Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ APMC ચેરમેન ચૂંટણીની તારીખ જાહેર:17 જૂને થશે નવા ચેરમેનની પસંદગી, રાજકીય ગરમાવો વધ્યો

    9 hours ago

    બોટાદ APMCના બીજી ટર્મના ચેરમેનની ચૂંટણીની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. આગામી 17 જૂને ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. APMCના પ્રથમ અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન મનહરભાઈ માતરીયાએ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હતી. તેમની મુદત પૂર્ણ થતાં હવે નવા ચેરમેનની પસંદગી કરવામાં આવશે. બોટાદ APMC પર છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે. આ સ્થિતિમાં, ચેરમેન પદ માટે પક્ષના વિવિધ આગેવાનો અને દાવેદારો વચ્ચે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ચેરમેન પદ મેળવવા માટે અંદરખાને લોબિંગ અને બેઠકોનો દોર શરૂ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમાં કોણ ચેરમેન પદની રેસમાં આગળ રહે છે અને કોના નામ પર સહમતી બને છે તે 17 જૂનની ચૂંટણી પર નિર્ભર રહેશે.
    Click here to Read More
    Previous Article
    ભુજના રેલડીમાં ખેડૂતોનો વિરોધ:ઓવરબ્રિજ કામગીરીથી જમીન કપાતમાં, કામ અટકાવવાના પ્રયાસથી પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ
    Next Article
    સર્વર બંધ થતા કરદાતાઓ કલાકો સુધી અટવાયા:વડોદરા મનપાની એડવાન્સ વેરા યોજનાના પ્રથમ જ દિવસે સર્વર ઠપ્પ, અરજદારોમાં ભારે રોષ ફેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment