Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લીમખેડામાં શિક્ષિકાના ATM કાર્ડ બદલી ₹50,000ની છેતરપિંડી:અજાણ્યા શખ્સે મદદના બહાને પિન જાણી કાર્ડ બદલી નાણાં ઉપાડ્યા, પોલીસ તપાસ શરૂ

    1 week ago

    લીમખેડાની ચિત્રકુટ સોસાયટીમાં રહેતા અને ધાનપુર તાલુકાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કોમલ પટેલ સાથે એટીએમ કાર્ડની અદલાબદલી કરી છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે. 8 મે, 2026 ના રોજ સાંજના સમયે આલી રોડ પર આવેલા બેંક ઓફ બરોડાના એટીએમની બાજુમા આવેલા એકસીસ બેન્ક ના એટીએમ સેન્ટરમાં આ ઘટના બની હતી. કોમલબેન નાણાં ઉપાડવા ગયા હતા, પરંતુ બેંક ઓફ બરોડાના એટીએમમાં રોકડ ન હોવાથી તેઓ બાજુમાં આવેલા એકસીસ બેન્કના એટીએમમાં ગયા હતા. ત્યાં એકસીસ બેન્કના એટીએમના કેબિનમાં હાજર એક અજાણ્યા ઈસમે મદદ કરવાના બહાને કોમલબેનનું એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર જાણી લીધો હતો. જોકે તે મશીનમાં પણ નાણાં ન હોવાથી કોમલબેન કાર્ડ પાછું મેળવીને બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન પાછળ ઉભેલા ભેજાબાજ શખ્સે અત્યંત ચાલાકીથી કોમલબેનને વાતોમાં ભોળવીને તેમના હાથમાંથી કાર્ડ લઈ લીધું હતું અને તેમને અન્ય એક નકલી કાર્ડ પકડાવી દીધું હતું. ત્યારબાદ આરોપી ત્વરિત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. થોડી જ વારમાં કોમલબેનના મોબાઈલ પર તેમના ખાતામાંથી નાણાં ઉપડતા હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. સૌ પ્રથમ 25,000, ત્યારબાદ 10,000, ફરી 10,000 અને અંતે 5,000 મળીને કુલ 50,000 રૂપિયા ખાતામાંથી ઉપાડી લેવાયા હતા. પોતાના ખાતામાંથી અચાનક રકમ કપાવવાનું શરૂ થતા ગભરાયેલા કોમલબેને તાત્કાલિક બેંકનો સંપર્ક કર્યો હતો. દરમિયાન બેંકની ઓટોમેટિક સિસ્ટમમાંથી શંકાસ્પદ વ્યવહાર અંગે ફોન આવતા તેમણે તાત્કાલિક ખાતું બ્લોક કરાવી દીધું હતું. આ સમગ્ર બનાવ અંગે પીડિત શિક્ષિકાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા શખ્સે પૂર્વ આયોજિત કાવતરું રચીને નકલી કાર્ડ દ્વારા છેતરપિંડી આચરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને એટીએમ સેન્ટરમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. લોકોએ એટીએમમાં નાણાં ઉપાડતી વખતે અજાણી વ્યક્તિની મદદ લેવાનું ટાળવું જોઈએ અને ગુપ્તતા જાળવવી જોઈએ તેવી ચેતવણી પણ આ ઘટનાના પગલે તંત્ર દ્વારા આપવામાં આવી છે. હાલ પોલીસ આ આંતરરાજ્ય કે સ્થાનિક ગેંગનો હાથ હોવાની આશંકાએ વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    'વચનામૃત' અને 'રિધમ' કાઉ ઘીના નામે ઝેરનો વેપાર:ત્રણ સ્થળેથી 4,850 કિલો શંકાસ્પદ ઘી જપ્ત, રૂ. 31.81 લાખનો જથ્થો સીઝ, AMCના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી
    Next Article
    Shashi Tharoor Reacts To Viral Pizza-Style Idli Presentation, Says It's "Idli, Not Id-Slice"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment