Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ AIIMSમાં ગર્ભાશયના કેન્સરની સારવાર રૂ.750 માં:કેન્દ્રીય આરોગ્યમંત્રી નડ્ડાના હસ્તે રૂ.39 કરોડના ખર્ચે એડવાન્સ રેડીએશન ઓન્કોલોજી વિભાગનું વર્ચ્યુઅલ લોકાર્પણ

    22 hours ago

    ગુજરાતની એકમાત્ર રાજકોટ AIIMS હોસ્પિટલ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાના હસ્તે રૂ.39 કરોડના ખર્ચે નવનિર્મિત એડવાન્સ રેડીએશન ઓન્કોલોજી વિભાગનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી હવે અદ્યતન મશીનો અને આધુનિક ટેકનોલોજીથી કેન્સરની વધુ ચોકસાઈ પૂર્ણ સારવાર દર્દીઓને મળી રહેશે. ખાનગી હોસ્પિટલોમાં ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશયના અંદરના ભાગનું કેન્સર અને યોનિના કેટલાક કેન્સરની સારવારનો ખર્ચ રૂ.2.50 લાખ થાય છે જે અહીં માત્ર રૂ.750 માં થશે. આ લોકાર્પણ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. રાજકોટની એમ્સ હોસ્પિટલમાં કેન્સરની આધુનિક સારવાર માટેની રેડિયોથેરાપી સુવિધાનો પ્રારંભ થયો છે. હાઇ એનર્જી લિનિયર એક્સિલરેટર, વાઇડ-બોર સીટી સિમ્યુલેટર અને એચ.ડી.આર. બ્રાકીથેરાપી યુનિટથી અદ્યતન મશીનો અને આધુનિક ટેકનોલોજીથી કેન્સરની વધુ ચોકસાઈપૂર્ણ સારવાર દર્દીઓને મળશે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દેશના નાગરિકોને આધુનિક, ગુણવત્તાયુક્ત અને સુલભ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોના ભાગરૂપે, રાજકોટ એઈમ્સ ખાતે આજે તા.2 નવેમ્બરના કેન્સરના દર્દીઓ માટે અદ્યતન રેડિયોથેરાપી સુવિધાનું વર્ચ્યુઅલ લોકાર્પણ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી જગત પ્રકાશ નડ્ડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અદ્યતન મશીનો રાષ્ટ્રની જનતાને સમર્પિત કરવાની આ પહેલથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને આસપાસના વિસ્તારોના દર્દીઓ માટે આધુનિક કેન્સર સારવાર ની સુવિધા વધુ નજીકમાં ઉપલબ્ધ બની છે. આ સુવિધાનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને તેમના જ પ્રદેશમાં આધુનિક સારવાર પૂરી પાડવાની સાથે સારવાર માટે મોટા શહેરોમાં જવાની જરૂરિયાત, મુસાફરીનો સમય અને આર્થિક બોજ ઘટાડવાનો છે.એઈમ્સ રાજકોટના રેડિયેશન ઓન્કોલોજી વિભાગમાં આ અદ્યતન ટેક્નોલોજી સાથે અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હાઇ એનર્જી લિનિયર એક્સિલરેટર મશીન દ્વારા યોગ્ય દર્દીઓમાં IMRT, VMAT, IGRT, SRS, SRT અને SBRT જેવી આધુનિક રેડિયોથેરાપી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાશે. આ ટેકનોલોજી કેન્સરગ્રસ્ત ભાગોને ચોક્કસ જગ્યાએ લક્ષિત કરીને જરૂરી રેડિયેશન પહોંચાડવામાં અને આસપાસના સ્વસ્થ અંગો તથા પેશીઓ પર થતી અસર શક્ય તેટલી મર્યાદિત રાખવામાં મદદરૂપ થશે. જ્યારે વાઇડ-બોર સીટી સિમ્યુલેટર મશીન દ્વારા દર્દીની સ્થિતિ અનુસાર સીટી આધારિત સિમ્યુલેશન અને સારવારના ભાગનું વિગતવાર ચિત્ર મેળવી રેડિયોથેરાપીનું વધુ ચોકસાઈ પૂર્ણ આયોજન કરવામાં મદદ મળશે. આ ઉપરાંત એચ.ડી.આર. બ્રાકીથેરાપી યુનિટ દ્વારા પસંદગીના દર્દીઓને બ્રેકીથેરાપીની આધુનિક સારવાર આપવામાં આવશે. આ પદ્ધતિમાં કેન્સરગ્રસ્ત ભાગની નજીકથી રેડિયેશન આપીને સારવાર કરવામાં આવે છે. ખાસ કરીને ગર્ભાશયના મુખનું કેન્સર, ગર્ભાશયના અંદરના ભાગનું કેન્સર અને યોનિના કેટલાક કેન્સરમાં આ સારવાર ઉપયોગી સાબિત થઈ શકે છે.આ સુવિધા શરૂ થતા સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોના કેન્સરના દર્દીઓને દૂરનાં મોટા શહેરોમાં જવું નહિ પડે. આ સારવાર આયુષ્માન ભારત–પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ પાત્ર લાભાર્થીઓને યોજનાના નિયમો મુજબ આવરી લેવાતી સારવારનો લાભ મળી શકશે. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ ન ધરાવતા દર્દીઓ માટે પણ એઈમ્સ નવી દિલ્હી ખાતે લાગુ દર મુજબ માત્ર ₹750ના નિર્ધારિત ખર્ચે સંબંધિત સારવાર ઉપલબ્ધ થવાથી સામાન્ય અને જરૂરિયાતમંદ પરિવારો માટે અદ્યતન કેન્સર સારવાર વધુ સુલભ બનશે.કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર દરમિયાન દર્દીઓ અને તેમના પરિવારજનોને આર્થિક બોજ નો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં એઈમ્સ રાજકોટ ખાતે અદ્યતન રેડિયોથેરાપી સુવિધાની ઉપલબ્ધિ દર્દીઓ માટે રાહતરૂપ બની રહેશે. કેટલીક ખાનગી આરોગ્ય સંસ્થાઓમાં આ પ્રકારની સારવારનો ખર્ચ આશરે ₹2,50,000 સુધી થઈ શકે છે. જ્યારે એઈમ્સ રાજકોટ ખાતે આ સારવારનો નિર્ધારિત દર એઈમ્સ નવી દિલ્હી ખાતે લાગુ દર મુજબ માત્ર ₹750 રાખવામાં આવ્યો છે. આથી દર્દીઓને રાહત દરે આધુનિક સારવાર મેળવવાની સુવિધા ઉપલબ્ધ થશે અને સારવાર પાછળ થતો આર્થિક બોજ ઘટાડવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી હાઈકોર્ટે JNU પ્રોફેસરની બરતરફી પર રોક લગાવી:અંગોમચા બિમોલ મણિપુરથી કોંગ્રેસના સાંસદ પણ, 11 વિદ્યાર્થિનીઓના જાતીય શોષણનો આરોપ
    Next Article
    Judoka Khushbu Rajakbhai Enters Youth Olympics Final, One Win Away From Gold

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment