Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCમાં નવી કમિટીઓની જાહેરાત, જુઓ લિસ્ટ:વિધાનસભા દીઠ 2 કોર્પોરેટરો, નારણપુરા-નરોડામાંથી 3-3ની પસંદગી; સ્થાન ન મળતા કોંગ્રેસનો વિરોધ

    3 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે(25 જૂન) સામાન્ય સભા મળી હતી. જેમાં AMTS કમિટીના ચેરમેન, વોટર સપ્લાય એન્ડ સુએજ, રોડ એન્ડ બિલ્ડીંગ સહિતની 11 વિવિધ કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન સહિતના સભ્યોની સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી હતી. મોબાઇલની રિંગ વાગતાં જ મેયર ગુસ્સે થયા સામાન્ય સભા શરૂ થતાની સાથે જ મેયર હિતેશ બારોટ ચાલુ સભામાં વંદે માતરમ ગીત દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગને લઈને ગુસ્સે ભરાયા હતા. તમામ કોર્પોરેટરોને ફોન બંધ કરી દેવા અથવા તો બહાર મૂકીને આવવા માટે ટકોર કરી હતી. સામાન્ય સભાની ગરિમા જાળવવા માટે કોર્પોરેટરોને ટકોર કરવી પડી હતી જેને લઈને સભામાં સોંપો પડી ગયો હતો. કમિટીઓમાં સ્થાન ન મળતા કોંગ્રેસનો વિરોધ AMTS કમિટીના ચેરમેન તરીકે શહેરના પૂર્વ મહામંત્રી અને પૂર્વ કોર્પોરેટર પરાગ નાયકને નિયુક્ત કરવામાં આવ્યા છે. વિપક્ષના કોર્પોરેટરોને અન્ય કમિટીઓમાં નિમણૂક આપવા અંગેની માગ દરિયાપુર વોર્ડના કોર્પોરેટર નીરવ બક્ષી દ્વારા માગ કરવામાં આવી હતી. મેયર હિતેશ બારોટે કહ્યું હતું કે 25 વર્ષ અગાઉ તમે કમિટીઓમાં નિયુક્ત નથી આપી અને એ જ પરંપરા અત્યાર સુધી ચાલી રહી છે. પ્રજાના કામ કોર્પોરેટર બનીને પણ કરી શકાય છે. દરેક વિધાનસભામાંથી બે-બે કોર્પોરેટરોની પસંદગી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અલગ અલગ 11 પેટા કમિટીઓ નીમવામાં આવે છે. જેમાં તમામ કામ પેટા કમિટીમાં મંજૂર કરવામાં આવે છે ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી આપવામાં આવતી હોય છે. વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં દરેક વિધાનસભામાંથી બે કોર્પોરેટરોને પસંદગી કરવામાં આવે છે. આજે AMCમાં નિમણૂક કરાયેલા ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનમાં નારણપુરા વિધાનસભામાંથી ત્રણ-ત્રણ કોર્પોરેટરોને હોદ્દો આપવામાં આવ્યો છે જ્યારે બાકી બધી વિધાનસભામાંથી બે-બે કોર્પોરેટરોને હોદ્દો આપવામાં આવ્યો છે. કમિટી ચેરમેન અને સભ્યોનું લિસ્ટ ધરમશી દેસાઈને વોટર સપ્લાય કમિટીની જવાબદારી બોડકદેવ વોર્ડના કોર્પોરેટર ધરમશી દેસાઈને વોટર સપ્લાય કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણી ભરાવવાથી લઈને ગટરની સમસ્યાઓના ઉકેલ માટે મહત્વની આ કમિટીમાં તેમને ચેરમેન બનાવવામાં આવ્યા છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈનિક વકીલ શહેરમાં રોડ અને રસ્તાની જવાબદારી એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાલડી વોર્ડના કોર્પોરેટર જૈનિક વકીલની નિમણૂંક કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    'સાચું કહેવું મુશ્કેલ પણ જીવ લેવો સહેલો થઈ ગયો છે!':પુણે કેતન મર્ડર કેસ પર હિના ખાન ભડકી, કહ્યું- 'સિયા સત્ય બોલીને તેને છોડી શકતી હતી'
    Next Article
    સોનગઢ પાલિકાને માહિતી આયોગનો આદેશ:કોર્પોરેટરને વિકાસ કાર્યોની લેખિત માહિતી આપવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment