Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત આર્મીમેમના પત્ની 'ડિજિટલ એરેસ્ટ' થયાં:મુંબઈ ATSના ACPની ઓળખ આપી વીડિયો કોલમાં આતંકવાદી સાથે કનેક્શન હોવાનું કહી ₹38 લાખ પડાવ્યા

    10 hours ago

    અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત આર્મી કર્મચારીના 79 વર્ષીય પત્ની સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડીનો ભોગ બની 'ડિજિટલ એરેસ્ટ' થયા હતાં. ગઠિયાઓએ મુંબઈ ATSના એસીપી તરીકેની ખોટી ઓળખ આપી, આતંકવાદી સાથે કનેક્શન હોવાનો ડર બતાવી વૃદ્ધા પાસેથી રૂ. 38 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ અંગે ભોગ બનેલા વૃદ્ધાએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આતંકવાદી સાથે કનેક્શન હોવાનો ડર બતાવી વીડિયો કોલ કર્યો ગત 2 જુલાઈના રોજ વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ ATSના ACP અશોક યાદવ તરીકે આપી હતી. તેણે દાવો કર્યો હતો કે પકડાયેલા એક આતંકવાદી પાસેથી રૂ. 58 કરોડ મળ્યા છે, જેમાં 10% રકમ વૃદ્ધાના ખાતામાં ટ્રાન્સફર થવાની વાત સામે આવી છે. વૃદ્ધાએ મુંબઈ તપાસમાં આવવાની અસમર્થતા દર્શાવતાં, ઠગોએ પોલીસ યુનિફોર્મ અને ATSના લોગો સાથેનો વીડિયો કોલ કરી તેમને સતત કેમેરા સામે જોડાઈ રહેવા મજબૂર કર્યા હતા. તપાસના નામે અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી ₹38 લાખ ટ્રાન્સફર કરાવ્યા બની બેઠેલા આકસ્મિક પોલીસ અધિકારીએ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બેંક ખાતામાં રહેલી તમામ રકમ સરકારી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહીને વૃદ્ધા પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી લીધી હતી. ડરના માર્યા વૃદ્ધાએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 38 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. નાણાં પરત ન મળતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ લાંબો સમય વિત્યા બાદ પણ ટ્રાન્સફર કરાયેલા નાણાં પરત ન આવતાં વૃદ્ધાએ પોતાના જમાઈને સમગ્ર આપવીતી જણાવી હતી. સાયબર ફ્રોડનો ભોગ બન્યાનું માલૂમ પડતાં પરિવારના સભ્યોએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હૈદરાબાદ યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે અથડામણ:સામ-સામે લાકડીઓ મારી; મહિલા મિત્ર પર ટિપ્પણીથી વિવાદ
    Next Article
    'તું મારી ગર્લફ્રેન્ડ બની જા હું બધી જરૂરિયાત પૂરી કરીશ':અમદાવાદની મહિલા કોન્સ્ટેબલ પર પરિણીત માજીદખાનનું દુષ્કર્મ, ₹17 લાખ પડાવ્યા; ધર્મ પરિવર્તન કરવા દબાણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment