Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં વંદે માતરમ્ @150 પદયાત્રા યોજાઈ:જુના માર્કેટિંગ યાર્ડથી પ્રસ્થાન અને હાઈસ્કૂલ ખાતે સમાપ્તિ, ‘વંદે માતરમ્‘ના નાદ ગૂંજ્યા

    10 hours ago

    બોટાદ શહેરમાં "વંદે માતરમ્ @ 150" નિમિત્તે એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના રાષ્ટ્રીય ગીતના ઐતિહાસિક વારસાને સન્માનિત કરવાનો અને નાગરિકોમાં દેશપ્રેમ તથા એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો હતો. આ પદયાત્રાને શહેરના જુના માર્કેટિંગ યાર્ડથી સંતો અને અધિકારીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. તેમાં સંતો, પ્રાંત અધિકારી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો, રાજકીય-સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સરકારી હાઈસ્કૂલ ખાતે સમાપ્ત થઈ હતી. બોટાદમાં યોજાયેલી આ પદયાત્રા અંગે ગુરુકુળના મહંત માધવ સ્વરૂપદાસ સ્વામીએ માહિતી આપી હતી. "વંદે માતરમ્"ના નાદ સાથે ગુંજતા બોટાદ શહેરે આ પદયાત્રા દ્વારા દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Nitish Kumar steps down as Bihar legislator, remains Chief Minister for now
    Next Article
    Dhurandhar 2 Worldwide Box Office Collection Day 11 LIVE Updates: Aditya Dhar film makes Rs 1365 cr, destroys Pushpa 2 record; Ranveer joins SRK and Prabhas’ league

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment