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU)ના પ્રથમ પ્રાદેશિક કેન્દ્રના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી 'પહેલી ઈંટનાં સાક્ષી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બનાસકાંઠામાં ઉચ્ચ શિક્ષણની સુલભતા અને ગુણવત્તાસભર શૈક્ષણિક સેવાઓના વિસ્તરણના હેતુથી આ કેન્દ્ર સ્થાપવામાં આવી રહ્યું છે. મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે, 'પહેલી ઈંટના સાક્ષી' કાર્યક્રમ માત્ર એક ઇમારતના નિર્માણની શરૂઆત નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના વિશ્વાસ, સંકલ્પ અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરના ‘શિક્ષિત બનો’ના મંત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં શિક્ષણની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે શિક્ષણ એ સમાજમાં પરિવર્તન લાવવાનું સૌથી શક્તિશાળી સાધન છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ગામડાં અને છેવાડાના લોકો સુધી ઉચ્ચ શિક્ષણ પહોંચાડવામાં મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે. યુનિવર્સિટી દ્વારા શહીદોના પરિવારજનો, જેલના કેદીઓ, ટ્રાન્સજેન્ડર અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક શિક્ષણની વ્યવસ્થાને તેમણે સર્વસમાવેશી શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ ગણાવી અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષણમંત્રીએ માહિતી આપી કે યુનિવર્સિટીની 32 વર્ષની વિકાસયાત્રા દરમિયાન રાજ્યના વિવિધ શહેરોમાં પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપના બાદ હવે પાલનપુરમાં પણ આશરે રૂ. 10 કરોડના ખર્ચે અદ્યતન શૈક્ષણિક અને નિવાસી બ્લોકનું નિર્માણ થશે. આનાથી ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની વધુ સુવિધા મળશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાજ્ય સરકારની કાર્યસંસ્કૃતિ મુજબ જે કાર્યનું ખાતમુહૂર્ત થાય છે તેનું લોકાર્પણ પણ ઝડપથી કરવામાં આવશે. ડિજિટલ યુગને અનુરૂપ, યુનિવર્સિટી દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી પ્રવેશ, પરીક્ષા અને અભ્યાસની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, અને 5,000થી વધુ વિડિયો લેક્ચર્સ ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ, માતૃભાષામાં શિક્ષણ, યોગ, ભારતીય જ્ઞાન પરંપરા, સંશોધન અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં યુનિવર્સિટીના યોગદાનની પ્રશંસા કરતાં તેમણે વિદ્યાર્થીઓને જીવનભર શિક્ષણ સાથે જવાબદાર નાગરિક બનવા અપીલ કરી. તેમણે શુભેચ્છા વ્યક્ત કરી કે પાલનપુરનું આ પ્રાદેશિક કેન્દ્ર સમગ્ર વિસ્તારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવી હજારો વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરશે.
    Click here to Read More
    Previous Article
    હાઈકોર્ટના પરિપત્ર સામે દાહોદના વકીલોની હડતાલ:પેપર-ફોન્ટ નિયમો સામે વિરોધ, ન્યાયિક કામગીરીથી અલિપ્ત રહેશે
    Next Article
    Assam flood में बिजली कटी, तो लड़के ने सोलर चार्जर बनाया, Guwahati IIT के प्रोफेसर भी हैरान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment