Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCના થલતેજ CHCમાં 20 દિવસ જૂના ફ્રેક્ચરની સફળ સર્જરી:યુવાનની K-Wire ટેકનિક દ્વારા સારવાર કરી પીડામાંથી મુક્તિ અપાવી

    1 week ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરે ઉત્તર પ્રદેશના 21 વર્ષીય મજૂર યુવાનના 20 દિવસ જૂના હાથના ફ્રેક્ચરની સફળ સર્જરી કરીને તેને સંપૂર્ણપણે નિઃશુલ્ક અને અદ્યતન સારવાર આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશના રહેવાસી અમિતકુમાર રાવત અમદાવાદમાં એક કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કામ માટે આવ્યા હતા. કામ દરમિયાન ઈંટ વાગવાથી તેમને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી. શરૂઆતમાં ઇજાને ગંભીરતાથી ન લેતા તેમણે કોઈ સારવાર કરાવી નહોતી. પરંતુ લગભગ 20 દિવસ સુધી સતત દુખાવો સહન કર્યા બાદ પીડા વધી જતા તેઓ AMC સંચાલિત થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા. થલતેજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના તબીબ ડૉ. ચેતન ચૌધરી દ્વારા તપાસ અને એક્સ-રે કરવામાં આવ્યો, જેમાં તેમના ડાબા હાથમાં મેટાકાર્પલ ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબોની ટીમે તાત્કાલિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. સામાન્ય રીતે આવા ફ્રેક્ચરમાં પ્લાસ્ટર કરવામાં આવતું હોય છે, પરંતુ દર્દીના ફ્રેક્ચરની જટિલતા અને 20 દિવસ જૂની ઇજાને ધ્યાનમાં રાખીને K-Wire ટેકનિક દ્વારા અદ્યતન સર્જરી કરવામાં આવી હતી. આ સર્જરી દરમિયાન Closed Reduction Internal Fixation under Supra Clavicular Block SGA પ્રક્રિયા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આ સર્જરી ડૉ. સ્મિત દવે અને થલતેજ CHCની નિષ્ણાત તબીબી ટીમ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હતી. ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય રીતે લાખો રૂપિયાનો ખર્ચ થતી આવી સર્જરી AMCના થલતેજ CHC ખાતે દર્દીને સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના ભૂમાફિયાએ ગિફ્ટ સિટી પાસે 190 કરોડની જમીન હડપી:કૌશિક વઘાસિયાએ NRI વૃદ્ધની 18 વીઘા જમીનના ખોટા દસ્તાવેજો બનાવ્યા, ગાંધીનગર કલેક્ટરની તપાસમાં ભાંડો ફૂટ્યો
    Next Article
    હિંમતનગર-ગાંભોઈ હાઈવે પર અકસ્માત; ત્રણ મહિલાના મોત:રિક્ષા ચાલકે અચાનક ટર્ન લેતાં સામેથી આવતી કારની ટક્કરથી ફુરચા ઊડી ગયા; કાર ચાલક સહિત બે ગંભીર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment