Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં ડીનર સમયે શું થયું?:ANIની મૂળ ભારતીય પત્રકાર રીના ભારદ્વાજે અનુભવ વર્ણવ્યો; હિલટન હોટેલ સીલ કરી દેવાઈ

    15 hours ago

    હાઈ સિક્યોરિટી માટે જગતભરમાં જાણીતું જગત જમાદાર અમેરિકા સિક્યોરિટીમાં ખામી માટે ચર્ચાના ચગડોળે ચડ્યું છે. દુનિયાને નવાઈ લાગે છે કે જ્યાં ટ્રમ્પ અને સ્ટેટ મિનિસ્ટર અને હાઈલેવલના ઓફિસરો ભેગા થયા હતા ત્યાં એક ગનમેન સિક્યોરિટી તોડીને અંદર ઘૂસી ગયો હતો અને હોટેલના ગેઈટ પાસે ઊભા રહેલા સિક્યોરિટી જવાનો જોતા જ રહી ગયા હતા. આ ઘટના વોશિંગ્ટન ડીસીની હોટેલ હિલટનમાં બની હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ આ હોટેલમાં એક ડીનર રાખ્યું હતું જેમાં કેટલાક પત્રકારોને પણ બોલાવાયા હતા. આ પત્રકારોમાં મૂળ ભારતીય અને સમાચાર એજન્સી ANIનાં મહિલા પત્રકાર રીના ભારદ્વાજ પણ હાજર હતાં. આ ઘટના પછી રીના ભારદ્વાજે નજરે જોયેલી ઘટનાનું વર્ણન કરતા બે વીડિયો શેર કર્યા છે. આ બંને વીડિયોમાંથી એક વીડિયો જ્યાં ડીનર ચાલતું હતું ત્યાંનો છે અને બીજો વીડિયો હોટેલની બહારનો છે. બંને વીડિયોમાં રીના ભારદ્વાજ માહિતી આપી રહ્યાં છે. સમાચાર એજન્સી ANIના મહિલા પત્રકાર રીના ભારદ્વાજે વર્ણન કર્યું તે તેમના જ શબ્દોમાં વાંચો… વોશિંગ્ટન ડીસીની હોટેલ હિલ્ટનમાં ટ્રમ્પે ડીનર રાખ્યું હતું. તેમાં પત્રકારો સાથે સંવાદ કરવાના હતા. અમેરિકાના ટોચના મંત્રીઓ પણ હાજર હતા. અચાનક અમને કાચની પ્લેટો એકસાથે તૂટી હોય એવો અવાજ સંભળાયો. વેઈટરો હાથમાં ટ્રે લઈને અંદર તરફ ભાગ્યા ને કોઈ ટેબલ નીચે છુપાવાનો પ્રયાસ કરતા હતા. મને થયું કે કાંઈક ગરબડ છે ને સિક્યોરિટી ઈશ્યૂ થયો છે. અમે જમીન પર સૂઈ ગયા. પાંચ- દસ મિનિટ બધું ચાલ્યું. જેવું અમને લાગ્યું કે હવે બધું શાંત પડ્યું છે એટલે જમીન પરથી ઉઠ્યા. મેં સ્ટેજ તરફ જોયું તો ટ્રમ્પ અને તેની પત્ની મેલાનિયાને સિક્યોર કરીને લઈ જવાયા હતા. પછીની 12 મિનિટ બાદ કેબિનેટ મેમ્બર્સ સ્કોટ બેસન્ટ, પીટ હેગસેથ, કાશ પટેલ, કેરોલિન લેવિટને બહાર કાઢવામાં આવ્યા. આ બધાને હું શરૂઆતમાં મળી હતી. અમે વાતચીત કરી રહ્યા હતા તે બધા સ્ટેજ પર બેઠા. પછી આ ઘટના બની. 30 મિનિટ પછી હીલટન હોટેલને સીલ કરી દેવાઈ હતી. પછી ડીનર કાર્યક્રમ પોસ્ટપોન કરી દેવાયો. અમેરિકામાં આ મોટું સિક્યોરિટી લેપ્સ છે. હાઈ સિક્યોરિટી ઝોનમાં ગનમેન ઘૂસી જાય છે અને ફાયરિંગ કરે છે તે આંચકાજનક બાબત છે. હવે ઘટનાની તસવીરો જુઓ… હવે જાણો કે હોટેલમાં ઘૂસેલો ગનમેન છે કોણ? વોશિંગ્ટન ડીસીમાં હિલ્ટન હોટેલની અંદર એક મોટી ઘટના ટળી ગઈ. પત્રકારો સાથે ડીનર દરમિયાન એક હુમલાખોરે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ સહિત હાજર અન્ય લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. સદનસીબે, ટ્રમ્પ અને તેમની પત્નીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. હુમલાખોર હવે પોલીસ કસ્ટડીમાં છે અને ડોનાલ્ડ ટ્રમ્પે પોતે તેનો પહેલો ફોટો પોસ્ટ કર્યો છે. ટ્રમ્પે હુમલા વિશે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. હુમલાખોર કોણ છે અને તે ક્યાંનો છે? યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનરમાં આરોપી ગોળીબાર કરનારનો આ ફોટો ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કર્યો હતો. જોકે તેમણે તેના પર કોઈ કોમેન્ટ કરી નહોતી. તેમણે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં હુમલાખોર વિશે માહિતી આપી હતી. હુમલાખોર કેલિફોર્નિયાના ટોરેન્સનો રહેવાસી છે અને તેનું નામ કોલ થોમસ એલન છે. તે 31 વર્ષનો છે. તેની ધરપકડ કરવામાં આવી છે. ગોળીબાર કરનારે એન્જિનીયરીંગનો અભ્યાસ કર્યો છે અને કેલિફોર્નિયામાં ટીચર છે અને તેણે છેલ્લી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કમલા હેરિસના રાષ્ટ્રપતિ અભિયાનમાં દાન આપ્યું હતું. થોમસ એલનના ડેમોક્રેટિક પાર્ટી સાથેના સંબંધો પણ બહાર આવી રહ્યા છે. ગોળીબાર કરનાર એકલો જ હત્યા કરવા આવ્યો હતો વોશિંગ્ટન, ડીસીના મેયર મુરિયલ બોવ્સરે CNNને જણાવ્યું હતું કે અધિકારીઓ પાસે હાલમાં એવા કોઈ સંકેત નથી કે વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સના ડિનર ઘટનામાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ. તેમણે કહ્યું, "આ સમયે, એવું માનવાનું કોઈ કારણ નથી કે બીજું કોઈ સંડોવાયેલું હતું." દરમિયાન, વોશિંગ્ટન, ડીસીના પોલીસ વડા જેફરી કેરોલે કહ્યું, “અત્યારે તો એવું લાગે છે કે શંકાસ્પદ એકલો વ્યક્તિ હતો એટલે કે એક જ ગોળીબાર કરનાર એક જ હતો અને તેની સાથે બીજું કોઈ નહોતું.”
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પને મારવા આવ્યો, ગન સાથે દોડીને હોટેલમાં ઘૂસ્યો CCTV:ટેબલ નીચે સંતાયા ટ્રમ્પ, મેલાનિયા ગભરાયાં; વોશિંગ્ટનમાં ડિનર સમયે 7 રાઉન્ડ ફાયરિંગ; હુમલાખોર ઝડપાયો
    Next Article
    મન કી બાતનો 133મો એપિસોડ:મોદીએ કહ્યું- વસ્તી ગણતરી દુનિયાનું સૌથી મોટું અભિયાન, અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ ઘરોનું લિસ્ટિંગ થયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment