Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AI આવતા BCA માં એડમિશનનો ક્રેઝ ઘટ્યો:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA, B.Com. માં પ્રવેશની ડિમાન્ડ વધી : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના લીધે અમેરિકામાં 20 ટકા નોકરીઓ ખતમ, ભારતમાં વ્હાઈટ કોલર જોબ પર ખતરો

    2 days ago

    રાજ્યની 16 સરકારી યુનિવર્સિટીઓ અને તેની સાથે સંલગ્ન ખાનગી કોલેજોમાં હાલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ) મારફત એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જોકે આ વખતે પ્રથમ વખત BCA નો અભ્યાસ કરવાનો ક્રેઝ ઘટ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આ બ્રાંચમાં તથા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે જેની સામે બીકોમ અને બીબીએમાં એડમિશન માટે નો ક્રેઝ વધ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં બીકોમના 17470, બીબીએના 6366 વિદ્યાર્થીઓ હતા. જેની સામે BCA માં ઓછા 6310 વિદ્યાર્થીઓ હતા. રાજકોટની વેલનોન કોલેજના સંચાલક અને એજ્યુકેશન એક્સપર્ટ ગૌરવ નિમાવતે દિવ્યભાસ્કર ડિજિટલને જણાવ્યું હતુ કે, BCA નો ક્રેઝ ઘટ્યો તેની પાછળનું એક કારણ AI છે. અત્યાર સુધી પીસીઓની બ્રાન્ચ એવી હતી કે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જોડાતા અને નવી સ્કીલ શીખતા. હાલ AI દિન પ્રતિદિન અપગ્રેડ થઈ રહ્યું છે. જેની સામે વિદ્યાર્થીઓ સ્કીલ બેસ કામ કરવાની બદલે જૂની પદ્ધતિ અભ્યાસ કરી રહ્યા છે. AI ટૂલમાં એવું છે કે જે વિદ્યાર્થીઓને કોડિંગ માટે બે થી ત્રણ કલાકનો સમય લાગે છે તે જ કોડિંગનું કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની મદદથી માત્ર ચાર મિનિટમાં થઈ જાય છે. AI ટૂલ વિદ્યાર્થીઓને મદદરૂપ તો થાય છે પરંતુ તેઓ જ્યારે કામ કરે છે ત્યારે તેને ઘણી બધી તકલીફ પડે છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં AI ટૂલના કારણે BCA, MCA અથવા સોફ્ટવેર સ્કીલ સાથે જોડાયેલા 20 ટકા લોકોની નોકરી ખતમ થઈ ગઈ છે. તાજેતરમાં બિલ ગેટ્સે પણ કયું છે કે AI ને લીધે બેરોજગારીનો દર વધતો જશે. એક તરફ BCA માં અભ્યાસ માટેનો ક્રેઝ ઘટ્યો છે તો બીજી તરફ BBA અને B.Com. માં અભ્યાસ માટે વિદ્યાર્થીઓની ડિમાન્ડ વધી છે. કારણકે તેમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી, બેન્કિંગ અને કોર્પોરેટ કંપનીમાં નોકરી માટેની તક વધુ હોય છે. જો BCA માં વિદ્યાર્થીઓની સંખ્યા વધે તે માટે સ્કેલ આધારિત કોર્સ શરુ કરવા જોઈએ અને તેની સાથે કંપનીમાં ટ્રેનિંગ આપવી જોઈએ. નોંધનીય છે કે, AI ના લીધે ફક્ત અમેરિકામાં નોકરીમાં 20 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જે કોડિંગ બીસીએ અને એમસીએના વિદ્યાર્થીઓ ત્રણથી ચાર કલાકમાં કરે છે તે કોડિંગ GITHUB જેવા AI ટૂલની મદદથી બે થી ત્રણ મિનિટમાં થઈ જાય છે. વિશ્વમાં 2023 માં કોડિંગના કામ માટે 12 થી 13 લોકોની જરૂરિયાત હતી તે આજે વર્ષ 2026 માં ઘટીને 3 થી 4 લોકો થઈ ગયા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું હતું કે AI ની દુનિયામાં મોટાભાગની વસ્તુઓ માટે લોકોની જરૂરિયાત જ નહીં રહે બેરોજગારીની સમસ્યાનો સામનો કરવો પડશે. AI થી વ્હાઈટ કોલર જોબ જેમ કે IT, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય અને કાયદાકીય સેવાઓ અને વહીવટી કાર્યો સાથે જોડાયેલી નોકરીઓ પર વધુ જોખમ છે.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયામાં દિવાન બલ્લુભાઈ આલમની એસોસિએશનની 22મી AGM:પ્રાણસુખલાલ હોલમાં હિસાબો રજૂ કરાયા, આગામી કાર્યક્રમોની ચર્ચા
    Next Article
    માસ્ટર ટેકવૉન્ડો એકેડમીના વિદ્યાર્થીઓએ 34 મેડલ જીત્યા:3જી નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાત ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment