Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વંદે માતરમ્ @ 150ની ઉજવણી:મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી પદયાત્રા રેલી યોજાઈ

    2 days ago

    રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વંદે માતરમ્ @ 150’ ફેઝ-2ની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 25 માર્ચે સવારે પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા મોરબીના ઐતિહાસિક મણીમંદિરથી શરૂ થઈ હતી. જેમાં મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મોરબીવાસીઓ જોડાયા હતા. ‘વંદે માતરમ્ @ 150’ના આ દ્વિતીય તબક્કાની ઉજવણી દ્વારા મોરબી જિલ્લામાં દેશપ્રેમ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પદયાત્રાને મહાનુભાવોએ મણીમંદિર ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે શિસ્તબદ્ધ રીતે આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્રિકોણબાગ પહોંચી હતી. ત્યાં મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુ ખાતે ભાવવંદના સાથે પદયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યાત્રાની પૂર્ણાહુતિ પ્રસંગે મહાનુભાવો દ્વારા વિદ્યાર્થીઓને વંદે માતરમની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને ભારતના સંવિધાન તેમજ સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મુસ્કાન સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દી દત્તક લીધા:મોરબીમાં સતત ચોથા વર્ષે પૌષ્ટિક આહાર કિટ આપી મદદ
    Next Article
    OpenAI shuts down Sora, pivots to enterprise and developer tools

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment