Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AIના કારણે દુનિયા ખતમ થઈ જશે?:એનવિડિયાના CEO જેન્સન હુઆંગે આપ્યો જવાબ, ઓલ્ટમેન અને મસ્ક પહેલાં જ આપી ચૂક્યા છે 'તબાહી'ની ચેતવણી

    6 hours ago

    AIના કારણે 2030 સુધીમાં માનવ સભ્યતા ખતમ થઈ જશે તેવી ચેતવણીઓને ચિપ કંપની એનવિડિયાના ફાઉન્ડર જેન્સન હુઆંગે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે તેની શક્યતા 0% છે. હુઆંગે આ દાવાઓને 'ડૂમ્સડે નેરેટિવ' ગણાવ્યા અને લોકોને અપીલ કરી કે તેઓ આવા ભય કે ગભરાટમાં ન આવે. થોડા દિવસો પહેલાં એન્થ્રોપિક અને ગૂગલ ડીપમાઇન્ડમાં કામ કરતા બે સંશોધકોએ કહ્યું હતું કે AI જે ઝડપથી વિકસિત થઈ રહ્યું છે તે જોતાં માનવ સભ્યતા ખતમ થઈ શકે છે. ઓપનAI, xAI અને એન્થ્રોપિકના માલિકો સેમ ઓલ્ટમેન, એલોન મસ્ક અને ડારિયો અમોડેઇએ પણ તેનું સમર્થન કર્યું હતું. આવી આગાહીઓ વૈજ્ઞાનિક આધારથી પરે છે હુઆંગે કહ્યું કે આવી ચેતવણીઓ અને આગાહીઓ 'વિજ્ઞાન પર આધારિત નથી'. તેમણે કહ્યું કે એનવિડિયાનું લક્ષ્ય ઉદ્યોગમાં જવાબદારીપૂર્વક પ્રોડક્ટ્સ બનાવવાનું અને લોકોને એઆઈ પ્રત્યે જાગૃત કરવાનું છે, સમાજમાં બિનજરૂરી ભય ફેલાવવાનું નહીં. તબાહીના ભયનું ચિત્ર રજૂ કરીને હાલના કાયદાઓથી બચવાનો પ્રયાસ હુઆંગે કહ્યું કે આ વિનાશકારી નેરેટિવની આડમાં કેટલાક લોકો હાલના કાયદાઓમાંથી છૂટ મેળવવા માગે છે. જો તમે નિવેદનો પાછળનો અર્થ સમજો, તો તેઓ નવા કડક નિયમોની માગ કરી રહ્યા નથી, પરંતુ પહેલેથી અમલમાં રહેલા કાયદાઓમાંથી રાહત માગી રહ્યા છે. આ એક સમસ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ AIના જોખમને 'જૂઠું' ગણાવી ચૂક્યા છે જેન્સન હુઆંગની જેમ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ AIથી ઊભા થતા જોખમની વાતોને માત્ર એક 'અફવા' ગણાવી હતી. હવે ટેક જગત બે જૂથોમાં વહેંચાતું દેખાઈ રહ્યું છે. એક તરફ એલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન જેવા દિગ્ગજો AIની ઝડપ વધારવાની વકાલત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ હુઆંગ જેવા નેતાઓનું માનવું છે કે આ જોખમને કારણ વિના વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહ્યું છે. AI ઉદ્યોગમાં એનવિડિયાની ભૂમિકા શા માટે મહત્વપૂર્ણ છે? એનવિડિયા એવા અત્યંત શક્તિશાળી કમ્પ્યુટર ચિપ્સ (GPU) બનાવે છે, જે AI મોડલ્સ ચલાવવા અને તેમને તાલીમ આપવા માટે ખૂબ જ જરૂરી છે. ઓપનએઆઈ અને અન્ય ટેક કંપનીઓ દ્વારા બનાવવામાં આવેલા લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLMs) અને AI એજન્ટ્સ એનવિડિયાની આ હાઈ-ટેક ચિપ્સની મદદથી કામ કરે છે. છે. AIની દુનિયામાં શું ચાલી રહ્યું છે અને તેની આપણી જિંદગી પર શું અસર પડશે, તે 4 સવાલો દ્વારા સમજો… સવાલ-1: ‘AI આપણા બધાને મારી શકે છે’ આ દાવાનો અર્થ શું છે? જવાબ: તેનો અર્થ એ નથી કે AI સીધુ મનુષ્યોને મારી નાખશે. ચિંતા એ વાતની છે કે ભવિષ્યમાં AI એટલું શક્તિશાળી બની જાય કે તે મનુષ્યોના નિયંત્રણની બહાર નીકળી જાય અને માનવ સભ્યતા માટે મોટો ખતરો બની જાય. એન્થ્રોપિકના સંશોધક જેકબ કોક્સને 9 સપ્ટેમ્બરે રાજીનામું આપતાં ચેતવણી આપી હતી કે AI ભવિષ્યમાં મનુષ્યો માટે મોટો ખતરો બની શકે છે. આ પહેલાં 1 નવેમ્બર 2023ના રોજ ભારત સહિત 28 દેશો અને યુરોપિયન સંઘે પણ માન્યું હતું કે અત્યંત શક્તિશાળી AI નિયંત્રણની બહાર જાય તો માનવ સભ્યતાના અસ્તિત્વ પર સંકટ આવી શકે છે. સવાલ-2: AIની દુનિયામાં એવું શું ચાલી રહ્યું છે, જેના કારણે બધા ડરી ગયા છે? જવાબ: આવી આશંકાઓ પાછળ બે મોટા આધાર છે… 1. AI હવે સુપર ઇન્ટેલિજન્ટ બની રહ્યું છે AIને માણસોએ બનાવ્યું અને તેઓ જ તેમાં સુધારા કરતા રહ્યા છે. પરંતુ હવે AI પોતાને સતત વધુ સારું બનાવવામાં લાગી ગયું છે. તે પોતાની ખામીઓ શોધે છે અને તેમાં સુધારો કરે છે. એટલે કે, માણસોની જરૂરિયાત ઘટતી જઈ રહી છે. નવા AI મોડલ્સ પોતાની વિચારપ્રક્રિયા અને તર્કને છુપાવવામાં વધુ સારા બની રહ્યા છે. આ કારણે તેમના પર નજર રાખવી મુશ્કેલ બનતી જઈ રહી છે. પહેલાં AIને પ્રશ્ન પૂછો તો તે જવાબ આપતું હતું. પરંતુ હવે AI એજન્ટને કહી શકાય છે કે આ સમસ્યાનો ઉકેલ લાવો. તે પોતે ઇન્ટરનેટ અને કમ્પ્યુટર ટૂલ્સનો ઉપયોગ કરે છે, નિર્ણયો લે છે અને સમસ્યાનો ઉકેલ લાવે છે. ભલે તેમાં કલાકો લાગી જાય. તાજેતરમાં 10,000 AI એજન્ટ્સે 90 વર્ષ જૂની Navier-Stokes ગણિતની સમસ્યાનો ઉકેલ માત્ર 88 કલાકમાં લાવી દીધો. 2. AI હવે માણસોને ચકમો આપવા લાગ્યું છે ઓપનએઆઈ અનુસાર, જુલાઈ 2026માં પરીક્ષણ દરમિયાન તેના બે AI મોડલ્સ જાણી જોઈને ટેસ્ટિંગમાંથી બહાર નીકળી ગયા અને ચોરાયેલી લોગિન વિગતોનો ઉપયોગ કરીને AI કંપની Hugging Faceના સર્વર સુધી પહોંચી ગયા. એ પણ કોઈ માનવીય હસ્તક્ષેપ વિના. એન્થ્રોપિકના પરીક્ષણમાં મોડલ ક્લોડ ઓપસ 4એ પોતાને બંધ થવાથી બચાવવા માટે એક અધિકારીના ખાનગી અફેરની માહિતી લીક કરવાની ધમકી આપી. આ પરીક્ષણ OpenAI, Google, Meta સહિતના 16 મોટા મોડલ્સ પર ફરીથી કરવામાં આવ્યું અને મોટાભાગના મોડલ્સે તક મળતાં આવું જ વર્તન કર્યું. સવાલ-3: તો શું AIને નિયંત્રિત કરી શકાતું નથી? જવાબ: પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ હાલમાં તેમને સંપૂર્ણપણે વિશ્વસનીય માની શકાય નહીં. કંપનીઓ પોતે સુરક્ષા નિયમો બનાવી રહી છે: એન્થ્રોપિક અને OpenAIએ ખતરનાક AI ક્ષમતાઓ માટે પોતાના-પોતાના સુરક્ષા નિયમો બનાવ્યા છે. પરંતુ આ નિયમો કંપનીઓ પોતે નક્કી કરી અને બદલી શકે છે. આ જ સૌથી મોટી ચિંતા છે. સરકારો પણ નિયમો બનાવવા લાગી છે: અમેરિકા અને ભારતમાં AIને લઈને નવા નિયમો અને માર્ગદર્શિકાઓ પર કામ થઈ રહ્યું છે. પરંતુ હજુ દુનિયાભરમાં AI માટે એકસરખા કડક નિયમો નથી. સવાલ-4: AI આગામી કેટલાક વર્ષોમાં આપણું જીવન કેવી રીતે બદલી શકે છે? જવાબ: એન્થ્રોપિકના માલિક ડારિયો અમોડેઇનો દાવો છે કે આગામી 1થી 5 વર્ષમાં AIને કારણે એન્ટ્રી-લેવલની અડધી નોકરીઓ ખતમ થઈ જશે. આગામી 5 વર્ષોમાં દુનિયામાં બેરોજગારીનો દર 20% સુધી પહોંચી જશે. જોકે, Nvidiaના CEO જેન્સન હુઆંગનું કહેવું છે કે AIને કારણે નવા પ્રકારનાં કામ અને નોકરીઓ પણ ઊભી થશે. બીજી તરફ, ભારતમાં યોજાયેલી AI સમિટ દરમિયાન ડારિયો અમોડેઇએ દાવો કર્યો હતો, ‘જે બીમારીઓનો ઇલાજ વર્ષોથી મળ્યો નથી, AI તેનો ઇલાજ શોધવામાં સક્ષમ છે.’ ------------------------------------- આ સમાચાર પણ વાંચો: એન્થ્રોપિક ચીફ બોલ્યા- AI ડેવલપમેન્ટની ગતિ ધીમી કરવામાં આવે:મસ્ક-ઓલ્ટમેને સમર્થન આપ્યું; રિસર્ચરની ચેતવણી- 2 વર્ષમાં માનવતા પર જોખમ AI કંપની એન્થ્રોપિકના વડા ડેરિયો અમોડેઈએ AI મોડલ્સ વિકસાવવાની ગતિ ધીમી કરવા અને તેની કડક મોનિટરિંગની જરૂરિયાત જણાવી છે. અમોડેઈએ તેમના નવા નિબંધ 'વી મસ્ટ પેસ ધ ફ્રન્ટિયર'માં જણાવ્યું કે AIના જોખમો ગંભીર છે અને કંપનીઓ તથા સરકારોને તેનો સામનો કરવા માટે સમય જોઈએ છે. આ મુદ્દે ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન અને XAIના માલિક ઇલોન મસ્કે પણ તેમનું સમર્થન કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    ‘Found out after video went viral’: Father of Jamui assault survivor says ‘arrest is not enough’
    Next Article
    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ:કાર્તિક-યામી બેસ્ટ એક્ટર-એકટ્રેસ, ધનુષને બે પુરસ્કાર; KGF એક્ટર અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment