Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં ચાર માળના એપાર્ટમેન્ટનો દાદર ધરાશાયી:B-વિંગમાં ફસાયેલા 28 રહીશોનું ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કર્યું, બે બિલ્ડિંગ વચ્ચે લેડર બ્રિજ, ખાટલા મારફતે શિફ્ટ કર્યા

    8 hours ago

    સુરતના કતારગામ વિસ્તારમાં એક મોટી દુર્ઘટના બનતાં ટળી હતી. કતારગામના લિંબાચિયા ફળિયા ખાતે આવેલા ચિંતામણી એપાર્ટમેન્ટના ‘B’ વિંગનો દાદર અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ ઘટનાને પગલે બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ સર્જાયો હતો. સીડી તૂટી પડતાં ઉપરના માળે રહેતા 28 જેટલા રહીશો ફસાઈ ગયા હતા. જોકે, સુરત ફાયર બ્રિગેડે સમયસૂચકતા વાપરી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લેતાં મોટી હોનારત ટળી હતી. સાંજે 07:52 વાગ્યે કંટ્રોલ રૂમને કોલ મળતાં જ કાફલો દોડ્યો સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને 07:52 કલાકે ચિંતામણી એપાર્ટમેન્ટમાં સીડી તૂટી હોવાનો અને અંદર લોકો ફસાયા હોવાનો ઈમરજન્સી મેસેજ મળ્યો હતો. કોલની ગંભીરતા જોતાં કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમો તાબડતોબ રેસ્ક્યુ વાહનો અને સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થળ પર પહોંચેલી ટીમે જોયું તો સીડીનો ભાગ ધરાશાયી હોવાથી ઉપરના માળેથી નીચે ઉતરવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો અને ફસાયેલા લોકો જીવ બચાવવા બારી-બાલ્કનીમાંથી મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. લેડરની મદદથી એક પછી એક 28 લોકોને હેમખેમ ઉતાર્યા ફાયર વિભાગના જવાનોએ પરિસ્થિતિ પારખીને સહેજ પણ સમય ગુમાવ્યા વિના યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી. જવાનોએ સ્પેશિયલ ફાયર લેડર અને રેસ્ક્યુ ઉપકરણો ગોઠવીને ફસાયેલા લોકો સુધી પહોંચ બનાવી હતી. ત્યારબાદ એક પછી એક બાળકો, મહિલાઓ અને વડીલો સહિત તમામ 28 લોકોને સાવચેતીપૂર્વક નીચે ઉતારવામાં આવ્યા હતા. એક એક બિલ્ડીંગ માંથી બીજી બિલ્ડીંગમાં જવાય તે રીતે લેડર બ્રિજ બનાવી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. આ સાથે વધુ વજન વાળા અને જે ચાલી ન શકે તેવા હતા તેમનું ખાટલાઓમાં ઊંચકીને બીજી બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન સફળ રહેતાં સ્થાનિક રહીશો અને પરિજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ ઈજા કે જાનહાનિ નહીં આ સમગ્ર દુર્ઘટનામાં સદનસીબે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી કે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સમયસર ફાયર બ્રિગેડ પહોંચી જતાં મોટી અનહોની ટળી શકી હતી. રેસ્ક્યુ કરાયેલા 28 રહીશોની યાદી સોનિયા મહેતા, વિપુલ મહેતા, હિવા મહેતા, ભાવેશ ઠાકોર, હર્ષ ઠાકોર, મીનાબેન ઠાકોર, ભરતભાઈ ધાણી, ઈશાબેન ધાણી, ઉષાબેન દાણી, આહાનાબેન, લક્ષ્મીબેન, પ્રકાશભાઈ બિન બહાદુર રાવળ, વિરાટ અભિજીત, અનવી અભિજીત, આયુષ રતન વિશ્વકર્મા, નંદાબેન ડબ્બર સિંહ, સવિતાબેન, ભાવેશભાઈ, હર્ષભાઈ, કોમલબેન, નીરુ સિંહ, જયભાઈ, અરહમભાઈ, મેરૂભાઈ, જીયાન્સી, ચંપકભાઈ, ઈન્દ્રાબેન અને મીરાબેન હિકમર.
    Click here to Read More
    Previous Article
    अमेरिका में 70 करोड़ की ठगी का गुजरात कनेक्‍शन, CBI ने अहमदाबाद से अंकित को क्‍यों पकड़ा? 
    Next Article
    'ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના':દરિયાકાંઠે વાજતે-ગાજતે શ્રીજીને ભાવભરી વિદાય, વિસર્જન યાત્રામાં ઉમટ્યું ભક્તિનું ઘોડાપૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment