Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશનું સૌથી મોટું AI ડેટા સેન્ટર હૈદરાબાદમાં બનશે:TCSની હાઇપરવોલ્ટ ₹70,000 કરોડનું રોકાણ કરશે; 1 ગીગાવોટ ક્ષમતા હશે

    8 hours ago

    હૈદરાબાદમાં દેશનું સૌથી મોટું AI ડેટા સેન્ટર કેમ્પસ બનવા જઈ રહ્યું છે. આ કેમ્પસ ટાટા ગ્રુપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસની સબસિડિયરી કંપની હાઈપરવોલ્ટ AI ડેટા સેન્ટર લિમિટેડ બનાવશે. સેન્ટરની ક્ષમતા 1 ગીગાવોટ હશે, જે મોટી AI તકનીકોને ચલાવવા અને સંભાળવાનું કામ કરશે. કંપની અને તેના પાર્ટનર્સ આ સંપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ ₹70,000 કરોડનું રોકાણ કરશે. TCSએ શનિવારે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે આ મેગા પ્રોજેક્ટ માટે હૈદરાબાદમાં 264 એકર જમીન નક્કી કરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ અલગ-અલગ ફેઝમાં તૈયાર કરવામાં આવશે. દેશનું સૌથી મોટું અને એડવાન્સ AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ્પસ હશે કંપનીના જણાવ્યા અનુસાર, તે બન્યા પછી ભારતનું સૌથી મોટું અને આધુનિક AI સેન્ટર હશે. તેને વિશ્વની મોટી ટેક કંપનીઓ અને AI સ્ટાર્ટ-અપ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. અહીં હેવી AI મોડેલ્સ બનાવવા (ટ્રેનિંગ), તેમને ચલાવવા અને હાઈ-સ્પીડ પ્રોસેસિંગ માટે સુપર-ફાસ્ટ ગ્રાફિક્સ કાર્ડ્સનો ઉપયોગ થશે. પર્યાવરણનું ધ્યાન રાખશે, હજારો રોજગારીનું સર્જન થશે આ AI સેન્ટર સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી હશે. તેમાં સૌર-પવન જેવી ગ્રીન એનર્જીનો ઉપયોગ થશે અને પાણીનો બગાડ પણ નહીં થાય. આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકોને હજારો નોકરીઓ મળશે અને વીજળી, નેટવર્કિંગ, કન્સ્ટ્રક્શન અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોના વ્યવસાયોને મોટો ફાયદો થશે. સુપરફાસ્ટ કૂલિંગ અને નેટવર્કિંગ ટેકનોલોજીનો ઉપયોગ હાઈપરવોલ્ટના CEO દીપેશ કિરણ નંદાએ જણાવ્યું કે આ સેન્ટરને ભવિષ્યની ટેકનોલોજીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે. અહીં હેવી-ડ્યુટી કમ્પ્યુટિંગ અને પ્રોસેસરને ઠંડુ રાખવા માટે એડવાન્સ્ડ લિક્વિડ કૂલિંગ અને ડાયરેક્ટ-ટુ-ચિપ કૂલિંગ ટેકનોલોજીનો ઉપયોગ થશે. આ ઉપરાંત, હાઈ-સ્પીડ ઇન્ટરનેટ અને પાવર મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ડેટા સેન્ટરનું કામ કોઈપણ અવરોધ વિના ઝડપથી પૂર્ણ થશે.
    Click here to Read More
    Previous Article
    મહિલા ક્રિકેટમાં પણ પાકિસ્તાનનું સુરસુરિયું:ભારતે 55 રનમાં ઓલઆઉટ કર્યું, વુમન્સ એશિયા કપનો સૌથી લોએસ્ટ સ્કોર; ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવી
    Next Article
    4 ચૂંટણી રાજ્યોમાં 1 ડિસેમ્બરથી વસ્તી ગણતરી:યુપી, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં 30 નવેમ્બર સુધીમાં લોકો પોતાની માહિતી જાતે નોંધાવી શકશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment