Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ATM કાર્ડ અને પિન નંબર વિના બેંક ખાતામાંથી પૈસા ગાયાબ:સુરતના ભેજાબાજોની ગજબની મોડસ ઓપરેન્ડી, BScના વિદ્યાર્થી સહિત 3ની ધરપકડ; હરિણાયા કનેક્શન ખુલ્યું

    11 hours ago

    કલ્પના કરો કે તમારું ATM કાર્ડ તમારા ખિસ્સામાં છે, પિન નંબર પણ સુરક્ષિત હોવા છતાં તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી જાય તેવી હાઇટેક મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતી ગેંગને સુરત સાયબર ક્રાઇમે ઝડપી પાડી છે. બોગસ દસ્તાવેજોના આધારે બેંક પાસેથી POS (પોઈન્ટ ઓફ સેલ) મશીન મેળવી, હરિયાણામાં બેસીને લોકોના ક્લોન કરેલા કાર્ડ સ્વાઇપ કરી લાખો રૂપિયાની હેરાફેરી કરનાર ટોળકીના ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ શું કામ કરતા? પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અને DCP બિશાખા જૈનના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસે ત્રણ શખ્સોને દબોચી લીધા છે. BScના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો મંથન સુરેશભાઇ કુકડિયા (ઉ.વ. 19) બોગસ 'ઉદ્યમ સર્ટિફિકેટ' બનાવી બેંકમાંથી POS મશીન મેળવતો હતો. સોલાર ફિટિંગનો ધંધો કરતો ઉદય જયંતીભાઇ ધડુક (ઉ.વ. 28) મંથન પાસેથી POS મશીન મેળવી હરિયાણાના જીંદ જિલ્લામાં બેઠેલા સાગરીતોને કુરિયર કરતો હતો. બેકરીનો વ્યવસાય કરતો પ્રિયાંશુ વિપુલભાઇ મહેતા (ઉ.વ. 24) ફ્રોડના નાણાં ATMમાંથી વિડ્રો કરી CDM દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. ક્લોનિંગથી કમિશન સુધીની આરોપીઓની મોડસ ઓપરેન્ડી આ ગેંગ અત્યંત ચાલાકીપૂર્વક સાયબર ફ્રોડના નાણાંને કાયદેસરના વ્યાપારી વ્યવહારમાં ફેરવતી હતી. મંથને પાંડેસરાના એક વેપારીની વિગતો ચોરી, ગ્રાફિક્સની મદદથી નકલી 'ઉદ્યમ સર્ટિફિકેટ' બનાવી એક્સિસ બેંકમાંથી સત્તાવાર POS મશીન મેળવ્યું હતું. આ મશીન હરિયાણાના જીંદ જિલ્લામાં મોકલવામાં આવતું, જ્યાં અન્ય આરોપીઓ નિર્દોષ લોકોના ATM કાર્ડ ક્લોન કરી આ મશીન પર સ્વાઇપ કરતા હતા. કાર્ડ સ્વાઇપ થતા જ રૂપિયા સુરતમાં મંથનના યુનિયન બેંકના ખાતામાં જમા થતા. માત્ર 6 દિવસમાં આ રીતે 2,21,345 રૂપિયાની હેરાફેરી કરવામાં આવી હતી. આ વ્યવહાર બદલ મંથને ₹20,000 અને અન્ય બે આરોપીઓએ ₹25,000-25,000નું કમિશન મેળવ્યું હતું. રાજસ્થાની યુવકની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા એક વ્યક્તિના કાર્ડનો ઉપયોગ થયા વગર જ સુરતના POS મશીનમાંથી રૂપિયા ઉપડતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ થઈ હતી. ઇન્સ્પેક્ટર એન.આર. પટેલે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા મોટા વરાછા વિસ્તારમાં એક્ટિવ શંકાસ્પદ POS મશીનોના આધારે આખી ગેંગનો પર્દાફાશ થયો હતો. પોલીસની ટીમ મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા હરિયાણા રવાના પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને અપીલ કરી છે કે પોતાના મહત્વના દસ્તાવેજો જેવા કે પાન કાર્ડ કે વ્યવસાયિક સર્ટિફિકેટ અજાણી વ્યક્તિને ન આપવા, કારણ કે તેનો ઉપયોગ તમારા નામે બોગસ બેંક ખાતા કે મશીનો મેળવવા માટે થઈ શકે છે. હાલ સુરત પોલીસની એક ટીમ હરિયાણામાં છુપાયેલા મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા રવાના થઈ છે.
    Click here to Read More
    Previous Article
    બોયફ્રેન્ડને ખુરશી સાથે બાંધીને જીવતો સળગાવ્યો:ગર્લફ્રેન્ડે સરપ્રાઈઝ આપવાના બહાને આંખો પર પટ્ટી બાંધી, હાથ-પગ બાંધ્યા; પછી આગ લગાવીને વીડિયો બનાવ્યો
    Next Article
    Sabarmati's Flow Halted For Repairs, Sparking An Unprecedented 'Gold Rush'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment