Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCમાં સન્ની બાબા ફરી રીપીટ?:વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન અને નીરવ બક્ષી વચ્ચે હરીફાઈ, ઉપનેતા તરીકે જયમન શર્માને પણ મળી શકે તક

    2 days ago

    અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ હવે વિપક્ષી છાવણીમાં હલચલ તેજ બની છે. 192 બેઠકોમાંથી ભાજપે 160 બેઠકો સાથે ભવ્ય જીત મેળવી છે, જ્યારે 32 બેઠકો જીતનાર કોંગ્રેસ વિપક્ષની ભૂમિકા ભજવશે. હવે સૌની નજર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા કોણ બનશે તેના પર ટકેલી છે. વિપક્ષના નેતા માટેના પ્રબળ દાવેદારો કોંગ્રેસમાં વિપક્ષના નેતાના પદ માટે મુખ્યત્વે બે નામો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. દાણીલીમડા વોર્ડમાંથી જીતેલા શહેઝાદ ખાન પઠાણ ગત ટર્મમાં તેઓ વિપક્ષી નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સત્તાધારી પક્ષ સામે આક્રમક રજૂઆતો અને પ્રજાના પ્રશ્નો ઉઠાવવામાં તેઓ સફળ રહ્યા હોવાથી તેમને ફરીથી તક મળી શકે છે. દરિયાપુર વોર્ડના નીરવ બક્ષી ગત ટર્મમાં તેઓ ઉપનેતા તરીકે કાર્યરત હતા. સિનિયરિટી અને અનુભવને ધ્યાને રાખીને આ વખતે તેમને નેતા પદની જવાબદારી સોંપાઈ શકે છે. અન્ય મહત્વના હોદ્દાઓ માટે સંભવિત નામો આંતરિક ખેંચતાણનો ડર ઉલ્લેખનીય છે કે ગત ટર્મમાં વિપક્ષના નેતાની પસંદગી મુદ્દે કોંગ્રેસમાં ભારે જૂથબંધી જોવા મળી હતી, જેના કારણે એક વર્ષ સુધી આ પદ ખાલી રહ્યું હતું. આ વખતે પક્ષ કોઈ પણ વિવાદ વગર વહેલી તકે નિમણૂક કરે તેવી શક્યતા છે. શહેજાદખાન પઠાણે ચાર વર્ષ સુધી વિપક્ષ તરીકે મજબૂત ભૂમિકા ભજવી હોવાથી હાઈકમાન્ડ તેમને રીપીટ કરે છે કે નવા ચહેરા તરીકે નીરવ બક્ષી પર પસંદગી ઉતારે છે, તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપા ચૂંટણીમાં મતદારોનો મિજાજ:236 ઉમેદવારોમાંથી કોઈ પસંદ ન પડતા 9119 લોકોએ નોટાનું બટન દબાવી નારાજગી વ્યક્ત કરી, કોંગ્રેસની જીત થઈ તે વોર્ડમાં 'નોટા'નો ઓછો ઉપયોગ
    Next Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં બેદરકારીનો ખુલાસો:એલાર્મ સિસ્ટમથી બેંક મેનેજર સહિતનો સ્ટાફ અજાણ, લૂંટારાઓને શોધવા પોલીસના 3 દિવસથી હવાતિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment