Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લા સાઇબર ક્રાઇમ ટીમની મોટી કામગીરી:APK ફાઇલ મોકલી કરોડોની છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, 1 મહિલા સહિત 3 આરોપીઓ સકંજામાં

    2 days ago

    રાજકોટ જિલ્લામાં સાઇબર ક્રાઇમ વિરુદ્ધની લડાઈમાં પોલીસને એક મોટી અને શાનદાર સફળતા સાંપડી છે. રાજકોટ જિલ્લા સાઇબર ક્રાઇમ ટીમ દ્વારા મોબાઈલમાં APK ફાઇલ મોકલીને આચરવામાં આવતા સાઇબર ફ્રોડ અને ડિજિટલ છેતરપિંડી આચરતી એક કુખ્યાત આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા ઉત્તર ભારતના વિવિધ રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં કડક તપાસ હાથ ધરીને 1 મહિલા સહિત કુલ 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ગુનાનો મુખ્ય સૂત્રધાર ડેનિશ હોવાનું સામે આવ્યું છે, જે ડિજિટલ માધ્યમથી સાઇબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતો હતો. રાજકોટ સાઇબર ક્રાઇમ ટીમની કર્ણાટક, કલકતા અને દાર્જલિંગમાં સઘન તપાસ રાજકોટ જિલ્લામાં અવારનવાર સાઇબર ક્રાઇમના બનાવો સામે આવતા હોય છે, ત્યારે સાઇબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે કડક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોક્કસ ઇનપુટ્સ મળતા રાજકોટ સાઇબર ક્રાઇમની ટીમોએ કર્ણાટક, કલકતા તેમજ દાર્જલિંગ ખાતે સ્પેશિયલ ટીમો રવાના કરી હતી. આ ટીમો દ્વારા તે વિસ્તારોમાં આવેલી અલગ-અલગ જ્વેલરી શોપ અને શંકાસ્પદ સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ ફૂટપ્રિન્ટ્સના આધારે પોલીસ આ ચાલાક આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહી હતી. પકડાયેલા આરોપીઓમાં ઝોયા ખાન નામની મહિલા તેમજ તેના સાથીદારો તોસીફ અને મોહમ્મદનો સમાવેશ થાય છે. ધોરાજીના સુપેડી ગામેથી શરૂ થઈ હતી કડી આ સમગ્ર પ્રકરણની શરૂઆત ધોરાજી તાલુકાના સુપેડી ગામેથી થઈ હતી. સુપેડી ખાતે રહેતા એક સ્થાનિક ફરિયાદીના મોબાઈલ ફોનમાં અજાણ્યા શખ્સો દ્વારા એક શંકાસ્પદ APK ફાઇલ મોકલવામાં આવી હતી. ફરિયાદીએ અજાણતાં જ તે APK ફાઇલ ઇન્સ્ટોલ કરી લેતા સાઇબર ફ્રોડ આચરતી ટોળકીએ તેમના મોબાઈલનો તાબેદારી કબજો મેળવી લીધો હતો. ત્યારબાદ આરોપીઓ દ્વારા ફરિયાદીના બેંક ખાતામાંથી ગેરકાયદેસર રીતે ઓનલાઇન નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક વિશેષ ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. મુખ્ય સૂત્રધાર ડેનિશ અને આંતરરાજ્ય નેટવર્કનો ખુલાસો રાજકોટ એસ.પી. વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ આખી ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ ડેનિશ છે. ડેનિશની સાથે અન્ય સાગરીતો પણ સંકળાયેલા છે, જેઓ ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોડવર્ડનો ઉપયોગ કરીને એકબીજા સાથે સંપર્ક સાધતા હતા. ફ્રોડની રકમ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છુપાવવા માટે તેઓ ગુપ્ત નામો અને ડિજિટલ માધ્યમોનો સહારો લેતા હતા. આ ટોળકી ગ્રાહકોના બેંક ખાતામાંથી ચોરી કરેલા નાણાં સીધા જ જ્વેલર્સના ખાતામાં મોકલાવીને સોનું ખરીદતી હતી અને તે સોનું વેચીને હવાલા મારફતે કલકતા તથા અન્ય સ્થળોએ નાણાં પહોંચાડતી હતી. આરોપીઓનાં નામ મોહમદ દાનિશ આલમગીર રીઝવી જાતે અન્સારી (રહે. કોલકાતા, વેસ્ટ બંગાળ) મોહમ્મદ તૌસીફ રઝા, પિતા: મોહમ્મદ સાબિર હુસૈન (રહે. બેંગલુરુ, કર્ણાટક / કોલકાતા) ઝોયા ખાન, પિતા: મોહમ્મદ સાજિદ તબ્રેઝ (રહે. બેંગલુરુ, કર્ણાટક / હાવડા, કોલકાતા) ડિટેક્ટ થયેલ ગુનાની વિગત આ પ્રકરણમાં કુલ 7 વણશોધાયેલ સાયબર ફ્રોડના ગુનાઓ ડીટેક્ટ થયા છે 1. સાયબર ક્રાઇમ પો.સ્ટે. (રાજકોટ રૂરલ): ગુ.ર.નં. 0009/2026, બી.એન.એસ.ની કલમ 318(4), તથા આઇ.ટી. એકટ 66(D) મુજબ. 2. ધોરાજી તાલુકા પો.સ્ટે. (રાજકોટ રૂરલ): ગુ.ર.નં. 0485/2026, બી.એન.એસ.ની કલમ 318(4), તથા આઇ.ટી. એકટ 66(C) મુજબ. 3. દાદરા નગર હેવલી સીલવાસા પોલીસ સ્ટેશન: ગુ.ર.નં. 0097/2026, બી.એન.એસ.ની કલમ 318(4) મુજબ. 4. દાદરા નગર હેવલી સીલવાસા પોલીસ સ્ટેશન: ગુ.ર.નં. 0112/2026, બી.એન.એસ.ની કલમ 318(4) મુજબ. 5. ઉદયપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન: ગુ.ર.નં. 0074/2025, બી.એન.એસ.ની કલમ 318(4), 316, 316(2) તથા આઇ.ટી. એકટ 66(D) મુજબ. 6. મુંબઇ શહેર, થાણે સીટી, ભાયખલા પોલીસ સ્ટેશન:ગુ.ર.નં. 0584/2025, બી.એન.એસ.ની કલમ 318(4), તથા આઇ.ટી. એકટ 66(C) મુજબ. 7. રાજકોટ શહેર થોરાળા પોલીસ સ્ટેશન: ગુ.ર.નં. 0785/2025, બી.એન.એસ.ની કલમ 318(4), તથા આઇ.ટી. એકટ 66(D) મુજબ. આ ઉપરાંત NCRP/1930 પોર્ટલ પર નોંધાયેલી અનેક અરજીઓ તથા અન્ય રાજ્યોની ફરિયાદો પણ આ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું ખુલ્યું છે). આરોપીઓ પાસેથી લાખોનો મુદ્દામાલ અને કિમતી ચીજવસ્તુઓ જપ્ત પોલીસની આ સઘન કાર્યવાહી દરમિયાન પકડાયેલા આરોપીઓના કબજામાંથી મોટા પ્રમાણમાં ગુનાહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 13 સોનાના સિક્કા, 1 સોનાનો ચેન, 1 લાખ રૂપિયા રોકડા તેમજ આશરે 5 લાખ રૂપિયાની કિંમતના અત્યાધુનિક મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સાઇબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા વિવિધ બેંકોના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેનાથી આ ગેંગના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. નાગરિકો માટે સાઇબર સુરક્ષા અંગે લાલબતી સમાન કિસ્સો રાજકોટ પોલીસ દ્વારા આ બાબતે નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતી APK ફાઇલ કે શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. સાઇબર ઠગો નવી નવી મોડસ ઓપરેન્ડી અપનાવીને સામાન્ય નાગરિકોને પોતાની જાળમાં ફસાવતા હોય છે. રાજકોટ સાઇબર ક્રાઇમ ટીમ દ્વારા હાલ આ કેસમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે અને ફરાર અન્ય આરોપીઓને પકડવાની ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની 8 સ્કૂલ-મોદી સ્ટેડિયમ અને AMCની ઓફિસમાં બોમ્બ-બ્લાસ્ટની ધમકી:'બચ્ચન બોમ્બેમાં-દિલજીત અમદાવાદમાં બોમ્બ હુમલામાં માર્યાં જશે'; 11 મહિનામાં 8મી વાર ધમકી
    Next Article
    દિવાળીના તહેવાર ટાણે રાજ્યમાં વરસાદની આગાહી:29 અને 30 ઓક્ટો.ના અનેક જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા, 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment