Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCની તિજોરી છલકાઈ:4 મહિનામાં રોડ પરથી દબાણો દૂર કરવા અને ગેરકાયદેસર વાહનોને દંડ ફટકારી 2.57 કરોડની વસૂલાત

    9 hours ago

    અમદાવાદ શહેરને દબાણમુક્ત કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણોને હટાવવાની સઘન કાર્યવાહી કરવામાં આવે છે. રોડ પરના દવાણો દૂર કરી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટેની 1 જાન્યુઆરી 2026થી 25 એપ્રિલ, 2026 દરમિયાન કામગીરી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન કુલ 6887 લારીઓ અને ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લગભગ 25089 ગેરકાયદેસર બોર્ડ, બેનરો અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરી કુલ 10598 વાહનોને દંડિત કરવામાં આવ્યા છે. તેમજ વિવિધ ઝોનમાંથી 49857 અન્ય પરચૂરણ માલ સામાન દૂર કરવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 7911 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા ઝોન પ્રમાણે ઉત્તર ઝોનમાં 1094 લારી-ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા, જયારે દક્ષિણ ઝોનમાં 834, પૂર્વ ઝોનમાં 966, મધ્ય ઝોનમાં 1075, પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1532, ઉત્તર પશ્ચિમમાં 873 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 513 લારીઓ-ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે. ગેરકાયદેસર બોર્ડ, બેનર અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરીમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 7911 હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. તે સિવાય મધ્ય ઝોનમાં 3443, ઉત્તર ઝોનમાં 3441, પૂર્વ ઝોનમાં 3812, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 2892, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1833 અને દક્ષિણ ઝોનમાં 1757 હોર્ડિંગ્સ દૂર કાવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી કરતા પૂર્વ ઝોનમાં સૌથી વધુ 2867 વાહનોને દંડિત કરવામાં આવ્યા, જયારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1999, પશ્ચિમ ઝોનમાં 1882, મધ્ય ઝોનમાં 1332, ઉત્તર ઝોનમાં 1259, દક્ષિણ ઝોનમાં 831 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 428 વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ અન્ય પરચૂરણ માલ સામાનને દૂર કરવાની કામગીરીમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 13349, મધ્ય ઝોનમાં 8878, ઉત્તર ઝોનમાં 7428, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6765, પૂર્વ ઝોનમાં 6336, દક્ષિણ ઝોનમાં 4258 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2843 વસ્તુઓ દૂર કરવામાં આવી છે. અભિયાનમાં 2.57 કરોડની વસૂલાત કરવામાં આવી હતી આ સમગ્ર અભિયાન દરમિયાન AMC દ્વારા કુલ રૂ. 2, 57,26,570ની વસુલાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ રૂ. 82,28,950, પશ્ચિમ ઝોનમાંથી રૂ. 38,22,000, પૂર્વ ઝોનમાંથી રૂ. 35,01,400, ઉત્તર ઝોનમાંથી રૂ. 31,05,570, દક્ષિણ ઝોનમાંથી રૂ. 24,11,350, મધ્ય ઝોનમાંથી રૂ. 23,11,300 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી રૂ. 23,46,000ની વસુલાત નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    આદરીયાણામાં ઠાકોર સમાજના 40મા સમૂહલગ્નમાં 23 યુગલો પરણ્યા:સાંસદ અને ધારાસભ્ય સહિત આગેવાનો હાજર રહ્યા, નવદંપતીઓને સુખી દાંપત્યજીવન માટે શુભકામનાઓ પાઠવી
    Next Article
    Heavy Rains Before Monsoon LIVE | ભરઉનાળે ચોમાસા જેવો વરસાદ | Weather Updates | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment