Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદકી કરનારા એકમો પર ત્રાટકી AMC:પશ્ચિમ ઝોનમાં 149 એકમોને નોટિસ, 7 સીલ અને 2.40 લાખનો દંડ વસૂલાયો

    3 days ago

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા માટે એક સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પશ્ચિમ ઝોન)ના માર્ગદર્શન હેઠળ, જાહેર માર્ગો પર ગંદકી ફેલાવતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા ધંધાકીય એકમો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. દિવસ-રાત ચેકિંગ અને નોટિસનો દોર છેલ્લા 2 દિવસ દરમિયાન પશ્ચિમ ઝોનના વિવિધ વોર્ડમાં સ્પેશિયલ સ્ક્વોડ બનાવીને દિવસ તેમજ રાત્રિના સમયે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પાનના ગલ્લા, ચાની કિટલીઓ અને અન્ય વ્યાપારિક એકમોમાં જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 241 યુનિટોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ગંદકી અને ડસ્ટબિન ન રાખવા બદલ 149 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. 7 એકમો સીલ: લાખોનો વહીવટી ચાર્જ વસૂલાયો તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં ગંભીર બેદરકારી બદલ કુલ 7 એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોર્પોરેશન દ્વારા કુલ 2,39,800 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. જેમાં ગંદકી અને ન્યુસન્સ બદલ 2,05,000 રૂપિયાના દંડનો સમાવેશ થાય છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ સ્વચ્છતાની સાથે પર્યાવરણને નુકસાન કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ, વેચાણ અને સંગ્રહ સામે પણ તવાઈ બોલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન 3.6 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે, જે પેટે એકમો પાસેથી 34,800 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કડક કામગીરીથી નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    31 મે સુધી પીપળી સ્ટેશન પર સ્ટોપેજ રદ:ફૂટ ઓવર બ્રિજ અને નવા પ્લેટફોર્મની કામગીરી ચાલતી હોવાથી ઓખા-ભાવનગર એક્સપ્રેસનું સ્ટોપેજ રદ
    Next Article
    "Chocolate Cake For Dark Boy": Retired India Star Accuses Teammate Of Racism

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment