Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સસ્તી એર ટિકિટના નામે ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ:સાયબર ક્રાઇમે બેંગ્લોરથી BAMS ડોક્ટરને દબોચ્યો, 45 બનાવટી એર ટિકિટ પધરાવી 7.67 લાખની ઠગાઈ

    5 days ago

    સુરત શહેર સાયબર ક્રાઈમ સેલે એક મોટી સફળતા મેળવતા બેંગ્લોરથી એક એવા શખ્સની ધરપકડ કરી છે, જે વ્યવસાયે ડોક્ટર હોવા છતાં સાયબર ફ્રોડના રવાડે ચઢ્યો હતો. પકડાયેલ આરોપી હુમાયું કબીર (BAMS ડોક્ટર) અન્ય વેબસાઇટ્સની સરખામણીએ ખૂબ જ સસ્તા દરે એર ટિકિટ બુક કરી આપવાની લાલચ આપતો હતો. તે ટ્રાવેલ એજન્ટો અને સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે સસ્તા દરનું પ્રલોભન આપી વિશ્વાસ કેળવતો હતો. જ્યારે કોઈ ગ્રાહક ટિકિટ બુક કરાવવા તૈયાર થાય, ત્યારે આરોપીઓ એડિટિંગ અને કુટલેખન દ્વારા આબેહૂબ અસલી દેખાતી બનાવટી ઇલેક્ટ્રોનિક એર ટિકિટ બનાવી મોકલી આપતા હતા, જેના કારણે સામાન્ય માણસ છેતરાઈ જતો હતો. સુરતના ફરિયાદી સાથે 7.67 લાખની છેતરપિંડી આ કેસની વિગત મુજબ, સુરતના એક ફરિયાદીએ પોતાના 15 જેટલા કસ્ટમરો માટે કુલ 45 એર ટિકિટ બુક કરાવવા માટે આ ગેંગનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ માર્કેટ રેટ કરતા સસ્તી ટિકિટ આપવાનો વાયદો કર્યો હતો. ફરિયાદીએ વિશ્વાસ રાખી અલગ-અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂ. 8,17,550 ટ્રાન્સફર કર્યા હતા. પૈસા મળી ગયા બાદ આરોપીઓએ તમામ 45 ટિકિટો ખોટી અને બનાવટી બનાવીને મોકલી આપી હતી. બાદમાં છેતરપિંડીનો અહેસાસ થતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા, જેમાંથી આરોપીઓએ માત્ર 50 હજાર પરત કરી બાકીના રૂ. 7,67,550 ઓળવી લીધા હતા. અંતે ભોગ બનનારે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. બેંગ્લોરથી ઝડપાયો માસ્ટરમાઈન્ડ હુમાયું કબીર સુરત સાયબર ક્રાઈમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે તપાસ તેજ કરી હતી. પોલીસની તપાસ બેંગ્લોર સુધી પહોંચી હતી, જ્યાંથી 29 વર્ષીય હુમાયું કબીર અબ્દુલ રજાકને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી મૂળ આસામનો વતની છે અને બેંગ્લોરના હુલીમાવું વિસ્તારમાં રહીને આ કૌભાંડ ચલાવતો હતો. નવાઈની વાત એ છે કે આરોપીએ BAMS સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ મેડિકલ પ્રેક્ટિસ કરવાને બદલે તેણે વર્ષ 2024માં 'FLYUTRAVELS PVT LTD' નામની ઓફિસ ખોલી આ કૌભાંડ આચરવાનું શરૂ કર્યું હતું. દેશભરમાં 22 કરોડથી વધુનું સાયબર ફ્રોડ તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. આરોપી અને તેના સાથીદારોના કુલ 29 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર ચેક કરતા માલુમ પડ્યું છે કે આ ગેંગ વિરુદ્ધ જુદા જુદા રાજ્યોમાં કુલ 23 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. આ એકાઉન્ટ્સ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે રૂ. 22,24,72,972 નું સાયબર ફ્રોડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સુરતના ગુનામાં વપરાયેલા ચોક્કસ એકાઉન્ટ્સ પણ અન્ય 8 ફરિયાદોમાં સંડોવાયેલા છે, જેમાં 7 કરોડથી વધુના વ્યવહારો થયા છે. કઈ રીતે આચરતા હતા ગુનો? આરોપીઓની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તેઓ સોશિયલ મીડિયા અથવા ડાયરેક્ટ માર્કેટિંગ દ્વારા ટ્રાવેલ એજન્ટોનો સંપર્ક કરતા હતા. તેઓનો દાવો હતો કે તેઓ બલ્ક બુકિંગ અથવા ખાસ ક્વોટા હેઠળ સસ્તી ટિકિટ અપાવે છે. જ્યારે કોઈ પેમેન્ટ કરે ત્યારે ગ્રાફિક્સ એડિટિંગ સોફ્ટવેરની મદદથી પીએનઆર (PNR) અને પેસેન્જર ડિટેલ્સ સાથેની નકલી ટિકિટ તૈયાર કરી પીડીએફ ફોર્મેટમાં મોકલી આપતા. ગ્રાહક જ્યારે એરપોર્ટ પર પહોંચે અથવા એરલાઈન્સમાં ચેક કરે ત્યારે જ તેને ખબર પડતી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:કોંગ્રેસના ઉમેદવારને ભાજપની 30 લાખની ઓફર, LD એન્જિ.ની હોસ્ટેલનો સ્લેબ વિદ્યાર્થિની માથે પડ્યો
    Next Article
    ‘Punishing progress’: D K Shivakumar warns of united resistance by southern states against delimitation

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment