Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMC-METમાં ભરતીને લઈને યુવરાજસિંહનો મોટો ધડાકો:પરીક્ષા-જાહેરાત વગર 150થી વધુ તબીબોની નિમણૂકનો આક્ષેપ, વગદારનાં સગાંને રૂ.1.15 લાખના પગારે નોકરી!

    8 hours ago

    સરકારી નોકરી મેળવવા માટે યુવાનો GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં વર્ષો વિતાવે છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMC-METમાં પરીક્ષા કે જાહેર જાહેરાત વગર જ ક્લાસ-1 અને ક્લાસ-2 કક્ષાના તબીબોની નિમણૂક થઈ હોવાનો ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. છેલ્લા બે વર્ષમાં 150થી વધુ તબીબોને કોઈ જાહેર સ્પર્ધાત્મક પ્રક્રિયા વગર એડહોક કે કોન્ટ્રાક્ટ પર નિમણૂક અપાઈ હોવાનો દાવો કરીને તેમણે સમગ્ર ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે AMC-METમાં તબીબોની ભરતી માટે અખબારી જાહેરાત, જાહેર ઇન્ટરવ્યૂ અને અનામતના રોસ્ટર સહિતની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નથી. વ્યક્તિગત અરજીઓ અને ડીનની ભલામણના આધારે 'With reference to your application' લખીને સીધી નિમણૂકો આપવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2025-26માં મેડિકલ વિભાગમાં અંદાજે 97 અને વર્ષ 2026માં અત્યાર સુધીમાં 50થી વધુ તબીબોને આ રીતે નિમણૂક આપવામાં આવી છે. શારદાબેન હોસ્પિટલમાં એક મંજૂર જગ્યા સામે બે ડેન્ટલ સર્જનનો આક્ષેપ યુવરાજસિંહે બે નિમણૂકોના ઉદાહરણ આપીને ભરતી પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, વલસાડ ભાજપ મહિલા મોરચાનાં અગ્રણી ગીતાબેન પટેલનાં પુત્રી ડૉ. મૃગનયની પટેલને શારદાબેન હોસ્પિટલમાં ફુલટાઇમ ડેન્ટલ સર્જન તરીકે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક EST-3056 સાથે જોડાયેલી હોવાનું તેમણે જણાવ્યું છે. તેમનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં ફુલટાઇમ ડેન્ટલ સર્જન (ક્લાસ-2)ની સત્તાવાર મંજૂર જગ્યા માત્ર એક જ છે અને તેના પર અગાઉથી કાયમી તબીબ ફરજ બજાવી રહ્યા છે. આમ છતાં બીજી વધારાની જગ્યા ઊભી કરીને ડૉ. મૃગનયની પટેલને માસિક આશરે રૂ.1.15થી 1.16 લાખના પગારે નિમણૂક આપવામાં આવી છે. આ નિમણૂક છેલ્લા એક વર્ષથી ચાલુ હોવાનો પણ દાવો કરાયો છે. એક જ દિવસે બીજી હોસ્પિટલમાં પણ નિમણૂકનો દાવો બીજા કિસ્સામાં યુવરાજસિંહે ઉચ્ચ IPS અધિકારીનાં સંબંધી ડૉ. ક્રીના ગુર્જરની નિમણૂકનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, 2 ડિસેમ્બર, 2025ના રોજ EST-3057 હેઠળ ડૉ. ક્રીના ગુર્જરને એલ.જી. હોસ્પિટલમાં ડેન્ટલ સર્જન તરીકે નિમણૂક આપવામાં આવી હતી. આ નિમણૂક પણ શારદાબેન હોસ્પિટલના કિસ્સાની જેમ સમાન પગારધોરણે કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. લેક્ચરરની ભરતીમાં મેરિટમાં નાપાસ, છતાં હોસ્પિટલમાં નિમણૂક? યુવરાજસિંહે વધુમાં દાવો કર્યો છે કે વર્ષ 2025-26ની જાહેરાત નંબર 02/2025-26 હેઠળ ડેન્ટલ કોલેજમાં લેક્ચરર (ટ્યુટર)ની 17 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં ઉપરોક્ત બંને ઉમેદવારો ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહ્યાં હતાં, પરંતુ મેરિટમાં સફળ થઈ શક્યાં નહોતાં. તેમ છતાં બંનેને ડેન્ટલ કોલેજના બદલે હોસ્પિટલમાં ડેન્ટલ સર્જન તરીકે નિમણૂક આપવામાં આવી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. લાગવગથી ભરતી અને રોસ્ટરનું પાલન નહીં થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહના જણાવ્યા પ્રમાણે, AMC-METમાં કેટલીક ટીચિંગ સ્ટાફની જગ્યાઓ માટે યુનિવર્સિટી અને NMCના નિયમોને કારણે જાહેર જાહેરાત આપવામાં આવે છે, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની સીધી સારવાર સાથે સંકળાયેલી જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવતી નથી. SC, ST, OBC અને EWS સહિતની અનામત વ્યવસ્થાના રોસ્ટરનું પાલન પણ થતું ન હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. તેમણે એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે સરકારી પગાર મેળવતા કેટલાક તબીબો દ્વારા સોશિયલ મીડિયા પર મોડેલિંગ રીલ્સ અને ડેન્ટલ પ્રોડક્ટ્સનું પેઇડ પ્રમોશન કરવામાં આવતું હોવા છતાં ફરિયાદો બાદ પણ કાર્યવાહી થતી નથી. મોટા રાજકીય નેતાઓ અને અધિકારીઓનાં નામનો ઉપયોગ કરીને કાર્યવાહી અટકાવાતી હોવાનો પણ દાવો કર્યો છે. યુવરાજસિંહની ત્રણ મુખ્ય માગણીઓ 1. જાહેરાત અને રોસ્ટર વગર કરવામાં આવેલી તમામ એડહોક અને કોન્ટ્રાક્ટ નિમણૂકો તાત્કાલિક રદ કરવામાં આવે. 2. મંજૂર મહેકમ વગર ચૂકવાયેલા પગારની જવાબદારી નક્કી કરી જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલવામાં આવે અને ખોટા નિમણૂક આદેશો કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. 3. રાજ્યના તમામ લાયકાત ધરાવતા તબીબોને સમાન તક મળે તે માટે અખબારી જાહેરાત સાથે પારદર્શક અને ખુલ્લી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. AMC-METમાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલી ભરતી અંગે યુવરાજસિંહ જાડેજાએ લગાવેલા આક્ષેપોથી મ્યુનિસિપલ ભરતી પ્રક્રિયાની પારદર્શિતા, મંજૂર મહેકમ અને અનામતના નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    માંગરોળ નજીક મકતુપુરના દરિયાકિનારે નંદી-કાચબા આકારના ખંડિત અવશેષો:પ્રાચીન મૂર્તિઓ જેવા અવશેષો મળતા કુતૂહલ ફેલાયું, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
    Next Article
    ન્યૂઝીલેન્ડે ફૂટબોલ મેચમાં ભારતને 5-0થી હરાવ્યું:પહેલા હાફમાં 3 ગોલ, જેસી રેન્ડલે બે વખત બોલને ગોલપોસ્ટમાં પહોંચાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment