Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    B.A.- M.A.ના 3,000 વિદ્યાર્થીઓની વર્ષભર પરીક્ષા ન લેવાઈ:સૌરાષ્ટ્ર યુનિ.ના પાપે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ, 100 પરિણામો અટકતાં શિક્ષણમંત્રીને રજૂઆત

    10 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની ઘોર બેદરકારીને કારણે વર્ષ 2025માં એક્સ્ટર્નલ કોર્સ હેઠળ B.A. અને M.A.માં નોંધણી કરાવનારા 3,000 જેટલા વિદ્યાર્થીઓની એક વર્ષથી પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા જ લેવાઈ નથી. આ ઉપરાંત, રેગ્યુલર અને રેમેડિયલના અંદાજે 100 જેટલા પરિણામો લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આ વહીવટી અવ્યવસ્થા મામલે કોંગ્રેસના વિદ્યાર્થી નેતાએ શિક્ષણમંત્રીને પત્ર લખીને કાયમી પરીક્ષા નિયામક અથવા વરિષ્ઠ અધિકારીને ખાસ ફરજ પર મૂકવા ઉગ્ર માગ કરી છે. છ મહિને લેવાતી પરીક્ષા એક વર્ષથી બાકીઃ વિદ્યાર્થી નેતા કોંગ્રેસના વિદ્યાર્થી નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને ઇ-મેઇલ મારફત રજૂઆત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલી પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ગંભીર વહીવટી અવ્યવસ્થા અંગે તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. તેમણે રજૂઆતમાં જણાવ્યું હતુ, કે એક્સ્ટર્નલના સ્નાતક કોર્ષ બી.એ. (B.A.) તેમજ અનુસ્નાતક કોર્ષ એમ.એ. (M.A.) સેમેસ્ટર-1ની પરીક્ષાઓ નોંધણી થયાના લગભગ એક વર્ષ બાદ પણ યોજાઈ નથી. સામાન્ય રીતે એક સેમેસ્ટરની પરીક્ષા પાંચથી છ મહિનામાં યોજાતી હોવા છતાં લગભગ આઠ મહિના બાદ પણ પરીક્ષા ન લેવાતા હજારો વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડવાની સ્થિતિ સર્જાઈ છે. B.A., M.A.ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ આજે શૈક્ષણિક વર્ષ એવી સ્થિતિમાં પહોંચી ગયું છે કે, રેગ્યુલર વિદ્યાર્થીઓ સેમેસ્ટર-3ની પરીક્ષાઓ આપવા જઈ રહ્યા છે, જ્યારે એક્સ્ટર્નલના B.A., M.A.ના વિદ્યાર્થીઓએ હજુ સુધી સેમેસ્ટર-1ની પરીક્ષાઓ પણ આપી નથી. આ સ્થિતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર વહીવટી નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું એક આખું શૈક્ષણિક વર્ષ જોખમમાં મુકાયું છે. 100 પરિણામો પેન્ડિંગ, ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મુશ્કેલી તેમણે વધુમાં જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની રેગ્યુલર પરીક્ષાઓના અંદાજે 70થી વધુ પરિણામો હજુ જાહેર કરવાના બાકી છે. જ્યારે રી-અસેસમેન્ટના મોટા ભાગના પરિણામો પણ જાહેર થયા નથી, એટલે અંદાજે 100 જેટલા પરિણામો લાંબા સમયથી પેન્ડિંગ છે. પરિણામોમાં થતા લાંબા વિલંબના કારણે વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ભરતી પ્રક્રિયાઓ અને અન્ય શૈક્ષણિક તકોમાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. તેમણે જણાવ્યું કે, જવાબવહીઓનું યોગ્ય અને ગુણવત્તાસભર મૂલ્યાંકન ન થવાના કારણે અનેક મહેનતુ વિદ્યાર્થીઓને અન્યાય થાય છે અને તેમને રિ-ચેકિંગ તથા રિ-અસેસમેન્ટ માટે વારંવાર અરજી કરવાની ફરજ પડે છે. વિદ્યાર્થીઓને 'ગેરહાજર' દર્શાવવાનો પણ છબરડો તેમણે વધુમાં જણાવ્યું કે, છેલ્લા લગભગ 5 વર્ષથી વિવિધ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ હાજરી આપ્યા હોવા છતાં પરિણામમાં તેમને ગેરહાજર દર્શાવવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ પ્રકારની વહીવટી ભૂલના કારણે વિદ્યાર્થીઓને પોતાની હાજરી સાબિત કરવા માટે કોલેજ અને પરીક્ષા કેન્દ્રમાંથી પ્રમાણપત્ર મેળવી અનેક વખત યુનિવર્સિટીના ધક્કા ખાવા પડે છે, છતાં આજદિન સુધી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લવાયો નથી. શિક્ષણમંત્રી સમક્ષ કડક કાર્યવાહીની માગ તેમણે શિક્ષણમંત્રી સમક્ષ માગ કરી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન વ્યવસ્થાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવામાં આવે. સમયબદ્ધ શૈક્ષણિક કેલેન્ડરનો કડક અમલ સુનિશ્ચિત કરવામાં આવે. હાજર વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. તેમજ વહીવટી બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા, પરિણામ અને મૂલ્યાંકન પ્રક્રિયા પારદર્શક, સમયસર અને સુવ્યવસ્થિત રીતે થાય તે માટે શિક્ષણ વિભાગના કોઈ વરિષ્ઠ અધિકારીને વિશેષ જવાબદારી સોંપી નિયમિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. ન્યુ એજ્યુકેશન પોલિસી લાગુ થતા પરીક્ષા બાકીઃ ઇન્ચાર્જ પરીક્ષા નિયામક જ્યારે આ બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહે જણાવ્યું કે, યુનિવર્સિટીમાં 2025માં બેચલર ઓફ આર્ટસ અને માસ્ટર ઓફ આર્ટ્સમાં પ્રથમ સેમેસ્ટરમાં એડમિશન લેતા અંદાજિત 3000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે. જેનું કારણે છે કે, એક્સટર્નલમાં વર્ષ 2026થી ન્યુ એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવી હતી. અગાઉ આર્ટસ ફેકલ્ટી હતી અને ત્યારબાદ તેમાંથી હ્યુમિનિટિસ ફેકલ્ટી અલગ પડી હતી, જેને લીધે પરીક્ષા લેવાની બાકી છે. જે ટૂંક સમયમાં લેવાઈ જશે. જ્યારે બાકી પરિણામો પણ ઝડપથી જાહેર થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનમાં પેટ્રોલ 13.18 અને ડીઝલ 13.80 રૂપિયા મોંઘું:પેટ્રોલ 310.71 અને હાઈ-સ્પીડ ડીઝલ 323.30 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, નવી કિંમતો 11 જુલાઈથી લાગુ
    Next Article
    ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 12 બાળકના મોત:3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ મોત, 2 પોઝિટિવ સહિત 7 સારવાર હેઠળ, લક્ષણો-બચવાની ટીપ્સ જાણો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment