Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMTS બસ ડ્રાઇવર જોડે પ્રેમ યુવતીને ભારે પડ્યો:પૂર્વ પ્રેમીની પત્નીએ યુવતી અને તેના પિતાના ફોટા પર અભદ્ર લખાણ લખી બદનામ કરી

    1 day ago

    અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી એક નર્સિંગ કોલેજની યુવતીને સોશિયલ મીડિયા પર અભદ્ર શબ્દોનો પ્રયોગ કરી બદનામ કરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. AMTS બસના ડ્રાઇવર સાથે પરિચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો, પરંતુ ડ્રાઇવર પરિણીત હોવાની જાણ થતાં યુવતીએ સંબંધ તોડી નાખ્યા હતા. તેમ છતાં પૂર્વ પ્રેમીની પત્નીએ શંકા રાખી યુવતી તથા તેના પિતાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર સ્ટોરી મૂકી બદનામી કરતાં આખરે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. AMTS બસમાં મુસાફરી દરમિયાન સંપર્ક થયો અને પ્રેમસંબંધ બંધાયો નરોડામાં પરિવાર સાથે રહેતી 21 વર્ષીય યુવતી નર્સિંગનો અભ્યાસ કરે છે. એક વર્ષ પહેલાં AMTS બસમાં પોતાના ફોઈના ઘરે જતી વખતે ડ્રાઇવરની આગળની સીટ પર બેસતાં ડ્રાઇવર સાથે તેનો પરિચય થયો હતો. ત્યારબાદ બંનેએ નંબરની આપ-લે કરી વાતચીત શરૂ કરી હતી. જે બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને અલગ અલગ જગ્યાએ મળતા પણ હતા. પ્રેમી પરિણીત હોવાની જાણ થતાં યુવતીએ સંબંધ તોડી નાખ્યો એક દિવસ યુવતીએ ડ્રાઇવરના મોબાઈલમાં પરિવારના ફોટા જોતાં તે પરણિત હોવાની જાણ થઈ હતી. જેથી યુવતીએ તાત્કાલિક તમામ સંબંધો તોડીને વાતચીત બંધ કરી દીધી હતી. બાદમાં પૂર્વ પ્રેમીની પત્નીને તેમના વચ્ચેના સંબંધોની જાણ થઈ હતી, જેથી તેણે યુવતીને મેસેજ-ફોન કરીને કહ્યું હતું કે, તમે આ સંબંધ તોડી દો. સામે યુવતીએ કહ્યું કે, તે પરિણીત છે, એની જાણ થતા અમે સંબંધ તોડી નાખ્યો છે. બાદમાં પૂર્વ પ્રેમી જ્યાં પણ જાય ત્યાં યુવતી સાથે જતો હોવાની તેની પત્નીને શંકા હતી, જેથી તેણીને હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. ઈન્સ્ટાગ્રામ પર યુવતી અને પિતાના ફોટા સાથે અભદ્ર સ્ટોરી મૂકી પૂર્વ પ્રેમીની પત્નીએ યુવતીના ફોટા સાથે "આ ધંધા કરે છે, કોઈને જવું હોય તો આ નંબર પર ફોન કરો" એવું અભદ્ર લખાણ લખીને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી અપલોડ કરી હતી. આ ઉપરાંત યુવતીના પિતાના ફોટા પર પણ ગંદા લખાણો લખીને સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા. સતત બદનામી અને માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર્સની બેઠક યોજાઈ:બાળકોની સુરક્ષા માટે પોલીસ અને બાળ સુરક્ષા વિભાગ વચ્ચે સંકલન મજબૂત કરાશે
    Next Article
    હોર્મુઝ નજીક જહાજ પર ડ્રોન હુમલો, 2 ભારતીયો ગુમ:ભારતે હુમલા રોકવા કહ્યું; 3 દિવસમાં 3 ભારતીય જહાજો પર મિસાઈલ-ડ્રોનથી હુમલા થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment