Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત ATSની તપાસમાં સનસનાટીભર્યો ખુલાસો:ઝડપાયેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ‘પોલીસથી કેવી રીતે બચવું’ તેની સ્પેશિયલ ટ્રેનિંગ અપાઈ હતી

    2 days ago

    ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા સિદ્ધપુર, બનાસકાંઠા અને ભરૂચ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 13 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ચાલી રહેલી તપાસમાં દરરોજ નવા અને સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓને જો તેઓ સ્થાનિક પોલીસ કે કોઈ તપાસ એજન્સીના હાથે ઝડપાઈ જાય તો કેવી રીતે વાત કરવી, કેવા જવાબો આપવા અને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી તેની ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ સ્પેશિયલ ટ્રેનિંગના કારણે હાલ તપાસ એજન્સીઓને પૂછપરછ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 8 વાર બ્લાસ્ટનું ટેસ્ટિંગ અને ચેટિંગ માટે સિક્રેટ એપ્સનો ઉપયોગ ઝડપાયેલા આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં વાંધાજનક મટિરિયલ મળી આવ્યું છે. આ આતંકીઓએ દેશવિરોધી કાવતરું રચવા માટે 8 વખત બ્લાસ્ટનું સફળ ટેસ્ટિંગ પણ કર્યું હતું. આતંકીઓના મોબાઈલ ફોનની તપાસમાં ઘણી મહત્વની વિગતો સામે આવી છે, પરંતુ તેઓ પરસ્પર વાતચીત અને ચેટિંગ માટે ચોક્કસ ગુપ્ત એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાથી સંપૂર્ણ ડેટા રિકવર કરવામાં એજન્સીઓને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. મસૂદ અઝહરના પુસ્તકોથી બ્રેઈનવોશ અને લોકલ કનેક્શન મૌલાના મસૂદ અઝહરની પુસ્તિકાઓ વાંચીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા આ આતંકીઓએ બોમ્બ બનાવવાનું સાહિત્ય અને માર્ગદર્શન ક્યાંથી મેળવ્યું હતું તે અંગે એટીએસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઉપરાંત, અમદાવાદ અને આસપાસની હોટલોમાં રોકાયેલા આ આતંકવાદીઓના સંબંધો અમદાવાદ, ભરૂચ અને અંકલેશ્વરના કેટલાક શંકાસ્પદ લોકો સાથે હોવાનું બહાર આવ્યું છે, જેથી એટીએસ દ્વારા આ તમામ સ્થાનિક શંકાસ્પદોની પણ આકરા પાણીએ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મદ્રેસાના યુવાનોનું બ્રેઈનવોશ અને હથિયારોની તાલીમ અંગે તપાસ આતંકીઓએ મદ્રેસામાં અભ્યાસ કરતા નિર્દોષ યુવાનોને પોતાના તરફ આકર્ષિત કરવા અને તેમનું બ્રેઈનવોશ કરવા માટે 'દાવત'નું આયોજન કર્યું હતું. સિદ્ધપુર અને પાલનપુરના જે મદરેસાના યુવાનો આ આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા, તેમની પણ હાલ પૂછપરછ ચાલી રહી છે. એટીએસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે દાવતમાં કયા કયા યુવાનો હાજર રહ્યા હતા અને કોણ આતંકીઓના પ્રભાવ હેઠળ આવ્યું હતું. આ સાથે જ, જે આતંકવાદીઓ અગાઉ હથિયારોની તાલીમ મેળવીને આવ્યા હતા તેમના વિરુદ્ધ પણ એટીએસ દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    AAP govt to distribute 4 lakh schoolbags with Chief Minister Bhagwant Mann’s photo today
    Next Article
    કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર પ્રદર્શન ફરી શરૂ:સમર્થકોએ ફરી મંચ બનાવ્યો; પોલીસે સંસદ માર્ચ પછી સમર્થકોને હટાવ્યા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment