Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AMCની ચૂંટણીને લઈને કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર:ચૂંટણી જીત્યા બાદ 15 વાયદા પૂરા કરવા માટે નાગરિકોને કમિટમેન્ટ આપ્યું, 20 વર્ષ ટેક્સના પૈસાનો ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ

    9 hours ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 90 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવ્યા બાદ જનતાને આકર્ષવા માટે કોંગ્રેસનું કમિટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનું સાશન આવ્યા બાદ 15 જેટલા વાયદા પૂરા કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના શાસનમાં અલગ અલગ કામો આપીને કમલમ સુધી પૈસા પહોચાડવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જગ્યાઓ ખાલી પડી છે તે ભરવાની પણ ખાતરી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો પણ જનતાના સૂચનોના આધારે તૈયાર કરાયો હોવાનો દાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 20 વર્ષથી ભાજપની શાસન છે. અનેક પ્રયાસ કરવા છતાં કોંગ્રેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી શકતી નથી. જેથી હવે મતદારોને આકર્ષવા માટે અને ફરી બેઠી થવા માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જનતાને આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો પણ જનતાના સૂચનોના આધારે તૈયાર કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વોર્ડમાં નાગરિકો પાસે જઈને તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા છે. જેના આધારે નાગરિકોને 15 જેટલા વાયદા કરવા માટે વચન આપવામાં આવ્યું છે. છેલ્લા 20 વર્ષમાં નાગરિકોને પડેલી હાલાકી અંગે સૂચનો મંગાવાયા હતા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાગરિકોને છેલ્લા 20 વર્ષમાં ભાજપની શાસન હોવા છતાં શું શું હાલાકીનો સામનો કરવો પડે છે એવા સૂચન માંગવામાં આવ્યા છે. જેથી નાગરિકો પાસેથી મળેલા સૂચનના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના નેતાઓ વોર્ડમાં નાગરિકોના ઘર ઘર સુધી ગયા હતા. જે બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત બાદ નાગરિકોની તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનો વાયદો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરને ફરી ગૌરવ અપાવવા માટે કામ કરવાનું પણ નાગરિકોને વચન આપવામાં આવ્યું છે. હવે કોંગ્રેસના ઉમેદવારો મેનિફેસ્ટોના આધારે નાગરિકોને મત માંગવા જશે. ટેકસની આવકનો પણ લોકોની સુવિધા માટે કરવામાં આવતો નથી વધુમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જુદી-જુદી બાબતોને ધ્યાનમાં રાખીને મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. ભાજપ જેનું ગૌરવ લે છે અને વિશ્વના મોટા-મોટા નેતાઓ આવે છે તે રિવરફ્રન્ટ કોંગ્રેસની દેન છે. તે સમય અને આ સમયમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. અત્યારે સરકાર પોતાની પાસે પાવર લઈ રહી છે. નાગરિક સમિતિઓ માત્ર કાગળ પર જ છે. તેમજ બહુમતી હોવા છતાં વિકાસની કામગીરીમાં કોઈ ભાગ ભજવતા નથી. ટેકસની આવકનો પણ યોગ્ય ઉપયોગ લોકોની સુવિધા માટે કરવામાં આવતો નથી. શહેરની સ્થિતિ ખૂબ કથળી રહી છે. લોકો ટેક્સ ભરે છે પરંતુ કોઈ સુવિધા તેમણે આપવામાં આવતી નથી. ચૂંટણી જીત્યા બાદ શહેરમાં વિકાસના કામના અનેક બદલાવ લાવીશું નાગરિકો સાથે ભેદભાવ થતો હોવાના આક્ષેપ સાથે ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમારી વાત લોકોએ કહેવા માંગીએ છીએ કે કોર્પોરેશનની ચૂંટણીથી સરકાર બનાવવાની નથી પરંતુ, અમારી સરકાર બન્યા બાદ અમદાવાદ કેવું હશે? તે વિચાર સાથે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમે ચૂંટણી જીત્યા બાદ શહેરમાં વિકાસના કામના અનેક બદલાવ લાવીશું. લોકોએ ખાડા જોયા, પાણી ભરાવવાની સમસ્યા જોઈ, નાગરિકોએ પીવાના પાણીની સમસ્યા જોઈ જે પૂરું કરવામાં આવતી નથી. જાહેરાત કરવા કરતા જાહેર હિતની વાત કરવામાં આવે તેવું અમે કહીએ છીએ. શહેરમાં ડિમોલિશન કરવામાં આવે છે છતાં નાગરિકો સાથે ભેદભાવ રાખીને તેમને રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કમિટમેન્ટના આધારે કામ કરીશું મેનિફેસ્ટોની જાહેરાત કરતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લોકોની જે અપેક્ષા છે તે અમે પૂરી કરવા માટે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યું છે. દરરોજ લોકોને સુવિધા માટે આંદોલન કરવા પડે છે. રમત ગમતના મેદાનો પણ અત્યારે રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસનું કમિટમેન્ટમાં પાયાની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેકસમાં 18 ટકાથી 5 ટકા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક માટેની તૈયારી કરવામાં આવી રહી છે. તો તેનું બજેટ કોંગ્રેસ કેન્દ્ર સરકાર પાસેથી કરવામાં આવે અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટમાંથી તે કરવામાં ન આવે એવું અમે કરીશું. અમદાવાદને ફરીથી ગૌરવ પ્રાપ્ત થાય તે માટે અમે કામ કરીશું. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના કમિટમેન્ટના આધારે કામ કરીશું. અમદાવાદ શહેરને સારું શહેર બનાવવા માટે કામ કરીશું. તેમજ જન ઉપયોગી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. નાગરિકોને કમિટમેન્ટ આપીને અમે કામ કરીશું અમદાવાદ શહેર પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે લોકોને કામ આપવામાં આવે છે તે લોકો કમલમ સુધી ફંડ પહોંચાડે છે. બે મહિના સુધી લોકોની વચ્ચે જઈને લોકોના પ્રતિભાવ માંગવામાં આવ્યા હતા. જેથી વ્યાપક સર્વે કરીને તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ તમામ વોર્ડમાં નાગરિકો સાથે મળી હતી. જેથી તેમના કેવા કેવા પ્રશ્નો છે તેના આધારે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવ્યો છે. જેથી તેના આધારે નાગરિકોને કમિટમેન્ટ આપીને અમે કામ કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસનું કમિટમેન્ટ શું છે?
    Click here to Read More
    Previous Article
    When scans failed, a cough spoke: How Hyderabad-based neurologist diagnosed a 55-year-old’s ‘silent’ spinal disease
    Next Article
    અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ત્રિપલ અકસ્માત:છાણીના GSFC બ્રિજ પાસે બેફામ ટેન્કરે રિક્ષા, આઇસર અને એક્ટિવાને અડફેટે લીધા, બેના ઘટનાસ્થળે મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment