Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત્ત એએસઆઈના પુત્ર-પુત્રવધૂ વિરુદ્ધ રાવ:ASIની પત્ની પાસેથી પ્રસંગમાં પહેરવા રૂ.9.81 લાખના દાગીના લઇ પરત ન કર્યા

    8 hours ago

    પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા એએસઆઈની પત્ની પાસેથી ક્વાર્ટરની સામે જ રહેતા અન્ય નિવૃત્ત એએસઆઈના પુત્ર અને પુત્રવધૂએ લગ્ન પ્રસંગમાં જવાનું કહી ઘરેણાં પહેરવા માટે માંગ્યા બાદ એએસઆઈની પત્નીએ ઘરેણાં પરત માંગતા યેનકેન બહાના બતાવ્યા અને છેલ્લી વાર મદદના બહાને વધુ ઘરેણાં પડાવ્યા બાદ પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. ફરિયાદીએ તેના એએસઆઈ પતિની જાણ બહાર ઘરેણા આપ્યા હતા, પતિને મોઢાનું ચોથા સ્ટેજનું કેન્સર હોય જેથી બનાવ જાણી પતિને આઘાત ન લાગે તે હેતુથી અંત સુધી કરો નહોતી પરંતુ અંતે ઘરેણા પરત નહી આવે એવું જણાતા મહિલાએ પતિને બનાવની જાણ કરતા દંપતી વિરુદ્ધ પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વડોદ ગામના અને હાલ રાજકોટમાં પોલીસ હેડ ક્વાર્ટર, દસ માળિયા, એ.એસ.આઈ. બિલ્ડિંગ ક્વાર્ટર નં.101માં રહેતા છાયાબા ઇન્દ્રજીતસિંહ ઝાલા(ઉં.વ.32) દ્વારા પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોઠારિયા રોલેક્ષ રોડ સાઈબાબા સર્કલ પાસે રહેતા સાગર જીવરાજભાઈ મકવાણા, તેની પત્ની બીનાબેન સાગર મકવાણા તેમજ તપાસમાં ખુલ્લે તેના નામ આપ્યા હતા. છાયાબા ઝાલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના પતિ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તેઓ વર્ષ 2022થી રાજકોટ ખાતે રહે છે. તેમના સામેના બ્લોકમાં જીવરાજભાઈ સવજીભાઈ મકવાણા રહેતા હોય જેઓ પણ પોલીસમાં એએસઆઈ તરીકે નોકરી કરતા હોય આ જીવરાજભાઈ વર્ષ 2025માં જૂન મહિનામાં નિવૃત્ત થયા હતા અને હાલમાં તે સાઈબાબા સર્કલ પાસે સર્વેશ્વર સોસાયટીમાં રહે છે. આ જીવરાજભાઈના નાના પુત્ર સાગર અને તેની પત્ની બીનાબેનને છાયાબાના પતિ ઇન્દ્રજીતસિંહે બહેન બનાવેલ હોય જેથી દર વર્ષે બીનાબેન રાખડી બાંધવા પણ ઘરે આવતા હતા. આમ બંને પરિવાર પારિવારિક સબંધ ધરાવતા હતા. જે દરમિયાન વર્ષ 2022માં છાયાબાના પતિ ઇન્દ્રજીતસિંહને મોઢાનું કેન્સર થયું હોય જેથી તેઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ઓપરેશન બાદ પણ ઇન્ફેકશન રહેતું હોય જેથી સતત તેઓને સારવાર હેઠળ રાખેલ હતા. વર્ષ 2023માં જીવરાજભાઈની પુત્રવધૂ બીના તેણીના ઘરે આવી અને કહેવા લાગી કે, “મારે લગ્નપ્રસંગમાં જવું છે જેથી તમારા દાગીના પહેરવા આપો. હું તમને બાદમાં પરત આપી દઈશ.’’ તેણીના પતિએ બીનાને બેન બનાવેલ હોય જેથી એ સબંધના નાતે તેમણે બીનાને ઘરેણા પહેરવા આપ્યા હતા. તેના ઉપર વિશ્વાસ હોય જેથી પતિની જાણ બહાર સોનાનો પંજો, વીંટી, સોનાનો ગળાનો હાર, બુટીની જોડી, મંગળસૂત્ર તેમજ માથામાં પહેરવાનો ટીકો આપ્યા હતા. આ બીનાનો લગ્નપ્રસંગ પૂર્ણ થઇ જતા સોનાના ઘરેણા પરત માંગતા બીનાએ એવો જવાબ આપ્યો હતો કે, દાગીના મારી પાસે ભલે રહ્યા મારા ઘરે સચવાયેલા છે. તેમના પતિની સારવાર ચાલુ હોય જેથી દાગીના બીના પાસે જ રહેવા દીધા હતા. ત્યારબાદ અવારનવાર ઘરેણા પરત માંગતા ન જવાબ આપતા તેણીએ બીનાના પતિ સાગરને વાત કરી હતી. ત્યારે આ સાગરે જણાવ્યું કે, અમારે નાણાંની જરૂર પડતાં તમારા પહેરવા આપેલા સોનાના દાગીના અમે ગીરવે મૂકી દીધા છે’. આ બાબતે જીવરાજભાઈને વાત કરતા તેમણે કહ્યું કે, તમે ચિંતા ન કરો મારો દીકરો અને વહુ તમને તમારા ઘરેણાં પાછા આપી દેશે. ઘણો સમય વીતવા છતાં પૈસા પરત ન આપતા પતિને જાણ કરી દેવાની બીક બતાવતા આ સાગરે તેણીને કહ્યું કે, તમે તમારા બીજા ઘરેણા મને આપો હું તમારૂ મંગળસૂત્ર છોડાવી આપીશ. આમ અંત સુધી યેનકેન બહાના બતાવ્યા બાદ કુલ 189 ગ્રામ સોનું જેની કિંમત રૂ.9.81 લાખનું સોનું પરત ન આપી ઠગાઈ આચરતા પોલીસમાં ગુનો નોંધાયો છે. પતિને 4થા સ્ટેજનું કેન્સર હોય જેથી બનાવની જાણ નહોતી કરી અંતે આ લોકો દાગીના તેણીને પરત નહીં આપે તેમ વિચારી તેણીએ તેના પતિને પણ સઘળી વાત કરી દીધી હતી. પતિએ દાગીના પરત માંગતા તેણે મિત્ર રાહુલને આપ્યા હોય અને રાહુલ હાલમાં ફરાર હોય તેમ જણાવ્યું હતું. ત્યારબાદ આ બીનાના પિતાએ કોલ કરી ઘરે બોલાવ્યા બાદ જણાવ્યું કે, મારા પુત્ર હિરેને તમારા ઘરેણા ઉપર લોન લીધેલ છે. ત્યારે આપેલ ઘરેણામાંના કેટલાક દાગીના તેમણે બંનેને આપી દીધા હતા. જમાદારના પત્નીએ ઘરેણા પરત માંગતા ગીરવે મુકેલા ઘરેણા છોડાવવા વધુ ઘરેણા આપવાની માંગણી કરી ફરીયાદીએ ફરીથી આ સાગરને ઘરેણા આપ્યા હતા અને તેણે મંગળસૂત્ર છોડાવીને આપી દીધું હતું. ત્યારબાદ ફરી 2023માં દંપતી તેની પાસે આવેલ અને કહેવા લાગેલ કે રોકડ કે ઘરેણા આપો છેલ્લીવાર મદદ કરી આપો. તેમ કહી આ સાગર છાયાબાની રાહુલ ગૌસ્વામી નામના તેના મિત્ર સાથે કોલમાં વાત કરાવી હતી. બાદમાં ફરી વાર તેણીએ મદદના નામે બંનેને ઘરેણા આપ્યા હતા. બાદમાં બાકી બચેલું મંગળસૂત્ર લેવા ફરી બંને પતિ-પત્ની તેણીની પાસે આવેલા અને તેનું મંગળસૂત્ર ફોસલાવીને લઇ ગયા હતા. વારંવાર દાગીના માંગવા છતાય ન આપતા સાગરના પિતા જીવરાજભાઈએ જણાવ્યુ કે, મેં તપાસ કરી લીધી છે. તમારા તથા બીનાના દાગીના ખાનગી બેંકમાં મૂકી સાગરે તેના પર ગોલ્ડ લોન લીધેલ છે.
    Click here to Read More
    Previous Article
    How the Kaziranga Elevated Corridor aims to curb animal deaths in the National Park
    Next Article
    મુસાફરો માટે અત્યાધુનિક પહેલ:કિંમતી સામાન રાખવા રેલવે સ્ટેશને સ્માર્ટ લોકર મુકાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment