Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    થાર સાથે બાંધીને ATM ઉખાડ્યું, VIDEO:3 ચોર ભેગા થઈને પણ ઊંચકી ન શક્યા, ગાડી સાથે બાંધીને ઘસડ્યું તો દોરડું તૂટ્યું; રોકડા ન નીકળતા રસ્તા વચ્ચે મૂકીને ભાગ્યા

    1 day ago

    ઓડિશાના બાલાસોર જિલ્લાના તુડીગડિયા બજારમાં ફિલ્મી સ્ટાઈલમાં ATM લૂંટવાની ઘટના સામે આવી છે. ત્રણથી ચાર બદમાશો શુક્રવારે રાત્રે લગભગ 2 વાગ્યે કાળા રંગની મહિન્દ્રા થાર SUV લઈને ઇન્ડિયા1 ATM કિઓસ્ક પર આવ્યા. તેમણે કિઓસ્કનો દરવાજો તોડ્યો અને ATMને દોરડા વડે થાર સાથે બાંધીને ઉખાડી લીધું. પછી ATMને રસ્તા પર ઘસડીને લઈ જવા લાગ્યા, પરંતુ દોરડું તૂટી ગયું. ચોરોએ મશીનને ઉઠાવીને ગાડીમાં રાખવાનો પ્રયાસ કર્યો પરંતુ મશીન એટલું ભારે હતું કે તેઓ તેને ઉઠાવી શક્યા નહીં. આ પછી તેમણે મશીનને ફરીથી ગાડી સાથે બાંધીને આગળ ઘસડ્યું. સૂમસામ જગ્યાએ પહોંચીને આરોપીઓએ ATM તોડીને તેમાં રાખેલા રોકડ કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ થઈ શક્યા નહીં. પોલીસના જણાવ્યા અનુસાર, ATMમાંથી એક પણ રૂપિયાની ચોરી થઈ નથી. આખરે બદમાશો ક્ષતિગ્રસ્ત ATMને કિઓસ્કથી લગભગ 300 મીટર દૂર રસ્તા કિનારે છોડીને ફરાર થઈ ગયા. આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ. 7 વિઝ્યુઅલ્સ દ્વારા જુઓ આખી ઘટના… CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ ચાલુ શનિવારે સવારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ATMને રસ્તા પરથી શોધી કાઢ્યું. ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળ અને ATMની તપાસ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, બદમાશો ATMમાંથી એક પણ રૂપિયો કાઢી શક્યા ન હતા. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Total surrender by India in England, Shreyas Iyer’s team swept 4-0
    Next Article
    One-Off Test: Kranti Gaud's Fifer, Smriti Mandhana's Fifty Propel India Women To Command Over England On Day 2

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment