Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMTS બસની રોંગ સાઈડમાં જતાં એક્ટિવાને જોરદાર ટક્કર, CCTV:મોત જોઈને યુવતીની ચીસ નિકળી ગઈ, ઉપરથી ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું, મોપેડ ફસાઈ ગયું

    1 day ago

    અમદાવાદમાં શાહઆલમ ટોલનાકા પાસે ગઈકાલે (8 એપ્રિલ) સાંજના સમયે એએમટીએસ બસે એક્ટિવા સવાર બે યુવતીની અડફેટે લીધી હતી. પૂર ઝડપે આવતી AMTS બસે જોઈને એક્ટિવા સવાર યુવતીની ચીસ નીકળી ગઈ હતી અને જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બસના આગળના ભાગે એક્ટિવા ફસાઈ જતાં બન્ને યુવત પરથી બસનું ટાયર ફરતા-ફરતા સહેજમાં રહી ગયું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. અવાજ સાંભણી લોકો દોડી આવ્યાં સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, એક એક્ટિવા ઉપર બે યુવતી ચાર રસ્તા પરથી રોંગ સાઈડમાં જઈ રહી છે. આ દરમિયાન એએમટીએસ પૂર ઝડપે આવી રહી હતી અને બસની સ્પીડ પણ વધારે હોવાના કારણે યુવતીઓ બસના આગળના ભાગે ટકરાઈ હતી. એક્ટિવા પણ બસના આગળના ટાયર નીચે ફસાયું હતું. અકસ્માતનો જોરદાર અવાજ સાંભણીને આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને યુવતીઓને ખેંચીને બહાર કાઢી હતી. આ પણ વાંચો… બેફામ AMTSએ બળદગાડાને ઉડાવ્યું, CCTV, રોષે ભરાયેલા ટોળાએ બસમાં તોડફોડ કરી 7 દિવસ પહેલાં બળદગાડાને ઉડાવ્યું હતું આ ઘટનામાં સદનસીબે બન્ને યુવતીનો આબાદ બચાવ થયો છે. આ સમગ્ર મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી છે. નોંધનિય છે કે, અમદાવાદમાં AMTS બસના ચાલકો બેફામ બસ ચલાવી અન્ય લોકોના જીવ જોખમમાં મુકી રહ્યાં છે. સાત દિવસ પહેલાં પૂર્વ વિસ્તારમાં આવેલા સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી હતી. આ ઘટનાના પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    રાજુ કરપડા પહોંચ્યા કમલમ્, ભાજપમાં જોડાશે:આવતીકાલ સુધી ભાજપ ચૂંટણી સમિતિની બેઠક લંબાઈ, આજ રાત સુધીમાં ભાજપ-કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે
    Next Article
    ભરૂચમાં પોલિંગ સ્ટાફને તાલીમ અપાઈ:સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં તાલીમ કાર્યક્રમમાં 600 અધિકારીઓ જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment