Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરાને હત્યાના પ્રયાસમાં જુવેનાઇલ બતાવવા AMCની સ્કુલનું ખોટું સર્ટિફિકેટ આપ્યું:1 વર્ષ નાની ઉંમર બતાવી, પોલીસે તપાસ કરાવતાં માતા-પુત્રનો ભાંડો ફૂટ્યો

    5 days ago

    અમદાવાદના રામોલ વિસ્તારમાં હત્યાના ગુનામાં આરોપી અને તેની માતાએ મળી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. આરોપીને હત્યાના પ્રયાસના ગુનામાં જુવેનાઇલ તરીકેનો લાભ મળે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ રજુ કરવામાં આવ્યું હતું. પોલીસને આ સર્ટિફિકેટ શંકાસ્પદ લાગતા તપાસ કરાવી હતી જેમાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. રામોલ પોલીસે આરોપી અને તેની માતા વિરુદ્ધ ખોટું લિવિંગ સર્ટિફિકેટ રજુ કરવા મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી મળતી માહિતી મુજબ વર્ષ 2025માં હત્યાના પ્રયાસના ગુનામાં રામરાજ્ય નગર વિસ્તારમાં રહેતો અનિલ ખટીક નામનો યુવક વોન્ટેડ હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના ઘરે આવ્યો છે જેથી પોલીસે તેના ઘરે જઈને તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેની ઉંમર પૂછતા 19 વર્ષ હોવાનું જણાવ્યું હતું અને તેના આધારકાર્ડમાં વર્ષ 2007નો જન્મ હતો. પોલીસે આરોપીની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. ત્યારે બીજા દિવસે આરોપીની માતા રામ કન્યા ખટીક પોલીસ સ્ટેશન ખાતે આવી હતી. આરોપીની માતાએ AMC સંચાલિત અમરાઈવાડી હિન્દી શાળા નંબર 1નું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પોલીસ સમક્ષ રજૂ કર્યું હતું પોલીસે તપાસ કરાવતાં માતા-પુત્રનો ભાંડો ફૂટ્યો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ રજુ કરતા તેમણે જણાવ્યું હતું કે મારો દીકરો અનિલ સગીર વયનો છે જેથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જોતા તેની જન્મ તારીખ 10 જુલાઈ 2008 લખી હતી. સર્ટિફિકેટમાં ડુપ્લિકેટ લખવામાં આવેલું હતું. પોલીસને જન્મ તારીખના આંકડા અને શબ્દોમાં ચેડા થયા હોવાની શંકા થઈ હતી જેથી તેમણે આજ સ્કૂલ સર્ટિફિકેટ ખરાઈ કરાવવા માટે અમરાઈવાડી હિન્દી શાળા નં.- 1ના આચાર્યને લેખિતમાં આ બાબતે જાણ કરીને સર્ટિફિકેટ અંગે ખરાઈ કરવા મોકલી આપ્યું હતું. જે બાબતે સ્કૂલમાંથી લેખિતમાં જવાબ આવ્યો હતો કે જે સર્ટિફિકેટ ખરાઈ બાબતે મોકલવામાં આવ્યું છે તેમાં તેનું ઓરિજનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ખોવાઈ ગયું હતું. જુવેનાઇલ બતાવવા AMCની સ્કુલનું ખોટું સર્ટિફિકેટ રજુ કર્યું સ્કૂલ તરફથી ડુપ્લિકેટ લિવિંગ સર્ટિફિકેટ કાઢીને આપવામાં આવ્યું હતું અને જેમાં જુલાઈ 2008માં જન્મ બતાવ્યો હતો. પરંતુ સ્કૂલના જી આર નંબર મુજબ જુલાઈ 2007માં તેનો જન્મ થયો છે, જેથી પોલીસ દ્વારા જે ડુપ્લિકેટ સર્ટિફિકેટ ખરાઈ માટે મોકલી આપવામાં આવ્યું છે તેમાં ચેડા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપીની માતાએ પોતાના દીકરા અનિલને જુવેનાઇલ તરીકેનો હત્યાના ગુનામાં લાભ મળે તેના માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ચેડા કર્યા હોવા અને સામે આવતા પોલીસ દ્વારા આરોપી અનિલ અને તેની માતા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    કોર્ટે ખાન સરની ધરપકડ પર રોક લગાવી:કોચિંગ ડિરેક્ટર રોશન આનંદના જામીન પર નિર્ણય નિર્ણય આવી શકે છે, સમર્થનમાં વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ યોજી હતી
    Next Article
    પાટણની 'સીટી લોક સ્કીમ'માં રાત્રે સઘન વાહન ચેકિંગ:બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી, 101 વાહનચાલકો પાસે ₹58 હજારનો દંડ વસૂલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment