Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ‘એકાઉન્ટિંગ મ્યુઝિયમ’ અને AI કોર્સનું લોકાર્પણ:WIRC પદાધિકારીઓનું સન્માન, સપ્તર્ષિ પ્રોજેક્ટ હેઠળ ‘ટ્રેન-અર્ન-લર્ન’ કોન્સેપ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ગ્લોબલ એક્સપોઝર મળશે

    1 week ago

    વડોદરા બ્રાન્ચ ઓફ ICAI દ્વારા વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC) ના નવનિયુક્ત પદાધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે WIRC ના અધ્યક્ષ અને અન્ય મહાનુભાવોએ હાજરી આપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના વ્યવસાયિક વિકાસ અને ભાવિ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. એકાઉન્ટિંગ મ્યુઝિયમ અને ટેકનોલોજી પર ભાર વડોદરા બ્રાન્ચ ખાતે એક અનોખા 'એકાઉન્ટિંગ મ્યુઝિયમ'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં એકાઉન્ટન્સી ક્ષેત્રના ભવ્ય વારસા અને વર્ષો દરમિયાન આવેલા પરિવર્તનોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. WIRC ચેરમેન CA સૌરભ અજમેરાએ જણાવ્યું કે, વડોદરા એ તેમની 38 શાખાઓમાંની મહત્વની બ્રાન્ચ છે. આધુનિક સમય સાથે તાલ મિલાવવા માટે સભ્યો અને વિદ્યાર્થીઓ માટે ખાસ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) કોર્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ માટે નવા ઇનિશિયેટિવ શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને પગભર બનાવવા માટે 'સપ્તર્ષિ પ્રોજેક્ટ' અંતર્ગત 'ટ્રેન-અર્ન-લર્ન' (Train-Earn-Learn) નો કોન્સેપ્ટ અમલી બનાવવામાં આવ્યો છે. આ માટે સંસ્થા વિવિધ કોલેજો સાથે જોડાણ કરી રહી છે. કરિયર કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓને સાચી દિશા આપવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. વૈશ્વિક સ્તરે ભારતીય ફર્મ્સની ઓળખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવા માટે 'એગ્રિગેશન ઓફ ફર્મ્સ' માટે નવી કમિટીની રચના કરવામાં આવી છે. 'CA Nexus' પ્લેટફોર્મ દ્વારા નાની ફર્મ્સને મોટી ફર્મ્સ સાથે જોડાવા પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી ભારતીય ફર્મ્સ ગ્લોબલ લેવલે પોતાની મજબૂત ઓળખ બનાવી શકે. કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત સભ્યોને એકસાથે લાવવા માટે પણ નવા પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રિપોર્ટ-ઈરાને હોર્મુઝમાંથી પસાર થવા માટે 18 કરોડ વસૂલ્યા:ઓઇલ ટેન્કરોને દરિયામાં સુરક્ષિત માર્ગ આપ્યો; ભારતના 22 જહાજો હજુ પણ ફસાયેલા છે
    Next Article
    Rajkot PGVCL | રાજકોટ PGVCL વિભાગની ઘોર બેદરકારી | Electricity | Gujarati News | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment