Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસનું બિલ બાકી હોવાનું કહીને ઠગાઈ:ગોતામાં વકીલને બિલની apk ફાઇલ મોકલી ખાતામાંથી 7.90 લાખ ઉપાડી લીધા

    10 hours ago

    અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા એક વકીલને સાયબર ગઠિયાઓએ ગેસનું બિલ બાકી હોવાનું કહીને બિલની apk ફાઇલ મોકલી હતી જે ડાઉનલોડ કર્યા બાદ OTP માંગ્યો હતો.વકીલે OTP આપ્યો નહોતો છતાં ગઠિયાઓએ વકીલના મોબાઇલનું એક્સેસ મેળવી લીધું હતું અને અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 7.90 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. જે અંગે વકીલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વકીલને apk ફાઇલ મોકલી ગોતા વિસ્તારમાં રહેતા 47 વર્ષીય વકીલને અજાણ્યા નંબર પરથી એક વ્યક્તિનો ફોન આવ્યો હતો જેને પોતાની ઓળખ અદાણી કંપનીના કર્મચારીની આપી હતી જે બાદ ગેસનું બિલ બાકી હોવાનું જણાવ્યું હતું અને બિલની કોપી માટે apk ફાઇલ મોકલી હતી જે વકીલે ડાઉનલોડ કરી હતી, પરંતુ ડાઉનલોડ થઈ નહોતી જેથી ગઠિયાએ વકીલ પાસે OTP માંગ્યો હતો, પણ વકીલે OTP આપ્યો નહોતો. એરટેલ કંપનીના કર્મચારી બની ફરીથી સાયબર ગઠિયાએ વકીલને ફોન કર્યો વકીલને શંકા જતા બેંકમાં જઈને એકાઉન્ટ બ્લોક કરાવ્યું હતું.બે દિવસ બાદ એરટેલ કંપનીના કર્મચારી બની ફરીથી સાયબર ગઠિયાએ વકીલને ફોન કર્યો હતો જેથી વકીલને શંકા ગઈ અને બેંકમાં તપાસ કરતા તેમના ખાતામાંથી 5 લાખ અને 2.90 લાખ એમ 7.90 લાખ રૂપિયા ઉપડી ગયા હતા જે અંગે વકીલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    RSSએ દેશભરમાં NRC કરાવવાની ફરી માંગ કરી:સંઘે કહ્યું- મતદાર યાદીની તપાસ થવી જોઈએ, કોણ ભારતીય નાગરિક છે અને કોણ નથી તે જાણવું જરૂરી
    Next Article
    સામાજિક કાર્યકર બનીને સોની સાથે 1.79 કરોડની છેતરપિંડી:ગરીબ દીકરીઓને દાગીના દાન કરવાનું કહી 2.86 કરોડના સોના-ચાંદીના દાગીના લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment